________________
પધારો મૈયા કમલા ! ૨–પધારો મૈયા કમલા!
પધારો માતા ! પધારે; પરંતુ મા ! અમે તમને શે મુખે બોલાવીએ ? શી બહાદુરી ઉપર તમને બોલાવીએ ? શા વડે તમારું સ્વાગત કરીએ ? તમે નરપુંગવો ઉપરજ દયા કરો છે: પુરાણ પુરુષના હૃદયકમળમાં તમારો વાસ છે; વિશ્વરૂપ વિષ્ણુનાં તમે પ્રિયતમા છે; તમે અમ દરિદ્ર ભારતવાસીઓની ઝુંપડીઓમાં કયાંથી પધારો? અમે એવું તે શું પુણ્ય કર્યું છે કે અમે તમને અમારે ત્યાં લાવી શકીએ ? તમારા કૃપાકટાક્ષને લાયક થવા જેટલો પુરુષાર્થ અમારી પાસે કયાં છે ? તેથી જ કહીએ છીએ કે, મા! આપનું આવાહન કરતાં અમારી આ સંકોચાય છે, અમારાં ‘દુકૃત્યોનું સ્મરણ કરતાં હૃદય ધ્રુજી ઉઠે છે–આપને બોલાવવાની પણ હિંમત થતી -
યોગ્ય જ છે, માતા ! તમે અમારે ત્યાં શા સારૂ આવો? જે દેશના લોકો તમારું અપમાન કરે છે, તમારી વિભૂતિઓન-ધનવૈભવન-અનેક રીતે દુરૂપયોગ કરે છે, તેઓ તમારી કપ શી રીતે મેળવી શકે ? જે દેશના લોકો સાક્ષાત લક્ષ્મી જેવી પોતાની માતાઓ અને બહેનો તરફ કુદષ્ટિ કરે છે અને પોતાની આંખો સામે તેમને નિરાધાર, દુ:ખી અને પતિત દશામાં જુએ છે-જેવા છતાંયે જડતાભર્યું મૌન સેવે છે અને પોતાના એ મૌનને જ હિમાચળ જેવી ગંભીરતા માનીને લીને ફાળકા થઈ ફરે છે. તે દેશના લોકો ઉપર તમે આપની કૃપાદૃષ્ટિ શી રીતે ફેંકી શકે ? તેથીજ કહીએ છીએ કે, ઓ મા ! ઓ ચૈતન્યસ્વરૂપિણિ! આજ તમને બોલાવતાં પણ શરમના શેરડા પડે છે, કંઠ રૂંધાઈ જાય છે !
જે દેશના લેકે તમારી વિભૂતિસ્વરૂપિણી, પૃથ્વી ઉપર રવર્ગ સમી કામદુધા ગાય માતાના કલ્યાણનો વિચાર કરવાનું તો દૂર રહ્યું, પણ તેમને સ્વહસ્તે કસાઇઓને ત્યાં વેચતાં પણ શરમાતા નથી, ત્યાં તમે આવીને પણ શું કરશે ? જે દેશના રાજાઓના રાજમહેલોથી તે સામાન્ય પ્રજાજનનાં ઝુંપડાં સુધીમાં એક દિવસ દૂધ-દહીંની નદીઓ વહેતી હતી, તેજ દેશના લોકોએ પિતાનાં ઘોરાતિઘોર પાપાચરણોથી પોતાની એવી શોચનીય દુર્દશા કરી મૂકી છે, કે તેમને ચખાં ઘી-દૂધ મળવાની તે વાત દૂર રહી, પણ પરદેશથી આવતાં ‘ક-ડેડ મિક’ (ઘટ્ટ કરેલું દૂધ) અને વનસ્પતિનું ઘી ખાઈને જીવન નિભાવવું પડે છે. તેથી જ કહીએ છીએ કે, મા ! તમને શે મુખે બોલાવીએ ? તમે કદાચ આવશો, તોપણ હે કમલા મૈયા ! અમે તમારાં ચરણકમળામાં અર્થપાઘ દેવાને લેટી ભરીને ગાયનું દૂધ પણ ક્યાંથી લાવીશું?
માતા કમલા ! અમે તમારૂ ખૂબ અપમાન કર્યું છે, થેરાતિર પાપ કર્યા છે અને તે અનેક વાર કર્યા છે—હજુ પણ કરી રહ્યા છીએ. હે વસુંધરે ! હે લમીસ્વરૂપિણિ ! અમે તમારું સ્તનપાન કરીને, તમારી ગેદમાં ઉછરીને, તમારાજ પવિત્ર કલેવરને કેટલીયે વાર અમારા ભાઈઓના લેહીથી ખરડયું છે, તેનો કંઈ પારજ નથી ! વળી એટલું જ નહિ પણ વિધમ–વિદેશીઓને બોલાવીને પણ તમારું અને તમારાં સંતાનનું–અમારા પિતાના ભાઈએાનું અપમાન કરાવ્યું છે ! તે પછી એ કમલવનવાસિનિ ! તમે આ પતિત ભારતભૂમિ ઉપર શી રીતે રહી શકે ? તેથીજ કહીએ છીએ કે, મા ! વિશ્વરમે ! તમને બોલાવતાં પણ હૃદયદ્વાર બંધ થઇ જાય છે. એ જગજજનનિ ! અમારાં પાપને અને અમારી કલંક-કથાઓને ક્યાંસુધી સંભળાવીએ-કયાંસુધી ગણાવીએ ? હે સર્વાન્તર્યામિનિ ! તમે અમારી ક્ષણેક્ષણની કરી જાણે છે, તમારાથી અમારૂં કયું પાપ અજાણ્યું છે ? તમે સર્વ કાંઈ જાણે છે, પણ અમારા પૂર્વક પાપ માટે અમારે આ નરક યાતના, પરાધીનતાની આ યમ-વેદનાઓ કયાંસુધી સહેવી પડશે ? આ રીતે કયાંસુધી અમ ભારતવાસીઓની-હિંદુઓની-નાલાયક સંતાનોમાં ગણના થયા કરશે ? અમે અમારા પગે ઉપર કયારે ઉભા રહીશું ? અમારાં પાપો અને તેના પરિણામેનું યારે મૃત્યુ થશે ?
એ જગદંબા ! દિવાળીના દિવસોમાં અમે તમારી પૂજાના માત્ર થોડાક દીવાએજ કયાંસુધી સળગાવ્યા કરીશું ? આ દીવાઓથી તો મા ! તમારા સ્વાગતની અમારી ઇચ્છા પણ પૂર્ણ થતી નથી. એ તો તમારા સ્વાગતનું માત્ર બાહ્યચિજ છે. માત્ર પ્રથા પ્રમાણે જ અમે તે ચાલીએ છીએ. હે જગદ્ધાત્રિ ! તમારું ચિરકાળના ક્રીડાભુવનસમું આ ભારતવર્ષ માંસુધી આવી મૃત:પ્રાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com