________________
શ્રી વીરતવ પ્રકાશક મંડળ-શિવપુરી
૨૩૫. છે અને પોતાનો વિશેષ સમય વિદ્યાર્થીઓને શિક્ષણ તથા ઉપદેશ આપવામાં રોકે છે. તેઓ કેટલાક વિષયેના પ્રખર અને પૂર્ણ વિદ્વાન તે છે જ; તે ઉપરાંત સરળતા, સચ્ચરિત્રતા અને સજજનતામાં પણ એક જ છે. શ્રી વિજયેંદ્રસુરી મહારાજ, જેઓ અત્યારે આચાર્ય પદવીપર છે, તેઓ જૈનધર્મના એક આદર્શ સાધુ છે. આટલી ઉંચી પદવી ઉપર હોવા છતાં પણ તેમને અભિમાન અને અહંકારને સ્પર્શ પણ નથી. એવો કયો મનુષ્ય છે, કે જે તેઓને મળીને પ્રસન્ન અને પ્રકૃક્ષિત ન થઈ જાય ! દર્શન કરતાં જ તેમની પવિત્ર, પ્રસન્ન અને દિવ્ય મૂર્તિને, બધા ઉપર પ્રભાવ પડે છે, તેઓ મીલનસાર પણ ઉંચા દરજજાના છે. કેવળ જેના પરજ તેમને. પ્રભાવ છે એમ નહિ, પરંતુ હિંદુ, મુસલમાન, ઇસાઈ આદિ દરેક ધર્મના લેકે ઉપર પણ છે. બધાં એમનું સન્માન કરે છે. તેમનું ધર્મ અને લોકસંબંધી જ્ઞાન એટલું બધું ઉન્નત છે કે તેમની સાથે કોઈપણ વિષય ઉપર વાતચીત કરતાં તમને તે જ વખતે બરાબર ઉત્તર, મળશે. હું જૈન નથી, પરંતુ મને જૈન સાધુઓ અને ગૃહસ્થોને મળવાને બહુજ અવસર મળે છે. જૈન સાધુઓના સંબંધમાં હું વિનાસંકોચે કહી શકું છું કે, તેઓમાં કેઈકજ એવો સાધુ હશે, જે પોતાના પ્રાચીન–પવિત્ર આદર્શથી નીચે પડયો હશે. મેં તે જેટલા સાધુ જોયા, તેઓને મળવાથી ચિત્તમાં એજ પ્રભાવ પડયો કે તેઓ ધર્મ, ત્યાગ, અહિંસા તથા સદુપદેશની મૂર્તિ છે–તેઓને મળવાથી ઘણી પ્રસન્નતા થાય છે. જે સાધુ મહારાજાઓને અહીં ઉલ્લેખ કર્યો છે, તેઓ તે અસાધારણ વ્યક્તિ છે. કેવળ તપસ્વી સાધુ નહિ, બલ્ક પ્રકાંડ વિદ્વાન અને અનુભવી.
આ સંસ્થામાં એક નવી જાત જોવામાં આવી. લગભગ દોઢ વર્ષ થયાં જર્મનીથી એક વિદૂષી મહિલા અહીં આવીને રહી છે. એનું અસલી નામ શાલે ફઝે અને ભારતીય નામ સુભદ્રાદેવી છે. તે પી. એચ. ડી. ની ઉપાધિથી વિભૂષિત અને લીપઝિગ યુનિવર્સિટિની એસિસ્ટેટ પ્રોફેસર છે. આ બાઈ ભારતવર્ષની કેટલીયે ભાષાઓથી પરિચિત છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, મરાઠી, હિંદી પહેલવી વગેરે. યૂરોપની તો બધીયે ભાષાઓ તે જાણે છે. આ સંસ્થામાં તે જૈન તત્ત્વજ્ઞાન, જૈન આગમ, જૂની ગુજરાતી વગેરેને અભ્યાસ કરી રહી છે. ઘેડો. સમય થયાં તેણીએ આચાર્યશ્રી વિજયેંદ્રસુરી મહારાજની પાસે જૈન દીક્ષા લીધી છે. માંસાહારાદિને તેણીએ સર્વથા ત્યાગ કર્યો છે અને હિંદુસ્થાની જ્ઞાતિ પ્રમાણે દાળ-ભાત-રોટલીશાક વગેરેનું ભજન કરે છે. હિંદી સભ્યતા ઉપર તેણીને ઘણજ અનુરાગ છે. “ધર્મ-ધ્વજ' નામની ગુજરાતી માસિક પત્રિકામાં તેણુના ગુજરાતી લેખો પ્રાયઃ પ્રકાશિત થતા રહે છે. આ વિદૂષી બાઈ, આ સંસ્થાના ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓને અંગ્રેજી પણ ભણાવે છે. તેણુએ ભાષાવિજ્ઞાન સંબંધી સારી શોધ કરી છે. બેએક પુસ્તકે પણ તેણીનાં બહાર પડી ચૂક્યાં છે. હું આ વિદૂષીને મળ્યો અને મેળવાથી ચિત્ત ઘણુંજ પ્રસન્ન થયું. આ બાઈ ઘણીજ સરલ સ્વભાવવાળી, વિનયી અને શીલસંપના છે. તેણીની જૈનધર્મ તથા અન્ય ભારતીય ધર્મોપર શ્રદ્ધા જોઈને મને ઘણી જ પ્રસન્નતા થઈ.
આ સંસ્થા દિન-પ્રતિદિન ઉન્નતિ કરતી રહે અને જે ઉદ્દેશ્યથી તેની સ્થાપના થઈ છે. તેની શીધ્ર પૂર્ણરીતિથી પૂર્તિ થાઓ, એજ મારી હાર્દિક શુભાકાંક્ષા છે.
(પૌષ ૧૯૮૪ ને “સુધા'માંના લાલા કન્નોમલ એમ. એ. ના લેખ પરથી સ્વતંત્રાનુવાદ.))
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com