________________
સુલેહરક્ષક પોલીસમેને અને સ્વયંસેવકો કેવા જોઈએ! ૧૭૩ લીધું કે, પેલા ભાઈ બહાર ગયેલા છે. અમે તે સિપાઈને પેલા ભાઈનું શિરનામું આપ્યું. તેણે એક ભાડાની મેટર બોલાવી. મેટરના હાંકનારને અમારે જવાના સ્થળની ખબર કરી. અમારો, સામાન મોટરમાં ગોઠવી આપવામાં પણ તેણે મદદ કરી. તેની આટલી સુજનતા જોઈ તેને કંઈક બક્ષીસ આપી દેવાની અમારી ઇચ્છા થઈ. અમે “બક્ષિસ ” તેની સામે ધરી. તેના મહેાં ઉપર આછું આછું હાસ્ય ફરકયું. તેણે કંઇએ લેવાની ના પાડી. અમારી મોટર ચાલી અને તે નમ્રતાથી અમને સલામ કરી. મને આપણા મુંબઈના પોલીસ સિપાઈએ યાદ આવ્યા. બને વચ્ચે કેટલું અંતર !
જર્મનીની પિોલીસવિષે તો મેં હેમ્બર્ગમાં ઘણું સાંભળેલું. કોઈ ગંદકી કરે અથવા સ્વચ્છતાના નિયમોનું અતિક્રમણ કરે, તે દંડ કરવા સુધીને અખત્યાર પેલીસને આપવામાં આવેલ છે. દંડસંબંધમાં કદાચ વાંધા પડે તે તેના પર અપીલ થઈ શકે છે અને એ વાત, સાચી છે; પરંતુ પોલીસને પોતાની આવી સત્તાનો ઉપયોગ ભાગ્યેજ કરવો પડે છે. યૂરોપના. લેકે સ્વચ્છતાના નિયમોનું પરિપાલન અતિશય દૃઢતાથી અને સહૃદયથી કરે છે; એટલે મ્યુનીસીપાલીટીનો બોજો પણ ઘણો જ ઓછો થઈ રહે છે. શરીરના આરોગ્ય સંબંધમાં તે અહીંનું એક છોકયે અજ્ઞાત નથી: આપણો દેશ અનેક રોગોથી પીડાઈ રહ્યો છે, તેનું કારણ આરોગ્યતાના પ્રાથમિક નિયમેનું આપણું ઘોર અજ્ઞાન ! અહીંની ગલી ગુચીએ, ઘર, વાડાઓ વગેરે સઘળ સ્વરછતાના આદર્શરૂપ છે; અને તેની જોડે આપણા મુંબઈના માળાઓ, ચાલો અને ગલગુચીએ સરખાવીએ તો ?
આ સ્થળે હું અમદાવાદમાં જે ઘરમાં ઉછરેલી તે ઘર અને પિળ યાદ આવી રહે છે.. પાયખાનાંઓના ખૂણા મળમૂત્રથી ભરાઈ ગયેલા અને પાણી જવાના રસ્તાઓ તો છંદાજ ગયેલા હોય ! જયાં ત્યાં પાણીના રેલાઓ અને ગંદા પાણીથી ભરેલાં ખાબોચીયાઓ નજરે પડે ! પિળનું પાણી એકઠું કરવા સારૂ મ્યુનીસીપાલીટી તરફથી કંડાંઓ રાખવામાં આવે છે, તે પણ ભરાઈ ગયેલાં. તેને ખાલી કરવા સારૂ ભંગી આવે; પરંતુ તે બિચારો કેટલું પાણી ઉલેચે ? ભંગીની એ ગંદુ પાણી ભરવાની ગાડી બે ચાર ઠેકાણેથી તે જરૂરી કાણી હાય ! આવાં અનેક જાતનાં ગંદકીનાં સ્થાનોથી અમદાવાદ શહેર ભરેલું છે. અમદાવાદમાં રોગનો ઉપદ્રવ સવિશેષ પ્રમાણમાં રહે છે તેનું પણ આજ કારણ છે; અને વ્યાધિગ્રસ્ત લોકોમાં આનંદ, ચેતન અને ઉત્સાહ દષ્ટિએ ન પડે તેમાં નવાઈ શી?
અહીંની-જર્મનીની સ્ત્રીઓ પણ સ્વચ્છતા જાળવવામાં તે અતિકુશળ છે. તેમના ઘરમાં કચરાનું કે ગંદકીનું નામનિશાન મળે નહિ. ખાદ્ય ખેરાકીની દુકાનોમાં પણ સ્થળે સ્થળે સ્વછતા મૂર્તિમંત દેખાય! હું એક વાત કહી લઉં કે, તેમને સ્વચ્છતા જાળવવામાં દિવસે દિવસે થતી વૈજ્ઞાનિક શોધ તેમજ બીજા અનેક સાધનો મદદગાર છે; છતાંય આપણી અસ્વચ્છતાનો તો આથી કશાય બચાવ થઈ શકતું નથી. મુંબઈની મિઠાઈવાળાઓની કે દૂધ વેચનાર ભયાની દુકાન અંદર જઈને જોઈ છે? તેની અંદર સ્થળે સ્થળે રોગપાદક જંતુઓના આવાસ જોઈ શકાશે. ત્યાંની મ્યુનીસીપાલીટી “પરવાને” આપતી વખતે ઘણીયે “ કાળજી” દાખવે છે, પરંતુ પછી...પછીનું પરિણામ તે આપણી દૃષ્ટિ સમક્ષજ છે ને ! અહીંનાં ઘરમાં પણ ઠેકાણે ઠેકાણે કચરો નાખવાની પ્રથા નથી, પરંતુ ઘરનો કચરો એકજ ઠેકાણે એકઠા કરી રાખી મૂકવામાં આવે. સવારે મ્યુનીસીપલ કચરા ગાડી આવવાના સમયે સૌ એ કચરાનાં ઠામ બારણાની બહાર મૂકી દે. કચરાની ગાડીવાળો એ સઘળાં ઠામ ગાડીમાં ઠાલવી દે.
ટ્રામગાડીઓમાં પણ અહીં બહુજ વિનય અને સંભાળ રાખવામાં આવે છે. ચઢતા-ઉતરતા માણસોની સંભાળ અતિશય પ્રમાણમાં કંડકટર રાખે. કોઈ બાઈ બે–ચાર છોકરાંઓને લઈને ઉતરવાની હોય તો કંડકટર પ્રથમ નીચે ઉતરી જાય અને પેલાં બચ્ચાંઓને તે નીચે ઉતારી આપે. તેવી જ રીતે કોઈ વૃદ્ધને નીચે ઉતરવું ચઢવું હોય તો કંડકટર મદદ આપવાને બંધાયેલોજ હોય છે. ગ્રામ ઉભી રહેવાના સ્થળે પાસે જે મુસાફર ઉતરતાં કે ચઢતાં હોય તે તે બાજુથી આવતી દરેક મેટર અને ગાડીએ આપેઆપ ઉભી થઈ રહે. આ કાનુનને ભંગ કરનારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com