________________
સવેદન–સહિતા
૧૯૯
માં ગંભીર તારતમ્ય નીકળી શકે છે. ગાંધીના ‘સત્યાગ્રહ' ને ‘અસહકાર' પણ તેનાજ ફ્ગામાત્ર છે-તેજ પ્રમાણે અન્ય દેશાના રાજવિપ્લવા પણ તેનેજ આભારી છે. એકલા રાવિપ્લવાજ નહિ પણ સમાજ ને ધર્મ પણ તે ‘ આઉટસ્પોકન એમફેટીક પ્રોટેસ્ટ ' જ આજ જ્યાં તે ત્યાં આદરી રહેલ જણાય છે; અને એ રીતે ગીતાવાયની સિદ્ધિ કરી રહ્યા છે કેઃ
જ્યારે જ્યારેજ અધાર ધર્મનેા થાય, ભારતી; જામે અધર્મનાં જૂથ, ત્યારે હું નિજતે સ્રર્જો. સરક્ષા કાજ સાધુની, પાપીના નાશકારણે; ધર્મ સુસ્થાપવા માટે “જમ્મુ છું હું યુગે યુગે.”
“જન્મ છું હું ક્ષણે ક્ષણે” એજ વાકય મને તે ત્યાં યાન્નયું હેત તે અતિપ્રિય લાગત. આપણે જોતા નથી, જાણુતા નથા,પણ તે તે ક્ષણે ક્ષણેજ જન્મે છે. સના જયતી ખાતર અને અસત્ના પરાજયની ખાતર; અને એનું સત્ તે સાચું છે, જગતનું નહિ. જ્યારે એના ને જગતના સ્વીકારેલા સત્ની વચમાં ફેરફાર હાય છે, ત્યારે જગતનું સત્ તે અસત્ છે, એમાં લેશમાત્ર પણ સંશયને સ્થાન નથી. રૂપિયા, આના તે પાની ગણુકત્તિમાં રચ્યાપચ્યા જગતને તે મહાન કાનુનના મહાન સત્તની કેવી રીતે એળખ હોઇ શકે ?
પશુ આપણે જ્યારે તે સબંધી કંક જાણીએ છીએ, જગતથી પર ઉભવાને ક કે પ્રયત્ન કરી રહ્યાં છીએ, ત્યારે આપણે તે ચોખ્ખા ધર્મજ છે, મજીભાઈ ! કે જેમ બને તેમ જગતની સવિષમતાઓને ગળીજ જવી, તે તેની પાર પ્રકટ પરમાત્મતત્ત્વનાં સદેાદિત જય જયકારનુ ંજ નિસ્થળ સ્વરૂપ નિહાળવું. વધુ શું લખું ?
X
×
X
X
ક્રોધને છતા, મનુભાઇ! તેા ઉંડામાં ઊંધું તે મહાનમાં મહાન કામ કરી શકશો. મિથ્યા ચીડ તા નજ વી જોઇએ. તે સર્પને તે માથાપરથી ઉતારી-ઉછાળી કાવ્યેજ છૂટકે.
શમતા-શાન્તિને થાકમાં પહેલું સ્થાન ગીતાકારે આપેલું છે. એ શાન્તિ આપણે ન સમજીએ તે બ્રહ્મકર્મીમાંથી ચલિત-પતિત થએ છીએ, એમજ ગણાય.
સમત્વ-સામ્ય-શાન્તિ-એ સૌ તેના યેાગનાંજ પથિયાં છે, બ્રહ્મનિષ્ઠ થવાનાં તે સાધન છે. પ્રભુજીના આશીર્વાદ ઉતરા ને સૌને બચાવી લેા; ઉગારી-ઉદ્દારી રહે.
