________________
૧૪૮
શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો
જેના પર અસર થઇ છે તેવાઓના; બીજો વર્ગ પ્રાકૃત ભાષામાંથી બહાર આવતી ગુજરાતી. ભાષામાં જેનાં કાવ્યા થયાં છે તેને; ત્રીજો વશુદ્ધ ગુજરાતીને! અને ચેાથેા આજના ગુજરાતીને. આપણી ભાષા સંસ્કૃતમાંથી પ્રાકૃતમાં થઇને પછી ગુજરાતી થઇ. આપણે બાળકા પાસે ગુજરાતી કાવ્યા મૂકવાં છે અને બાળકામાટે તે મૂકવાનાં છે; એટલે તેા ગુજરાતી કાવ્યવિકાસમાં જે પ્રાથમિક કાવ્યેા હાય, તે મૂકવાં જોઇએ. આ પ્રાથમિક કાવ્યેા કયાં અનેતેના કવિએ કયા, તે જોવુ પડે. મોટેભાગે જે બધા ભક્તકવિએ થઇ ગયા છે, તેએ મિશ્રભાષાના અગર તેા છાયાગુજરાતી ભાષાના કવિઓ છે. તેઓનાં કાવ્યા ગુજરાતી કાવ્યસરિતાના વિકાસની બહાર લાગે છે. પ્રેમાનંદ આદિ કવિએ ગુજરાતી ભાષાના કવિએ છે; પરંતુ તેમનાં કાવ્યે ઉપર સંસ્કૃત ભાષા અને વસ્તુ તેને પ્રભાવ છે. તેઓ એક રીતે ગુજરાતી ભાષાના કાવ્યપ્રવાહના મૂળમાં છે તે! ખીજી રીતે તેઓ શુદ્ધ પ્રવાહની પેલી તરફના છે-અર્થાત્ જેમ કાઇ સપાટ પ્રદેશપરથી વહેતા જળપ્રવાહ ડુંગરપર થઇ નીચે આવે તેપણ તેની શરૂઆત તેા ડુંગરથી થતા પ્રવાહથી થઈ ગણાય છે ને સપાટ સ્થળ ઉપરના પ્રવાહથી નહિ; તેમ આ કવિએનાં કાવ્યવિષે કહી શકાય. છતાં આ કવિ સંસ્કૃત પ્રભાતે અને વસ્તુને ગુજરાતીમાં મૂકતાં છતાં કાવ્યનું શરીર તે નવુંજ ઘડતા હતા. તેઓ નવી ભાષામાં કાવ્ય રચતા હતા, તેથી તેમણે સંસ્કૃત કે વિકસેલી ભાષાનાં નૃત્તો ન લીધાં. તેઓએ લાકહ્રદય-લેાકમાનસને અનુકૂળ, સ્વાભાવિક અને સહેલાથી સ્પર્શી શકે એવા મારુ, વેરાડી વગેરે રાગી લીધા; અને ઢાળની દૃષ્ટિએ આ કવિએ ગુજરાતી સાહિત્યની કવિતાનદીમાં મૂળ આગળ છે, એમ કહેવાય. ત્યારપછીના જે કવિએ થયા તેઓએ ગુજરાતનું માનસ, ગુજરાતની જનકથાઓ, ગુજરાતના વહેમ, શક્તિ-અશક્તિ અને મહેચ્છાએ પેાતાની કવિતામાં દર્શાવ્યાં. શામળ વગેરે ને છેવટે દલપતરામને આ વર્ગમાં મૂકાય. તેમની કવિતાના ઢાળે! સંસ્કૃત ઢાળેાથી જૂદા છે.
હવે કવિતાના શરીરની દૃષ્ટિએ આપણે આ કવિતાઓને વિચાર કરીએ. કવિતાપરિચયમાં કવિતાનું શરીર એ પહેલી વાત છે. તે શરીરમાં ઉઠતા ભાવા અને મૂકવાનું વસ્તુ જરા ગૌણ છે. કાવ્યવિકાસની શરૂઆતમાં ગુજરાતી કાવ્યે જે ઢાળેા લીધા, તે પ્રાથમિક ઢાળા, રાગા કે છંદો ગણાય. તે સરળ છે, સાદા છે, અટપટા અન્વય તેમાં આવતા નથી. લાકગીતે! જેમ લેાકભાગ્ય અને લેકિગત છે, તેમજ આ કવિએ શિષ્ટ કરતાં લેાકનાજ ગણાય છે તે તેમનાં ઘણાં કાવ્યો તે લેાકગત થતાં લેાકગીતપણાને પણ પામેલાં છે. આવા પ્રાથમિક ઢાળેા ખાળકોને ગમે છે. ૧૦ નવલરામે ગરબાની ચેાડી રચી તેમાં આ તત્ત્વ સ્પષ્ટ છે. સાધારણ લેાકા-પ્રાથમિક માનસવાળાઆ આ જૂના ઢાળેા હજી ગાયા કરે છે. તેમના કવિએ, લેખકા જૂના ઢાળામાં કથાવાર્તા લખે છે; માટે આળકા પાસે કાવ્યના પ્રથમ પરિચયમાં આવા ઢાળેાની કવિતાએ મૂકવી.
જૂના કવિએએ કે દલપતરામભાઈસુધીના મધ્યકાલના કવિએએ-કાઇએ. બાળકામાટે કાવ્યા નથી રચ્યાં. તેમનાં કાવ્યો તે તે યુગની ભાવનાપ્રધાન કાવ્યા છે. બાળક માટેનાં ગીત યુગ હમણાં છે, તેથી જૂના રાગેામાં નવાં ગીતે ત્રિભુવન જેવા કવિએ સફળપણે આપે છે. ભક્તકવિ ભક્તિ ગાય છે, રસિક કવિ રસ ગાળે, શિક્ષક કવિ કે બાળકપ્રિય કવિ બાળકે તે માટે કાવ્યેા આપશે.
હમણાં આપણે જૂના ઢાળાવાળાં ખાલમનેાચિત કાવ્યેા તારવી કાઢીએ ને તેને ખાળકો પાસે મૂકીએ, ગાઇ બતાવીને તેમજ લખીને તેમને આપીએ. તેમ કરતાં તેમાં રહેલા ક્રમ પણ આપણને જડશે ને સાથે સાથેજ આપણે નવી વસ્તુ ભરી જૂના ઢાળાને સજીવન કરતા જઈએ. ભાઇ ત્રિભુવન જૂના ઢાળે ખાળકામાટે વાપરવા વધારે લલચાય તેા સારૂં થાય. જુગતરામ શખરી આખ્યાન વગેરે લખે છે ત્યાં આવીજ રીતે નવું ખાલકાવ્યસાહિત્ય રચે છે.
કવિતાઓની પસંદગીનું એક ધેારણ આપણે જોયું કે, તેના ઢાળેા વગેરે શરીર, ગુર્જર કાવ્યવિકાસને ક્રમે આપણે મૂકવું. બીજી વાત એ છે કે, તેનું વસ્તુ તપાસવું. આપણે શામળ વગેરેમાંથી ખાળાને અનુકૂળ વસ્તુવાળાં ઘણાં કાવ્યો શોધી શકીએ. તેઓ વસ્તુમાં પણ વિકાસ કરતાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com