________________
કવિતાશિક્ષણ
૧૪૭
આવ્યું હોય તે ક્રમે બાળક પાસે કાવ્યો મૂકતા જઈ શકીશું. આમ કરીશું એટલે મોટેભાગે બાલકાવ્યનાં કમિક લક્ષણોવાળી કવિતાઓ આપણા હાથમાં સહેજે પડશે.
લોકગીતમાંનાં બાલ-લોકગીતો કયાં કયાં છે, તે આગળ કહ્યું તેમ અનુભવથી નક્કી કરવું. તે અનુભવ કરનારને કેવાં લોકગીતો મૂકવાં ને કેવાં ઉપર પ્રયોગ કરે, તે જાણવું પડશે.
ગેયતાને કારણે મોટેભાગે ગમે તે લોકગીત રસિક થશે; પણ બાળકો આગળ બીજાં કારણો સાથે હોવાથી કયું ગીત વારંવાર પ્રિય થઈ પડે છે, તે તેને સંભળાવીને જોવાનું છે તે તે ઉપરથી નિયમો તારવી કાઢવાના છે. બાળકને પિતાની દુનિયાના સ્થળ તેમજ માનસિક અનુભવો વ્યક્ત કરતું લોકગીત ભાવે છે. પિતાની આસપાસનું જગત જેમાં પ્રતિબિંબિત થયું હોય છે, તેવું ગીત પણ તેને વધારે ખેંચે છે. પિતાનાં સુખ-દુ:ખો સાથે જે ગીત વધારે જોડાયેલું હોય છે, તે પણ ગમે છે. હમેશના બનતા બનાવો ચીતરાયા હોય છે, તેવું ગીત પણ તેને ગમે છે. વળી પિતાની કલ્પનાઓને ઉડાડે, પિતાના તરંગોને પિષે તેવાં ગીતો પણ તે સાંભળે છે. વળી જે વાતો જેવું અને બનાવોની પરંપરા સાંકળતું ગીત હોય છે, તે તેને ઘણું ભાવે છે. આ બધું ગીતના વસ્તુ અને ભાવપરત્વે છે. ગીતની ભાષા એટલે તેની ઝડઝમક, તેના શબ્દ, અનુવનિઓ, તેની ભાષા, રચના એ બધું પણ ગીતની પ્રિયતા-અપ્રિયતામાં સાથે રહે છે. ગીતની ગાન-સરળતા અને સ્મૃતિસરળતા પણ ગીતના પક્ષપાત માટે ઉભા રહે છે. આ બધું જોતાં જઈને બાલગીતને ગીતસમૂહમાંથી તારવી કાઢવાનાં છે.
જૂનાં ગીતે મૂકનારને માત્ર એકજ સૂચના આવશ્યક છે. જૂનાં ગીતોના સંગ્રાહકની દૃષ્ટિ સંગ્રહપૂરતી છે, પુરાતત્ત્વવેત્તાની ગીત પરત્વેની દૃષ્ટિ જૂદી હોય, જૂદા જૂદા મનુષ્યની દૃષ્ટિઆત્મલક્ષી કે પરલક્ષી-જૂદી જૂદી હોય; તેમજ શિક્ષકની દૃષ્ટિ જૂદી જોઇશે.
જૂના વખતમાં શું હતું તે લોકગીતઠારા આપણે બાળકોને શીખવવું નથી. જૂનાં ગીતને એ ઉપગ આગળ જતાં ઇતિહાસ ભણનારમાટે હોઈ શકે. આપણે તે બાળકને નિર્દોષ આનંદ આપે તેવું બાલભોગ્ય ગીત આપવાનું છે; અને નિર્દોષને અર્થ આપણે ખૂબ વિચાર જોઈએ. આપણે આવતી કાલની સમાજમાં જે બધું જેવા ન ઈચ્છતા હોઈએ, તેવું બધું જે ગીતે પોષતાં હોય તેવાં ગીતોને છેડી દઈએ, છેડી દેવાં જ જોઈએ. આપણે વહેમી થવા નથી માગતા, આપણે સાસુ-વહુના કયાથી કંટાળ્યા છીએ, ઝેર દઇને મારી નાખવાનો શોષ
નથી જોઇતે; એવું એવું જે બધું આપણને નહિ ગોઠતું છે તેવું ગીતમાં ન જોઈએ; કારણ કે ગીતની સાથે તે તે પણ બાળકને સ્પર્શે છે; ને જ્યાં ગીતનો ઝોક એવું એવું આદર્શ તરીકે ધરવાનો હોય છે, ત્યાં તો તે વિષરૂપજ થઈ પડે છે. માટે ગીત ઉપર આપણે ચેકીપહેરે બેસાડવો જોઇશે. ગીતમાં બાળજીવનને, મનુષ્યજીવનને ઉન્નત કરે તેવા ભાવો રહેવા દઈએ ને બાકીનાને ફેકી દઈએ. તેમ કરતાં ગીત જાય તો જવા દઈએ. ખરી રીતે ગીતની કિંમત ગેયતા, સરળતા વગેરેમાં રહેલી છે. તેની વસ્તુની કિંમત છે, પણ તે તો ગૌણ છે. આપણે ગીતના જૂના ઢાળોમાં નવું વસ્તુ મૂકી ગીતને નવાં કરીએ તો ઉત્તમ કાવ્યશિક્ષણની શરૂઆતનું સાહિત્ય તૈયાર કર્યું કહેવાય.
લોકગીતનો પરિચય ગાઈને આપો. જે ગીતો ગવાય, બાળકને જેનો રસ લાગે, તે ગીતો લખાઈને તેમની સામે આવે તો પરિચયને દૃઢ કરશે; પરંતુ ગીતને પરિચય ગીતગાનથી થાય, ગીતવાચનથી ન થાય તે ભૂલવું નહિ. ગીત પરિચય માત્ર મોઢે કરવાથી કે બોલવાથી નથી થતો. એનો પરિચય ગીતને વાતાવરણમાં રહેવાથી થાય; માટે શાળામાં ગીતો છૂટથી ગવાય, એજ ઉત્તમ માર્ગ છે.
હવે કવિઓની કવિતાઓ બાળકે આગળ કેમ મૂકવી, તેનો વિચાર કરીએ. પ્રથય વિચાર તેના ક્રમનો છે. આજના કાવ્યસંગ્રહ–બાલકાવ્યસંગ્રહ સફળ નથી જણાતા. વાચનમાળામાં મૂકવામાં આવેલાં કાવ્યો ઉપર બાળકને પ્રેમ નથી થતો. ત્યારે શું કરવું?
આપણું કવિતાનું સાહિત્ય અમુક હદ સુધી વિકસ્યું છે. એ સાહિત્યને તપાસી તેના વર્ગો પાડીએ તે કંઇક આવા પડેડ-એક વર્ગ છેક જૂના કવિઓનો એટલે હિંદી કે વ્રજ ભાષાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com