________________
vvvvvvvvvv
ચીનને ધર્મ અને તત્વજ્ઞાન ખ્રિસ્ત પણ આજ વાક્ય ઉપદેશેલું છે. આ વચનને ચીની વાડ્મયમાં સુવર્ણવચન કહે છે. ખ્રિસ્તની પૂર્વે આશરે પાંચસો વર્ષ પહેલાંથી આ ઉદાત્ત તવ કૌજુસુએ જગતની અંદર પ્રચલિત કરેલું છે.
રાજનીતિમાં સુદ્ધાં કૅન્યુફુને ઉપદેશ અત્યંત મનનીય છે. તે કહે છે કે, ખરાબ માણસને સત્તાધારી થવા દે નહિ. કુલપતિની પેઠે અથવા ન્યાયાધીશની પેઠે એવો અધિકારી નીતિબંધનોના ઉલ્લંઘનને માટે શિક્ષા કરશે એ ખરું, પણ એવા અજ્ઞાન લોકોને પોતાના વર્તનથી ઉત્તમ ઉદાહરણ બતાવી આપવાની પાત્રતા તેનામાં નહિજ હોય. તેના આ તત્ત્વની અસર પણ ચીન દેશની સંસ્કૃતિ પર બહુ મજબૂત રીતે થયેલી છે.
શાસનત એકાદ સંસ્થાને કારભાર જે તમને સેમ્યો હોય તો તમે શું કરશો ? આ એક પ્રશ્ન તેના શિષ્ય તેને પૂછતાં તેણે જવાબ દાખલ કહ્યું કે “ તે સંસ્થાના નામને સાર્થક બનાવવાનો પ્રયત્ન કરીશ.” અર્થાત જયારે નામ પ્રમાણે આચરણમાં ઉતરે, ત્યારેજ રાજયમાં સુવ્યવસ્થા રહી શકે. સમાજ એ ઈશ્વરે નિ છે અને સમાજશાસન સારૂ સમાજમાંના પાંચ પરસ્પર સંબંધ બરાબર પળાવા જોઈએ. તે પાંચ સંબંધ તે આ પ્રમાણે છે –
(૧) રાજા અને પ્રજા વચ્ચે, (૨) પતિ અને પત્ની વચ્ચે, (૩) પિતા અને પુત્ર વચ્ચે, (૪) મોટાભાઈ અને નાના ભાઈ વચ્ચે તથા (૫) મિત્ર અને મિત્ર વચ્ચે.
પહેલી ચાર જેડીમાં એક પક્ષ શાતા હોય છે ને બીજો પક્ષ શાસિત હોય છે. શાસ્તાનું વર્તને ઉદારતા ને સદબુદ્ધિપ્રેરિત હોવું જોઈએ. શાસિતનું પણ વર્તન સદબુદ્ધિવાળું ને અંતઃકરણપૂર્વકનું હોવું જોઈએ. પહેલી ચાર જોડીઓનો આ પરસ્પર સંબંધ થયો, પણ છેલ્લી જોડી તેવી નથી. તેમાં શાસિતશાસ્તા સંબંધ નથી. એમાં ઉભય પક્ષ સમાન હોય છે. તેમની પરસ્પરના સંબંધની વર્તણુંકનું ધ્યેય સગુણસંવર્ધન હોવું જોઈએ. આ તો જે ન પાળવામાં આવે તો સમાજનું સ્વાથ્ય ટકશે નહિ, એ કૅન્સુ ન નિશ્ચિત મત છે. “પવનની લહેર આવતાં જેમ કુમળું ઘાસ નમી જાય છે, તેમ કનિષ્ઠોએ શ્રેષ્ઠોની સામે નમવું જોઈએ.” આમ તે કહેતા. પતાની આસપાસના સમાજની અત્યંત હીનાવસ્થા જોઈને તેનું અંતઃકરણ ચીરાઈ જતું ! તે કહેતો કે “કઈ પણ એકાદ સંસ્થાનાધિપતિએ મારા કહેવા પ્રમાણે વર્તવું, એટલે રાજ્યયંત્ર ને સમાજતંત્ર સરળપણે ચલાવવાની જવાબદારી હું લઉં છું.” પણ એવું કંઈ બન્યુંજ નહિ.
શિષ્યસમુદાય,
કાસના અનુયાયી આશરે ૩૦૦૦ હતા ને એ પૈકી ૭૦-૮૦ની ઉપર તેની વધારે મરજી હતી. તેઓ બહ વિઠાન અને વ્યાસંગી હતા. તેઓ તેની સાથેજ હમેશાં રહેતા ને તેની હાલચાલન. રીતરિવાજનું, બોલવા-ચાલવાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા રહેતા. કસુએ ઉચ્ચારેલો પ્રત્યેક શબ્દ તેઓ લખી રાખતા. કાસુ પણ તેમની સાથે બરોબરીના સંબંધથીજ વર્તાતા હતા, ચીન દેશમાં તેને ત્રિકાલવંઘ માને છે, એટલી તેની યોગ્યતા છે.
વાચકને અહીં સુધી કોડુસુના તત્ત્વજ્ઞાનની ચર્ચા કરી છે. ચીન દેશ બહુ પ્રાચીન છે. તેની પણ એક વિશિષ્ટ સંસ્કૃતિ છે. તે સંસ્કૃતિની સાથે હિંદી સંસ્કૃતિની પુષ્કળ સામ્યતા છે. હિંદુસ્થાનને તે તદ્દન પાડોશનો દેશ છે. હિંદુસ્થાનમાં ઉદ્ભવેલો બૌદ્ધધર્મ ચીની રાષ્ટ્રને યાર છે અને તેથીજ ચીની રાષ્ટ્ર હિંદી રાષ્ટ્રને ગુરુસ્થાને માનતું આવ્યું છે. મંગોલિયાની બાજુએ જે પરાણ-વસ્તુસંશોધન ચાલુ છે, એમાં હિંદી દેવદેવતા ને હિંદી કલાવિશેષોનાં અવશેષ હાથ લાગે છે. પ્રાચીનકાળમાં ચીની રાષ્ટ્ર હિંદી રાષ્ટ્રની માહિતી મેળવવા સારૂ પિતાના પ્રવાસીઓ મોકલ્યા હતા. તેમના પ્રવાસવર્ણનને લીધે આપણને પણ આપણે ખરે ઇતિહાસ લખી કાઢવામાં આજ મદદ થઈ છે અને થાય છે. આ રીતે આ બન્ને રાષ્ટ્રની વચ્ચે અનેક બાબતમાં સાધમ્ય અને સામ્ય છે. ચીની રાત્રે આજ પોતાની ચળવળવડે આખા જગતનું લક્ષ પોતાની તરફ ખેંચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com