________________
મહાભક્ત મીરાબાઈ મેડતાના રાઠોડ સરદારની કન્યા મીરાંને આખું રાજસ્થાન ઓળખતું હતું. એના રૂપની પ્રશંસા રજપૂતાનામાં ઘેરે ઘેર થતી હતી. મેવાડની રાજધાની ચિતેડમાં તો મીરાંનું રૂપ એક ચર્ચાસ્પદ વિષય થઈ પડયો હતો. સવાર-સાંજ, દિવસે અને રાત્રે ચિતોડની ગલીએ ગલીએ લેકે ગાતા હતા કેઃ
મીરાં કહે બિન પ્રેમકે, નાહિ મિલત નંદલાલા.
એ સમયમાં ચિતોડના ભાગ્યવિધાતા મહારાણું કુંભ હતા. કુંભ કુંવારા હતા. વીરરસ ઝળકાવવામાં અને કવિતા કરવામાં એ પિતાને સમય વ્યતીત કરતા હતા. એમના મનના અભિલાષ એવા હતા કે જેના હૃદયમાં પ્રીતિનાં ઝરણાં કરતાં હોય, જે પુuસમી પવિત્ર હય, સ્ફટકશી નિર્મળ હોય તેવી સુંદરાંગીને જ હું મારી રાજરાણું બનાવીશ. એક દિવસ એમણે કોઇને ગાતાં સાંભળ્યું કે:--
મીરા કહે બિન પ્રેમકે, નાહિ મિલત નંદલાલા.
વળી એમને વિશેષ બાતમી મળી કે, આ પ્રેમને મહિમા ગાનારી એક અકલંકિત મહાસ્વરૂપવતી કુમારિકા છે. એનો જોટો આખા રજપૂતાનામાં નથી. મીરાંને જેવા કુંભ ઉસુક થઈ ગયે.
મીરાને શી રીતે મળવું ? કયાં મેડતાનો નાનો રાઠોડ સરદાર અને ક્યાં મેવાડનો ધSી ! મેવાડ ને મહારાણો મેડતાના એક નાના સરદારને ત્યાં જાય, તે પણ એક કુમારિકાને જેવા–માત્ર ' એનું ભજન સાંભળવા; એ તો મેવાડની પ્રતિષ્ઠા નમાવવા જેવું પગલું ! લોકો શું કહેશે ? આવા આવા વિચારે કુંભને પોતાની બલવતી ઈરછાને રોકી રાખવી પડી હતી; પણ એનું મન ક્યાં માને એવું હતું ? ઠેર ઠેર “મીરાં કહે “મીરાં કહેનો ધ્વનિ એના ચિત્તને ઉદ્વિગ્ન કરી મૂકતો. હતો. મીરાંની વાત તો એને પ્રાણની ભીતરમાં પેસી ચૂકી હતી. એ મીરાંને જોયાવિના હવે કેમ સહ્યું જાય? પ્રતિષ્ઠા અને લોકવાયકાના ભયના પડદાને મહારાણાએ ચીરી નાખ્યો. છુપે વેશે એ મેડતા ગ, મીરાંનું ભજન સાંભળ્યું, મીરાંને પિતાની વિંટી અપી, વિરીની સાથે મીરાંને પિતાનું હૃદય પણ સમર્પી દીધું. હૃદયવિહેણે દેહ લઈને જ એ ચિતોડ પાછો ફર્યો.
પ્રભાતમાં પક્ષી ગાતાં હોય ત્યારે મહારાણાને મન મીરાં ભજન કરી રહી હોય; સરેવરમાં પદ્મો ખીલી ઉઠતાં હોય ત્યારે મહારાણાને મન મીરાં હસી રહી હોય પવનથી વૃક્ષની લતાઓ હાલતી હોય ત્યારે મહારાણા માને કે મીરાં મને હાથના ઇસારે બોલાવી રહી છે.
મહારાણા હવે સિંહાસન ઉપર નથી બેસતા, દરબારમાં પણ નથી જતા. જ્યાં જ્યાં “મીરાં કહે” નો વનિ સંભળાય, ત્યાં ત્યાં એમના કાન કરવા લાગ્યા; મનની વાત હવે ગુપ્ત ન રહી શકી. મંત્રી અને રાજમાતા મહારાણાનું મન પરખી ગયાં.
રાજમાતાએ મીરાને ચિતોડના રાણની અધિષ્ઠાત્રી બનાવવાને માગાં મોકલ્યાં.
મેડતાને રાઠોડ સરદાર પિતાની જાતને ધન્ય ધન્ય માનવા લાગ્યો. ગોવિંદજીના મંદિરમાં મોટો ઉત્સવ કરાવ્યું. લગ્નનું મુહૂર્ત નકકી કરીને ચિતોડ કહાવી કહ્યું.
પરંતુ જેનું લગ્ન થવાનું હતું અને આનંદ નહોતે, આ સમાચારથી એને પ્રફુલતા નહોતી.
મીરાં પિલી વિંટીને ભેદ સમજી ગઈ. એ યુવક કોણ હતા, તે એ ઓળખી ગઈ. એની સખીઓ પણ જાણી ગઈ. મીરાં તો એ વિંટી પાછી મોકલવાનો પ્રયત્ન કરતી હતી.
સંધ્યાકાળે મીરાં ગોવિંદજીના મંદિરમાં બેઠી. એનાં લગ્ન થવાનાં હતાં એટલે સાહેલીઓ હસી હસીને એની ઠેકડી કરતી હતી. એકે કહ્યું:- “હું તે તે વખતે જ જાણી ગઈ હતી.”
મીરાં –શું ? સખી–તે દિવસે પેલા યુવકને જોઈને તમે કેવાં શરમાઈ ગયાં હતાં?
મીરાં કોણ જાણે કેમ મને તે વખતે શરમ આવી ગઈ; પરંતુ હું સત્ય કહું છું સખી! ચિતેડની મહારાણું થવામાં નથી મને આનંદ કે નથી મેહ. મને તો પરણવું જ ગમતું નથી, તો પછી મહારાણી પદની શી વાત!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com