________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
સખી:~~ક્રમ, ક્ષત્રિયકન્યા આથી કયા વિશેષ સૌભાગ્યની કામના કરી શકે ? મીરાં: હું એ સૌભાગ્યને નથી ઈચ્છતી.
સખીઃ—કેમ ?
મીરાંઃ—મહારાણા મને પરણીને સુખી નહિ થઇ શકે. હું મારૂં મન તા ગાવિંદજીને અર્પણ કરી ચૂકી છું, મહારાણા એકલા મારા શરીરને લઇને શું કરશે ?
સખી:“તમે એવું શું ખેાલેા છે? મહારાણા તેા તમારા ઉપર ધણેાજ અનુરાગ ધરાવે છે. દિવસ અને રાત એમના મુખમાંથી તે ‘મીરાં કહે' એજ શબ્દો નીકળ્યા કરે છે.
મીરાં:——એમને મારા ઉપર અનુરાગ નથી, પણ મેહ છે. મારા રૂપનેા, મારા કંઠને એમને માહ લાયેા છે. હા, એટલું ખરૂં કે, આ મેદને અ`તે અનુરાગ પ્રગટે; પણ
સખાઃ–પણ શું?
મીરાં:-~-મેહ હાય કે અનુરાગ હાય; પરંતુ મહારાણા સુખી નહિ થઇ શકે. મહારાણાને કાને આ વાત જવી જોઇએ કે, સારૂં મન મારૂં રહ્યું નથી. એ મનહું ગોવિંદજીને અણુ કરી ચૂકી છું. એક વાર મને જે એ ફરી મળ્યા હાત તેા સારૂં થાત, હું જાતે એમને આ વાત કહેત.
(૩)
એ સુયેાગ પ્રાપ્ત થયા. લગ્નનું મુહૂર્ત દૂર હતું. કુ ંભને મીરાંનાં દર્શનની તાલાવેલી લાગી રહી હતી. એ પે વેશે મેડતા આવ્યા. મીરાં એમને એળખી ગઇ. એણે દાસીને માકલીને કહાવ્યુ` કે, મીરાં તમને એકાંતમાં મળવા ઈચ્છે છે.
ગેાવિંદજીની આરતી ઉતરી રહી,ભજન પૂરૂ' થયું, બધાં વેરાઇ ગયાં. એક વૃક્ષ નીચે એકાંતમાં મીરાં રાણાને મળી. એની જોડે એની વિશ્વાસુ સખી હતી.
આજે મીરાં ન શરમાઈ. એના પ્રાણની તંત્રી કેાઇ ઉચ્ચ ગ્રામથી બંધાઇ ગઇ હતી. એણે કહ્યું કે ‘મહારાણા! આ દાસીનેા અપરાધ ક્ષમા કરશેા. કાઇ પણ ક્ષત્રિયકન્યાને ચિતાડની મહારાણી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તે! એને મન ઈંદ્રાણીનુ પદ પણ તુચ્છ છે; પરંતુ મને સ્વીકારીને આપ સુખી નહિ થઇ શકેા.'
રાણાઃ——મીરાં ! આવી નિષ્ઠુર વાણી કેમ ઉચ્ચારે છે ? તારા સહવાસમાં તે હું ચિતેને સ્વર્ગ બનાવી દેવાની કલ્પનાએ ઘડી રહ્યો છું, તું ચિતાની રાજરાણી થતાં ચિતાડને અમરાપુરી બનવાનાં હું સ્વપ્નાં જોઇ રહ્યો છું.
મીરાંઃ—આ દેખાતું મન મારૂં નથી રહ્યું, એ ગોવિંદજીને અર્પણ થઈ ચૂકેલું છે. હવે એને પાછું લાવવાને કાઇ ઉપાય નથી. મનવહેાણા એકલા દેહથી પતિસેવા નથી થઇ શકતી. હું અપરાધિની શ.
રાણાઃ—મીરાં ! મીરાં ! તું આ શું કહે છે? જે દિવસે તું ચિતેડના સિંહાસનને અલંકૃત કરીશ, તે દિવસ જગતના ઇતિહાસપટે સુવર્ણાક્ષરે લખાશે. તારા જેવું રૂપ આખા રજપૂતાના માં નથી, તારા જેવા ગુણુ આખા ભારતમાં નથી. તને રૂપ અને ગુણની મહારાણી બનાવીને વિધાતાએ ધરાતલમાં મેકલી છે.
મીરાંઃ––મહારાણા! આ તુચ્છ દેહનાં વખાણ શાં? હું તભાગિનીને વળી રાણીનાં પદ શાં ! ગાવિદજીની સેવાસિવાય કાઈ સ્થળે મારા પ્રાણ હરતા નથી.
રાણાઃ——મીરાં ! મને તારાં દનમાં સુખ છે, તારાં ભજન સાંભળવામાં સુખ છે, એથી વિશેષ મારે તારી પાસે કાંઈ જોતું નથી.
મહારાણા ચિતાડ ગયા, મીરાંની અદૃષ્ટ લિપિ વંચાવા માંડી.
(૪)
મીરાં ચિતાની રાજ–મહિષી બની. ચિતેડમાં જૂદી પરિસ્થિતિ હતી. રાજકુટુંબ એકલિ ંગજીનું અને ભવાનીનું ઉપાસક હતું. મીરાં વૈષ્ણુવ હતી,મીરાંને પથ રાજકુટુંબમાં રુચિકર ન થયા.
મીરાંના મનની પ્રફુલ્લતા ધીરે ધીરે ઓછી થવા લાગી; એના મુખકમળની શાલા ક્ષીણ થવા લાગી. સુખની આશાએ કુંભા રાણાએ આ લતાનું પોતાની વાટિકામાં રાપણુ કર્યું પરંતુ એ લતા
e
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com