________________
(૧૭૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
તરતજ દંડ કરવામાં આવે છે. મુંબઈની ટ્રામગાડીઓની સરખામણી કરું ? મુસાફરો પ્રત્યે–પછીથી તે સ્ત્રી હોય કે પુરૂ-કંડકટરની તેછડાઈ, અવિનયને તો પાર નહિ. બાલબચ્ચાં ઉતરતાં-ચઢતાં હોય તેની દરકાર રાખ્યા સિવાય ટ્રામ ચલાવવાને ઘંટી મારી દે! ઉતારૂઓને મદદ આપી રહેવાનું તો આપણું કંડકટર મહાશો શીખ્યાજ નથી! ઉતારૂઓ ચઢતા હોય કે ઉતરતા હોય તોપણ તે બાજીથી મેટર કે વિકટોરિયા તો ઉતારૂઓનાં અંગ ઉપર ધસીજ આવવાની !
પણ આ સરખામણું કરવાથી શું ફાયદા છે? આપણાં ખાતાંઓ જેકે લોકોને પૈસેટકે: તમને સુખસગવડ આપી રહેવાને ચલાવવામાં આવે છે, પણ તેમાં પ્રજાને અવાજ નથી અને તે જ્યાં સુધી નથી ત્યાં લગી તે સ્થિતિ આવીજ રહેવાની.
(તા. ૩-૧૨-૨૫ ના કર્મભૂમિમાં લેખિકા-સૌ૦ બહેન ભાનુમતી દલપતરામ ત્રિવેદી )
૭૯-ગાંડિવ
કોઇ સંધ્યાએ આપણે સમુદ્રને કાંઠે ઉભીએ. અનંત લાગતા આસમાની બેામમાં નજર રવીએ ન ઠેરવીએ ત્યાં સમુદ્રને સામે પાર સૂર્યદેવ પાતાળમાં ઉતરી જાય છે અને આખું આકાશ સૂર્યાસ્તની સુવર્ણકાન્તિથી રંગાઈ જાય છે. સાથોસાથ સમુદ્રના શાંત નીર ઉપર આકાશની અદભુત સુંદર તસ્વીર છપાય છે. એ જોતા અને મંદમંદ મધુર નાદે ગાન કરતી ચાલી આવતી શીતળ વાયુલહરિએનો આનંદ માણતા, આપણે કોઈ અગમ્ય, અનિર્વચનીય, અજબ આનંદમાં ડૂબી જઈએ છીએ. તે ઘડીએ મનમાં કલ્પનાયે આવી શકે છે, એ મીઠી પવન-લહરિઓ પ્રલયકારી ઝંઝાવાતનું દ્ર રૂપ ધરી, પલકમાં તો સમુદ્રને વિનાશના દૈત્ય જે ભીષણ બનાવી મૂકશે ? એમ બને ત્યારે માનવી મુંગી પ્રાર્થના ઉચ્ચારે કે નેતિ ! નેતિ !'
એ વાત ચુકી જઈ માનવીએ એક દિવસ સરજનહારનો સમાવડીઆ હાવાનો ગર્વ જાહેર કર્યો. તેણે “રટાનીક” નામની એક જબરી આગબોટ બનાવી અને એને લગીરે ઈજા કરવાની કોઈની તાકાત નથી એવા અહંકારથી સમુદ્રમાં તેને તરતી મૂકી. “ટીટાનીકીની મજબૂતી ઉપર મદાર - બાંધીને તેણે સાથે પ્રાણસંરક્ષક કીસ્તીઓ પણ ન લીધી. પાર્ટસ્માઉથ બંદરેથી નીકળી આટલાંટિકનાં પાણી કાપતી, ટીટાનીક અમેરિકા ચાલી. એકાએક આટલાંટીકના ઉદરમાંથી પ્રચંડ મોજા ઉછળવા માંડયાં. પાણી નીચે તરતા બરફના ડુંગરેએ હે ફાડયું. કુદરતના એ તરતા રાક્ષસોએ ટીટાનીકના ચૂરેચૂરા કરી નાખ્યા. તેનાં માણસે કાંપતા, ધ્રુજતાં, મરણમાંથી ઉગરવા તરફડીયાં મારવા લાગ્યાં. એ તરફડાટમાંથી સ્તુતિ ઉઠી નેતિ ! નેતિ !' - જે શક્તિ માણસના હાંમાંથી “ નેતિ ! નેતિ ! ' બોલાવે છે, તેજ શક્તિ રાષ્ટ્રોનાં અને પ્રજાનાં ભાવિની દોરી પોતાના હાથમાં રાખી રહી છે. તેણે પ્રાચીન ગ્રીસ અને રોમની કબર રચી. તેણે મીસર અને બાબીલોનનાં મહારાજનાં દફન કર્યો. તેણે રશિયાની ઝારશાહી અને યૂરોપની પિપશાહીનો વિનાશ કર્યો. તેજ શક્તિ આજે મીસરને ન અવતાર આપી રહી છે. તેજ શક્તિ આજે ભારતનું અને ચીનનું નવસર્જન કરી રહી છે.
એ ભારતવર્ષ ! જેણે તારે આંગણે અફઘાનનાં ધાડાં અને મેગલનાં જૂથ ઉતારેલાં, જેણે તારી છાતીને યૂરોપીયનની એડી નીચે છુંદાવી, જેણે તારી જીવનકથામાં અનેક વિજયે અને અનેક પરાજ નૈધાવ્યા, તેજ સરજનહાર તને આજસુધી જીવાડી રહ્યો છે અને એજ પરમશક્તિ આજે તને સ્વાધીન બનવા પ્રેરે છે–તેજ મહાવિધાયક તને સ્વતંત્રતાનું યુદ્ધ લડવા આદેશ મોકલે છે. એનું એવું શાસન છે કે
ભારત ! તારું યુદ્ધધનુષ્ય ગાંડિવ સુદ પકડી રાખજે અને વિજય ટંકાર કરજે. ગાંડિવને શિથિલ થવા દઈશ નહિ કે તું નિરાશ થઇશ નહિ. ગુજરા-સ્વાધીનતાનું યુદ્ધ લડે અને વિજય વરે એ મારી આજ્ઞા છે.'
એક મદ્રાસી કવિ (તા. ર૯-૮-૧૯૨૫ના “સૌરાષ્ટ્રનું મુખપૃષ્ઠ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com