________________
જગદગુરુનું આગમન
જગદ્ગુરુનું આગમન
( હિંદુસ્તાન તા. ૬-૬-૨૬ ) આ વીસમી સદીના યુગમાં દુનિયા જડવાદના મહાસાગરમાં ઉંડે ને ઉંડે ધસતી જાય છે. એ સમયમાં અધ્યાત્મવાદના કે નૈતિક ઉન્નતિમાગે એ દુનિયાને દોરવામાટે કાઈ મહાપુરુષ કે સદા શક્તિ ઉભી થાય એ આધ્યાત્મિક ભાવનાપ્રાધાન્ય હિંદ જેવા દેશને અને જેમના ધર્માનાં મંડાણે, જેમની સંસ્કૃતિના પાયાએ ઈશ્વરના અસ્તિત્વની માન્યતા ઉપર રચાયા છે એવા હિન્દીઓને સદા આવકારદાયક તે થઈજ પડે; પરંતુ હવે અંધશ્રદ્ધાના યુગ ગમે છે અને હિન્દી પણ તકશાસ્ત્રની તુલનાએ જે ચીજ કે સિદ્ધાંત માન્ય થઈ શકે એવામાં જ શ્રદ્ધા રાખવાની વૃત્તિ ધારણ કરવા લાગ્યા છે. ૧૯ મી સદીના અંતમાં હિંદીએાને અધ્યાત્મજ્ઞાનની ઝાંખી કરાવવા અને હિંદને પશ્ચિમના દેશના વ્યક્તિવાદમાંથી બચાવવા હિંદમાં ત્રણ મહાન હિંદીઓ સ્વામી દયાનંદ, સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનંદે અલખ જગાવી હતી. તેમના અસાધારણ પરિશ્રમ અને પ્રચારની અસર માત્ર હિંદમાંજ નહિ, પણ અમેરિકામાં પણ થઈ અને ત્યાંના પણ ઘણા સંસ્કારી જનની વૃત્તિ અધ્યાત્મવિદ્યા તરફ વળી. હિદને અત્યારે કોઈ સંત કે મહાપુરુષની જરૂર હોય તે ઉપરોક્ત ધર્મપ્રચારકેના જેવાની છે અને તેવા પુરુષના અભાવે હિંદનું નૈતિક અધ:પતન થતું જાય છે.
આ સંજોગોમાં થીઓસોફીકલ સોસાયટીનાં પ્રમુખ શ્રીમતી એની બેઝટે એક નવો ફતવો બહાર પાડી શ્રી જે. કૃષ્ણમૂર્તિ નામના એક હિંદી યુવકને નવા જગદગુરુ તરીકે ઓળખાવ્યા છે. શ્રીબેઝેટ કંઈક વષો થયાં પોતાના ભાષણમાં જણાવ્યા કરતાં હતાં કે, દુનિયામાં ડાં વર્ષમાં એક મહાન નર જગતની ગુસ્તરીકે પાકશે, અને દુનિયાને સન્માર્ગે દોરશે. આટલું કથન કેાઈને પણ વાંધાભર્યું લાગ્યું ન હતું; પણ આશરે ૧૫ વર્ષ ઉપર તેમણે એક કૃષ્ણમૂર્તિ નામના બાળકને તે જગદગુરુ થશે, એમ માની તેને તે મહાકાર્ય માટેનું યોગ્ય શિક્ષણ આપવાની ગોઠવણ કરી ત્યારે ઘણાઓને હાસ્યાસ્પદ લાગેલું; અને વળી જ્યારે મદ્રાસ હાઇકૅટમાં એજ કૃષ્ણમૂર્તિના પિતાએ શ્રી. બેઝંટસામે મુકમો માંડી, તે અને તેના બીજા એક ભાઈને પોતાને કબજે સેપવાની માગણી કરી હતી, ત્યારેજ થીઓસરીની વિચિત્ર માન્યતાઓ અને શ્રી. બેઝંટના અનુયાયીઓની અંધશ્રદ્ધામાટે ઘણાને તર્કવિતર્ક આવતા. ત્યાર પછી તો જગદગુરની વાતો બંધ પડી અને મીસીસ બેઝટ બનારસની સેંટ્રલ હિંદુ કૅલેજની કેળવણીવિષયક પ્રવૃત્તિમાં જાડાયાં અને પછીથી તો તેમણે સમસ્ત દેશમાં વ્યાપી રહેનારી અને દેશના રાજકીય જીવનમાં ઘણે ખળભળાટ કે હોમરૂલ લીગની ચળવળ ઉપાડી. એ ચળવળને ઓસરતે જુવાળ ૧૯૧૯માં આપે અને ત્યાર પછી મીસીસ બેઝંટનું રાજકીય ક્ષેત્રમાં સ્થાન પણ મહત્વનું રહ્યું નહિ. અસહકારની ચળવળદરમિયાન તેમણે પોતાની લેખિની અને વકતૃત્વશકિતનો ઉપયોગ એ ચળવળ તોડવા કર્યો. છેલ્લાં બે વર્ષ થયાં તેમણે બે પ્રશ્નો હાથ ધર્યા છે; અને તેમાંને દેશની દષ્ટિએ અગત્યનો પ્રશ્ન તો
દામનવેલ્થ ઓફ ઈંડિયા બીલ” ગ્લંડની પાર્લામેન્ટમાં પસાર કરવાનું અને બીજો પ્રશ્ન તે જગદગુરુના આગમનને ઢંઢરે પીટવાનો છે. ડૅ. બેઝટ જગતને મનાવવા મથે છે કે, દુનિયામાં જગદગુરુનું આગમન થશે તે શ્રી. કૃષ્ણમૂર્તિની કાયાદ્વારા થશે અને તે એ કૃષ્ણમૂર્તિ નામના યુવકની મારફતે જગતમાં પ્રચાર કાર્ય કરશે. ડો. બેઝંટ કહે છે કે, આ ઘટનાની તેમને ખબર તે તેમના ગુરુ હિંદુ ઋષિમુનિઓ તરફથી અલૌકિક રીતે મળી છે. ડે૦િ બેઝટ ગયે મહિને ૬થી વિલાયત ગયાં ત્યારે શ્રી. કૃણમૂતિને સાથે લઈ ગયાં છે અને તેને દેશદેશાંતરમાં જગદગુર્ના વાહનતરીકે ઓળખાવવાનું પ્રચારકાર્ય કરનાર છે. શ્રી. કૃષ્ણમૂર્તિની ક્રાંસમાં એક વર્તમાનપત્રના પ્રતિનિધિએ મુલાકાત લીધી તે દરમિયાન શ્રી કૃષ્ણમૂર્તિને જે વિચારો જાણવા મળ્યા તે ઉપરથી તો તેઓ એક સાધારણ સંસ્કારી સુશિક્ષિત યુવક ઉપરાંત કાંઈ અધિક જરાએ માલમ પડતા નથી.
હિંદના ઇતિહાસમાં શંકરાચાર્ય જેવા જે મહાપુરુ થઈ ગયા તે સર્વેએ પહેલેથી જ પિતાની મહત્તાનો ખ્યાલ સમાજને પિતાના આચરણ અને સ્વભાવથી આપેલો અને તેઓ સાધારણ દુનિયાદારી જેવા ન હતાપરંતુ દુનિયાની સેવા કરવા જન્મેલા એટલે તેની પ્રતીતિ તેમની નાની વયમાં જ સર્વેને થયેલી. શ્રી. કૃષ્ણમૂર્તિએ અત્યારસુધીમાં સમાજની શું અનુપમ સેવા કરી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com