________________
જંગલની જડીબુટ્ટી-આંગણામાંની દવા
૧૯૧ અથવા તેમણે પોતાના મંતવ્યોનો પ્રચાર કરવા શા શા પ્રયાસો કર્યા છે ? એ દુનિયાને ખબર નથી. પતે પણ જણાવે છે કે, તેઓ એક સામાન્ય વ્યક્તિ છે અને ટેનીસ જેવી રમતોમાં રસપૂર્વક મસ્યા રહે છે અને તેમને જે અસાધારણ મહત્તા આપવામાં આવી છે, તે માટે તેઓ યોગ્ય નથી. લંડનમાં થીએરીસ્ટોની સભામાં એક જણાએ ડે બેઝેટના નવા ફતવાનો વિરોધ કર્યો, એટલે
બેઝટ એટલાં છેડાઈ પડયાં કે, તેમણે થીઓસોફીકલ સોસાયટીના પ્રમુખપદનું રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. આ બધું શું સૂચવે છે? અમને તો લાગે છે કે . બેઝટ નિદેવતાથી અને અજાણતાં પોતાનાં મંતવ્યમાં પિતાના અનુયાયીઓને અને દુનિયાને અંધશ્રદ્ધાથી મનાવવા પ્રયાસ કરી રહ્યાં છે. શ્રી. કૃષ્ણમૂર્તિ એ જગશુનું વાહન છે, એ માનવાને આ યુગમાં દનિયા તૈયાર નથી. એમાંથી એક સારા ધર્મપ્રચારક હશે તેમજ તેમનું જીવન ઉચ્ચ શ્રેગીનું હશે. એટલું જ નહિ પણ તેમના પ્રત્યે અંગત અમારે લેશ પણ વાંધે કે વિરોધ નથી; પરંતુ તેમને જગદગુરુના વાહન તરીકે ઓળખાવવા, એ વાત ગળે ઉતરતી નથી. ડા, બેઝંટ આવી રીતે અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય પ્રવર્તાવવાના પ્રયાસ કરે એ શું હાસ્યાસ્પદ નથી લાગતું?
વિજળીથી સાવચેત રહેવાની જરૂર
(ગૃહલક્ષ્મી-૧૩ મું વર્ષ–અંક ૪-૫ માંથી ) આકાશમાં ઘોર વાદળ છવાયાં હોય અને વિજળી ચમકાર કરી રહી હોય, ત્યારે કોઈ પણ અગાશીમાં નહિ જવું જોઇએ.
યાદ રાખવું કે ઉંચી ચીજો, જેવી કે ઝાડ, વજા યા કેઈ ઉંચી ઇમારત વિજળીને પિતાની તરફ ખેંચે છે, માટે આ ચીજોથી દૂર રહેવું જોઈએ. જો તમે કોઈ કીડવાળી જગામાંજ હો તે ઝાડની પાસે ન જવું. ને એકલા અને બીજાએથી જૂદા ઉભા હતા તે ઝાડના ઝુંડમાં રહેવું, ઉંચા ઝાડથી દૂર રહેવું. - વરસાદ વરસતો હોય અને વાદળ ગાજી રહ્યું હોય તો દોડીને એક સ્થળેથી બીજે સ્થળે ન જવું; દોડવાથી હવામાં હલનચલન પેદા થાય છે, તેનાથી થતા વેગને લીધે વિજળી તેના તરફ ખેંચાઈ આવશે.
આવે વખતે તમે કોઈ ઘરમાં હોય તે બારીએથી દૂર રહે છે અથવા તો બારીઓ બંધ કરી દેજે.
ઘનઘાર વરસાદ, વાદળાની ગર્જના અને વિજળીના કડાકા થતી વખતે છત્રી ઓઢીને કોરા રહેવા કરતાં ભીંજાઈ જવું સારું છે. કારી ચીજે વિજળીને વધારે ખેંચે છે.
જંગલની જડીબુટ્ટી-આંગણામાંની દવા
(દલિત કોમના એક અંકમાંથી) ધૂપતરીકે બાળવામાં આવતા ગુગળથી તો ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. આ ગુગળની એક સરસ અને અકસીર બનાવટ છે, તે નીચે પ્રમાણે છે –
આસંધ, અતિવિષ, પીપર, શતાવળી, કાંટાશેળીઆનાં મૂળ, ગળો, વધારે, વરીઆળી, હરડે, ચવક, નાગરમોથ, કચેરી, વજ, અરકશીનાં પાન, બિલી, એરંડાનાં મૂળ, રાસના અને ધમાસા, આ અઢાર ચીજો બે બે તેટલા લેવી અને તેમાં શુદ્ધ કરેલો ગુગળ ચાર તોલા મેળવી, બધાને અધકચરું ખાંડી નાખી દરરોજ એક તોલો સવારે ને એક તોલો સાંજે પાશેર પાણીમાં ખૂબ ઉકાળી અધેળ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને પી જવું. આ ઉકાળો એટલે બધે તે અકસીર છે કે એથી ગમે તેવો લકવો અગર સંધીવા હોય અગર અધું અંગ પથ્થર જેવું બંધાઈ ગયું હોય તોપણ તે દરદ નાબુદ થઈ જાય છે.
પેટની કબયત રહેતી હોય તે બે ત્રણ દિવસે એડીઆ તેલને જુલાબ લે. બરોળની ગાંઠ વધેલી હોય તો તે ઉપર ગુગળ અને ચૂને એકઠા કરી લઈ મારવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com