________________
૨૩૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૪-વિધવાવિવાહવિષે શાસ્ત્રના પુરાવા
ધર્માચાર્યોના વિરોધનાં કારણે જ્યારે આખું જગત એમ બૂમ મારી રહ્યું છે કે, વિધવાવિવાહ કરવો જોઈએ; મહાત્મા ગાંધીજી જેવા વિચારવંત પુરુષોએ પણ કહ્યું કે, યુવાનેએ વિધવાઓનો હાથ પકડવો જોઈએ; -અનુભવ અને બુદ્ધિ પણ એમ સાબીત કરે છે કે, વિધવાવિવાહ આવશ્યક છે; ત્યારે કેટલાક ટુકડાખા શાસ્ત્રીઓ અને પંડિતે જેને અમારે વેદીઆ ઢોર કહેવા જોઈએ, તેઓ ‘વિધવાવિવાહ શાસ્ત્રસંમત નથી” એમ સિદ્ધ કરવા નીકળી પિતાની પંડિતાઈથી વિધવાઓના પૈસા હજામ કરવા ઈચ્છતાં ધર્મને નામે અધર્મનો પ્રચાર કરી રહેલા ધર્મગુરુઓને ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, એ ખરેખર ખેદ ઉપજાવનારું છે. વિધવાવિવાહનો વિરોધ કરનારાઓને અમારે જણાવવું -જોઈએ કે, ખુદ મનુ ભગવાન લખે છે કે, પાંચ આપત્તિઓમાં સ્ત્રીએ બીજે પતિ કરે. મહાભારતમાં પણ એ માટે પ્રમાણ છે. જયારે નલરાજાનો પત્તો ન લાગ્યો. ત્યારે દમયંતીએ બીજો પતિ મેળવવા સ્વયંવર કરાવ્યો હતો. અથર્વ વેદમાં પણ એ માટે જોઈએ તેટલાં પ્રમાણ મળી શકે છે.
ધર્મ એ સર્વની ઉન્નતિમાટે છે. મનુ ભગવાન કહે છે કે-“જતન ધમૈ કાનાતિ સ તે વેર નેતા:” જે માણસ ધર્મને તકથી સમજવા કોશીશ કરે છે, તે જ માણસ તેને સમજી શકે છે. બીજે નહિ. એ પ્રમાણે વિધવાવિવાહથી લાભ છે કે નહિ તેના વિચારવિના એમ કહેવું કે તે યોગ્ય નથી, એ મૂર્ખાઇ નહિ તો બીજું શું છે ? જે શાસ્ત્રમાં એક જ જાતિને ન્યાય મળતું હોય, તે શાસ્ત્રને કવામાં નાખી દેવું જોઈએ. જે શાસ્ત્ર દુઃખી વિધવાઓને નાદ નથી સાંભળતું તે શાસ્ત્ર ન કહેવાય.
આ વેદીઆ ઢોર વિધવાવિવાહનો વિરોધ કરે છે. તેનાં ઘણાં કારણો છે. તેમાંના કેટલાક ધર્મગુરુઓને ખુશ કરવા માટે તેમ કરે છે. પંડિતેને અમુક પગારની લાલચ છે. આજ વિધવાએને ફસાવી ધર્મગુરુઓ કામવાસનાઓ તૃપ્ત કરે છે અને તે બિચારીઓ પાસેથી લાખો રૂપિયા કઢાવી મોજ ઉડાવે છે. મંદિરમાં ઘણીખરી ઉપજ વિધવાઓ તરકનીજ હોય છે. હવે જો એ કવિધવાઓ પુર્નલગ્ન કરે તો ધર્માચાર્યોની મોજમજા નાશ પામે. આ પ્રમાણે પોતાના અંતઃકરણની અવાજની વિરુદ્ધ વેદીઆ ઢેરો પોતાનાં શિંગડાં ઉંચાં કરે છે, એમાં નવાઈ નથી.
આ વેદીઆ ઢોરને અમારે પૂછવું જોઈએ કે, વિધવાઓને પુનર્લગ્નની છૂટ નહિ મળવાથી અને તમારા તેમના પરના અનહદ જુલમથી જ્યારે તેઓ ઈસાઈ કે મુસલમાન બનશે, ત્યારે -શાસ્ત્રાને કોણ પૂછશે ? તમે તમારી સ્મૃતિઓને ચાટતા રહી જશે, તમારી વહુ-બેટીઓ દુ:ખની ભોગ થઈ ઈસાઈ કે મુસલમાન બની જશે, જે તમે આજ જોઈ રહ્યા છો. વિધવાવિવાહના વિરોધમાં સમસ્ત હિંદુજાતિનો વિનાશ દેખાય છે. શું તમારી સ્મૃતિઓ એમ કહે છે કે, હિંદુનોતના નાશ થવા દેવો ? શું તમારાં શાસ્ત્રો એમ કહે છે કે, તમારી વિધવાઓ વેશ્યાએ બને ? આજની હિંદુજાતિની અધોગતિ વિધવાવિવાહના વિરોધથી જ થઈ છે. જ્યાં સુધી વિધવાઓના 'દુઃખનો અગ્નિ બન્યા કરે છે, ત્યાંસુધી બીજી સ્વરાજ જેવી બાબતોની વાત કરતાં શરમ કેમ ન ન આવે ! માટે વિધવાવિવાહને ઉત્તેજન આપવું જોઈએ. તેમાં મે પુણ્ય છે. દરેક માણસે પિતાની જાતિ અને દેશની રક્ષા માટે વિધવાવિવાહનો પક્ષ લેવો જોઈએ. આ વાંચીને વેદી આ ઢા સમજે તે સારૂં.
(‘‘હિંદુસ્થાન” દૈનિકના એક અંકમાં લખનાર-શ્રી વલ્લભદાસ ભગવાન ગણાત્રા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com