________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો દશામાં ૫ડયું રહેશે? ભારતવર્ષમાં ઘેરઘેર તમારી પૂજ કેડીના ઈવાને બદલે મણિમય દીપકથી કયારે થશે ? તમારી આપેલી વિભૂતિઓ કે જેને તે પિતાની દુર્બળતા અને મૂર્ખતાથી ગુમાવી બે છે, તે પુનઃ જ્યારે પ્રાપ્ત કરી શકશે ?
તેની આ શોચનીય દરિદ્રતા શું ચિરકાળ સુધી ચાલ્યા કરશે ? તેની આ પરાધીનતા શું દીર્ધકાળપર્યત ટકી રહેશે ? તેના ભાગ્યમાં જો એવું જ લખાયું હોય, તો તો હે ભાગ્યવિધાત્રિ ! હે સાગરિકે ! તેનો એક સપાટે નિકાલ કરી દેવા માટે શું તમારો હિંદી મહાસાગર પૂરતું નથી ? આમ રીબાઈ રીબાઈને મરવા કરતાં તે મા ! ભારતવર્ષ હિંદી મહાસાગરમાં ડૂબી મરે એજ લાખો દરજજે સારું છે !
પરંતુ ના, માતા ! અમે સેંકડો અને હજારે અપરાધ કરીએ, તો પણ તમારે અમને ક્ષમા કરવી ઘટે. કેમકે તમે માતા છે અને અમે પુત્ર છીએ. માતા પિતાનાં સંતાનોને વિનાશ થતો. નજ જોઈ શકે. અમે નથી ઇચ્છતા કે, અમે કંઈપણ કરીએ નહિ અને તમે અમારે માટે સર્વે કાંઈ કરી આપીને અમારાં માટીનાં ઘર સેનાનાં બનાવી દે.
ઓ કમલા મૈયા! અમે ઈચ્છીએ છીએ તે એજ કે, તમે વહુદયનાં થઈને એક વાર-માત્ર એકજ વાર–અમારી દરિદ્ર ઝુંપડીએમાં પધારે અને આપના બુલંદ અવાજે અમારા ચિરકાલબધિર કાનોમાં એવા મંત્રની ઘોષણા કરો કે જેથી અમે અનંતકાળ સુધી જાગ્રત રહીએ; અને એ માતા ! અમારાં અંધ ચક્ષઓમાં એવી અંજનશલાકા ફેરવો કે જેથી અમે આ બેભાન અવસ્થામાં અમારા કેટલાક દીપકોના આછો પ્રકાશમાં પણ તમારાં દર્શન કરી શકીએ-તમારા સાચા સ્વરૂપને ઓળખી શકીએ અને તમારી યોગ્ય ઉપાસના કરવા સમર્થ થઈએ.
માતા ! તમે એમ ન ધારશો કે, અમે તમારી ઉપાસના કરવા નથી ઇચ્છતા. આજે અમારી દરિદ્રાવસ્થામાં પણ અમે જે દીપક પ્રગટાવીએ છીએ, તે માત્ર કોડીનાજ નહિ પણ અમારાં હૃદયપાત્રના બનેલા છે અને જે ઘી-તેલ બળે છે, તેને અમારા હૃદયનું ઉકળતું લોહી જાણજે. ઓ મા ! આથી તમે અનુમાન કરી શકશે કે, અમે તમારી ઉપાસના કરવાને કેટલા આતુર છીએ; પણ અમે માર્ગ ભૂલેલા છીએ. એ વિશ્વરૂપિણિ ! તમે અમને માર્ગ દર્શાવો એજ અમારી એકમાત્ર યાચના છે.
હિંદુપંચના ૧૯૮૩ના દીપાવલી અંકમાંના પહેલા લેખ ઉપરથી અનૂદિત).
૩–ચેતજે !
મકાનનું આયુષ્ય તેના ૬૮ પાયા ઉપર છે, એ સામાન્ય સમજણ છે; છતાં છેલે મજલેથી નીચે ચણતાં ચણતા આખરે પાયે મજબૂત કરવાનું વૈચિય કેવળ કલ્પનામાં જ છે, એમ કે ન ધારે; એ પણ એક વાસ્તવિકતા છે, અને તે કેળવણીની દુનિયામાં !
આજે આપણું લક્ષ્ય હવેલીના છેલ્લા મજલાની સુંદરતા વધારવા તરફ છે અને તેથીજ આપણી કૅલેજે ભવ્ય છતાં ભયંકર જ્ઞાનવાળા વિદ્રાનોથી ભરેલી છે. મહાલ જેવાં એનાં શિક્ષસ્થાને છે, જયારે એનો પાયો લૂણાવાળી જમીનમાં છે; એનું ચણતર ગારાનું છે; એના ચણનારાઓ કંગાલ, અજ્ઞાન અને નિષ્ણાણ જેવા છે.
દુનિયાનો સીધો અને સાદો નિયમ કઈ રીતે કેળવણીના ક્ષેત્રમાં ક્યારે પ્રવર્તે છે જ્યાં સુધી આ પાયો નબળો છે, ત્યાં સુધી ઉપલા મજલા ડોલતા છે, ત્યાસુધી ઉપલી શોભા જોખમભરેલી છે અને ત્યાં સુધી ઉપલે દમામ પિત્તળપાનના જે છે.
આપણે આજે સૌ એક જ કામ કરીએ અને તે આજની કેળવણીની ઈમારત તોડી પાડવાનું અને નવેસરથી ઉંડા અને કાળમીંઢ પથ્થર ભરેલા પાયાથી તેને ચણવાનું. એમ નહિ કરીએ તો. કુદરત પ્રલય આણીને કે આગ કરીને આપણી સ્કૂલ ઈમારતો તોડી પાડે છે, તેમ કુદરતને આપણા ઉપર કાપ થશે અને આપણે તેનું અચાનક ફળ ભોગવવું પડશે.
ચેતીએ !!
(દક્ષિણામૂર્તિ ત્રિમાસિકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com