________________
nnnnnn
૨૩ર
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ગોમતેશ્વર જડશે, એવી ભવિષ્યવાણી સંભળાઈ. ચામુંડરાયે સોનાના ધનુપર સેનાનું બાણ ચઢાવીને માર્યું અને ત્યાં બરાબર ગોમતેશ્વર જડયા.
પછી તે એ સ્થળને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને મહાપૂજા રચાઈ. લખો યાત્રાળુઓને નિમંત્રણ કરવામાં આવ્યાં. વાજીંત્રો, ફૂલ, ધજા, મંડપ ને ભોજનસામગ્રીઓને પાર ન રહ્યો. પછી અભિષેક થયો. સેંકડો દેગડા દૂધથી ગોમતેશ્વર ભગવાનને નવડાવવામાં આવ્યા; પરંતુ ત્યાં એક આશ્રય બન્યું.
દૂધની ધારા ભગવાનની કેડ આગળથી નીચે પડી જાય, પણ ચરણકમળ સુધી પહોંચેજ નહિ ! ચામુંડરાયે અકસેસ કરવા માંડયો ને વિદ્વાનોને તેનું કારણ પૂછયું. એક ગરીબ બાઈ બીલાના કોચલામાં દૂધ લઈને પૂજા કરવા આવેલી તે બિચારી દૂર ઉભી રહેલી. યતિ જીનસેને ચામુંડરાયને એ દૂધ લઈ લેવા કહ્યું અને એ બાઈ તરફથી ભગવાનને ચઢાવવાની આજ્ઞા કરી. આ દૂધ તરત ચરણકમળ સુધી પહોંચ્યું અને પછીની પૂજા નિર્વિદને પૂરી થઈ.
ચામુંડરાયનાં પડળ હવે ઉઘડી ગયાં. પૂજાના આડંબર અને ઠાઠથી એનામાં અભિમાન આવેલું હતું તે એ સમજી ગયો ને પેલી ગરીબ બાઇનું પાશેર દૂધ એના લાખો રૂપિયાની પૂજા કરતાં અધિક છે, એમ એને સમજાઈ ગયું. આ બાઈનું નામ ગુલકાયાજી પડયું. ગેમતેશ્વરની સામે એ બાઇની ખરી ભક્તતરીકેની, પૂર્ણ કદની, બીલીફળના કોચલામાં દૂધ લઈને ઉભેલી મૂતિ આજે પણ ત્યાં ભાવપૂર્ણ નયને જોઈએ છીએ અને આનંદ થાય છે. • પણ એ જીર્ણોદ્ધારને આજ ૧૦૦૦ વર્ષ થઈ ગયાં છે. . સ. ૧૨૦૦ પછી દ્રવીડ અને કર્ણાટક દેશમાંથી જૈનધર્મને ભારબાજ તે તૂટી ગયો છે, છતાં કાનડી ભાષાના ઘડતરમાં અને જૂના સાહિત્યમાં એની મદદ જેવીતેવી નથી.
આપણે સંપ્રદાયના કુંડાળાથી પર થઈ આ સ્થાને યાત્રાળુઓના જેવા પૂર્ણ ભાવથી જઈશું તોપણ અમૂલ્ય લાભ મેળવીશું એમાં શક નથી. મૂર્તિ પવિત્ર, ગંભીર અને પ્રેરક છે. આપણા શિલ્પીઓને માટે પણ પૂર્ણ માન ઉત્પન્ન કરાવે એવી છે.
શિવાજી કે નેપોલિયનનાં બાવલાં જોઇને જે વીરતા માટે આપણે બેય ધારીએ તેના કરતાં પણું વિશેષ ઇન્દ્રિયો પર વિજય મેળવવાને આખા જૈનધર્મને સંદેશે આ સ્થાનેથી આપણને મળી રહે છે; અને ભોગવિલાસના આ જમાનામાં એ સંદેશાની આપણને કેટલી બધી જરૂર છે ?
આ મતિનાં કવિજનોએ અને ભક્તોએ ખૂબ વખાણ કર્યા છે. એનાં તે વખાણુ જેટલાં થાય એટલાં ઓછાં છે. એક સાધુ લખે છે કે “લિખિતંગ ગૃહસ્થ લોકોને સાળા (એટલે સૌ ગૃહસ્થની સ્ત્રીઓને બહેન ગણનાર ): ગોમતેશ્વરને જુઓ ! શું એમને કોઈપણ વાસના અસર કરી શકે?’
બીજા એક કવિ કહે છે કે “ ગેમતેશ્વરનાં કૃપાકટાક્ષ જેના પર પડે છે તેના આશય શુદ્ધ થઈ જાય છે.”
(સં. ૧૯૮૪-માગશરના “કુમાર” માં લેખક-ડે. હરિપ્રસાદ વ. દેસાઈ)
૧૦૨–ભિખારી
મેરે હૃદયેકે રંગ મેં, સારે જહૈ કે અંગકો! ટૂ ને રંગાયા ઔર મેં ફિર દૃઢતા કિસરંગક!!૧ મેરે હૃદય કે સાજ સે,સારી ધરા સજ રહી!મેરે હૃદય કી બાંસુરી,સારે ગગન મેં બીજ રહી! !ર મેરે હૃદયકે પ્રેમસેતુને બનાયા હેમકે! ફિર ભી ભિખારી કી તરહ, દૃઢતા કિસ હેમકો!!3 હૈપ્રેમ-ગંગા બહ રહી, તેરે હૃદયેકે આસપાસ ફિર ભી સદા તૃષાર્તા તૂ-ક હી બતાદે પ્રેમદાસજ
(રચનાર શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com