________________
૧૦૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજ સિત્તેર વર્ષના મરણપથારીએ પડેલ હાડપિંજર સા પવિત્ર વેદમંત્રોને અપવિત્ર બનાવી લગ્ન કરાવી આપે છે. આ
બાળવિધવાઓની દુર્દશા ઓ વૃદ્ધ ભારત ! સભ્ય રાષ્ટ્રોના સર્વોપરિ હિંદ ! તારી મિત્રી, ગાગી અને અરૂંધતી જેવી આર્ય દેવીઓની વારસદાર ભારતીય આર્ય રમણીઓની આ દશા ! પિતાનાં સગાં સહદરના દેખતાં છતાં લાચારીથી પરવશ બની પલાયન થતી બળવિધવાઓની દુ:ખદ દશા દેખી કયું માતૃપ્રેમી હદય અકર્મણ્યતા સેવી શકે ?
મારા પ્યારા હિંદુ નવયુવાનો ! પાખંડ પ્રવૃતકોનાં પાપકર્મથી વિખૂટી થયેલ આર્ય સનારીએની લાજ તમારે હાથ છે. તમેજ બળવિધવાઓની ડૂબતી નૌકાના તારણહાર સુકાની છો. યાદ રાખજો કે, ઉન્નતિને શિખરે વિરાજમાન, સંસારની સર્વ જાતિઓની મુકમણિ, જગતને પિતાને ઉચ્ચ આદેશ શીખવતી હિંદુજાતિ જે અધમાચરણ સેવશે, કિંચિત પણ ધર્મ પથ પરથી વિચલિત થશે તે જાણજો કે, તેનું નામનિશાન નાબુદ થશે.
શાને દુરૂપયોગ મારે અત્યંત શોકથી કહેવું પડે છે કે, હિંદુઓનાં શાસ્ત્રોનાં વિદ્વત્તાપૂર્વક સંભાષણ કરનારા પંડિતે પણ કન્યાવિક્રય કરવામાં સંકોચજ નથી રાખતા. જે કઈ જગાએ વિધવાવિવાહનો પ્રશ્ન ઉપસ્થિત થયે તો આપણા તેજ વદ્વાન અને ધર્મના રાહદારીઓ સનાતન ધર્મની દુહાઈ’ બોલવા મંડી પડે છે. જે સનાતન ધર્મમાં સાઠ-સિત્તર કે પંચોતેર વર્ષના બુદ્રાનાં લગ્ન મંજુર થાય છે અને જેને માટે શાસ્ત્રોની પણ જરૂર નથી, જે ધર્મમાં પુત્રી જેવડી કન્યા સાથે લગ્ન કરતાં “બુઢાબાપાને જ્ઞાતિ, શાસ્ત્ર કે પંડિત અટકાયત નથી કરતા, તે ધર્મમાં સોળ કે સત્તર વષે વિધવા થતી બાઇના પુનર્વિવાહમાં જબરદસ્ત અટકાયતો થાય છે ! શાસ્ત્રો કે સ્મૃતિઓને જૂઠાં પ્રમાણો બતાવી તે શુભ કાર્યમાં અન્યાય અને અત્યાચારોનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. જાણે કે સનાતન ધર્મની નૌકા મધ્યદરિયે ડૂબી જતી હોયની !
પ્રાચીન પૂરાવા વિધવાવિવાહની આવશ્યકતાવિર્ષના પ્રાચીન પૂરાવા જેમને જોઇતા હોય, તેમને માટે પણ તે રજુ કરું છું.
વાલીના મરણ બાદ તેની સ્ત્રી તારાનાં લગ્ન (જેને અંગદ નામનો પુત્ર હતો) સુગ્રીવ સાથે મર્યાદાપુરુષોત્તમ રામચંદ્રજીએ કરાવી આપ્યાં હતાં. મહારાજા ભીમકે નળરાજાના ગુમ થવાથી પોતાની પુત્રી દમયંતીને સ્વયંવર બીજી વાર રચ્યો હતો. મહાભારતના ભીષ્મપર્વ અ. ૯૧ માં લખ્યું છે કે, નાગરાજ રાવણે પિતાની વિધવા પુત્રીનો પુનર્વિવાહ અજુન સાથે કર્યો હતો. ટૌડ રાજસ્થાનમાં લખ્યું છે કે, મહારાણું ભીમસિંહે સરદાર માલદેવની વિધવા પુત્રી સાથે પિતાનાં લગ્ન કર્યા હતાં. મહારાષ્ટ્રના પ્રાચીન ઈતિહાસમાં છે કે, પરશુરામ ભાઉ પટવર્ધને રાજ પંડિતની સલાહથી પિતાની વિધવા પુત્રીને પુનર્વિવાહ એક બ્રાહ્મણ સાથે કર્યો હતો.
ઉપરનાં ઉદાહરણો જોઇ આજના મોક્ષના માર્ગદાતાઓ અને ધર્મના ઇજારદાર ચેતી જશે તો સારું છે, નહિ તે તેમને વિધવાવિવાહનાં પ્રચંડ મોજાં તળે ચગદાઈ મરવાને વખત આવશે.
હિંદુઓ ! રામ અને કૃષ્ણનાં સંતાનો ! ઓ ગૌપૂજકે ! શું તમે ભારતની આર્ય સંસ્કૃતિને નાશ કરવા ચાહે છે કે જે “નહિ” તે તમારી રક્ષાનું એક જ સાધન અને બાળવિધવાઓના પુનવિવાહને અગત્યને સુધારે અપનાવી વિધવાવિવાહના પ્રચારમાં સહાયક બની તમારી બહેને અને બાળાઓને અપાર કષ્ટથી બચાવો.
(દૈનિક “હિંદુસ્થાનના એક અંકમાં લેખક-શ્રી મેહનલાલ વિઠ્ઠલદાસ કટારીઆ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com