કામ, ક્રોધ અને લાભ એ ત્રણેને નદ્વાર ગીતાકારે કહ્યાં છે, તેમાં શું ખાટું છે ? તેમાં પ્રવેશ કરનાર મનુષ્ય સીધા નર્કમાંજ પડવા તૈયારી કરી રહેલ છે એ સાવ સાચું છે. ધર્માં વિદૂ कामाऽहम् ””—એ પણ તેનુંજ કથન છે, અને તે સત્ય છે. સજ્જીવનને પેાખતી, ઉચ્ચ કરી, પવિત્ર કરતી, જે જે કાંઇ પ્રેરણાએ, ભાવનાએ, કામના, ઇચ્છાભિલાષાએ ચિત્તસ્થળે જામે તે સૌ તેનાજ સ્વરૂપમાત્ર છે. તેજ તેમને સૌતે પ્રેરક, ચાલાક ને શાસક પિતા છે; પરંતુ તેથી વિરુદ્ધ જે જે કાંઇ ભાવ અસજીવનને પેખતા તે સૌ નઠારજ ાણવા. આજ પ્રમાણે ક્રોધનું ‘પુણ્યપ્રકાપ' એ વ્યાજબી છે. દેવાધિદેવ પણ એવા પુણ્યપ્રકાપ ધારણ કરી રહે છે. સાધુની સંરક્ષા કાજે અને પાપીના નાશને કારણે તેનેય પ્રકાપ ધારણ કરવાની ફરજ પડે છે; અને તેવે પ્રકાપપ્રસંગે મનુષ્ય ધારણ કરે તેા તેમાં અડચણુ નથી. અન્યાયની સામે, અધર્મની સામે, દુષ્ટતાની સામે, ન્યાય, ધર્મ ને પવિત્રતાનું સંસ્થાપન કરવા-કરાવવા ગમે તે કક્ષામાં રહેલ મનુષ્ય પુણ્યપ્રકાર ધારણ કરવા શક્તિમાન છે--રાજ્ય, સંસાર કે ધર્યું—ગમે તે મામાં. આમાંય ક્રોધ પ્રાણીપ્રતિ ન હોવા જોઇએ. અન્યાય, અધમ અને દુષ્ટતાના ભાવપ્રતિજ તે હાવા જોઇએ; બાકી નાની નાની ખાખતમાં ક્રોધ કે ચીડ થઈ આવી કપાળ કે માથાં ફૂટવા જેવી સ્થિતિ થાય તે તે દુ:સહજ ગણાય. તે ક્રોધ પુણ્ય નથી, અપુણ્ય માત્ર છે. તે ક્રોધ તામસી છે, તે ચેોખ્ખુ નકારજ છે. અસયમી માણસેાજ તેને વશવર્તી થઇ રહે છે ને પાપને માર્ગે પળે છે. આત્માને તારવા તેમજ ડૂબાડવા આપણેજ હાથ છે. સયમ તે તારનાર છે, અસંયમ તે ડૂબાવનાર છે. સયમ તે સ્વ છે, અસયમ નર્ક છે. પુણ્યપ્રકૈાપ દેવને વહાલેા છે, ને તેથી દૈવી છે. કેવળ ધ દેવને અપ્રિય છે અને તેથી તે આસુરી છે. હવે લેાવિષે વિચારીએ. તેનું પણ તેમજ છે. પુણ્યલેાભ, અપુણ્યલેાભ, ઉચ્ચાચ્ચ વધવાની પ્રત્યેક આશાભિલાષ ને ધ્યેયને મેળવવા માટેના પ્રયત્ને તે પુણ્યલાભનાજ ગણી શકાય; પરંતુ મેંકબેથને લેાભ તે તેમ નજ ગણાય. તે તે ચેોખ્ખું નર્કદ્વારજ કહેવાય. આજ પ્રમાણે ધનલેાભ, કીર્તિલાભ એ સૌ એષણાઓનું સમજી શકાશે. કાઈનું ખૂરૂં કરી પેાતાનું ભલુ કરવાની ઇચ્છાથી જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com