________________
महाभारत लेनार तथालेवाइच्छनारने सूचना
૧-મહાભારત જેવો આ અતિ હિતકારક ધર્મગ્રંથ સમજુ માણસોને તે વહેલો મોડો પુરી કિંમતે પણ લેવોજ પડશે; તે પછી તે વેળા અને કિફાયતી કિંમતે જ તેમણે શામાટે ન લેવો ? ગુજરાતી પ્રેસનું આખું મહાભારત જ્યારે ૭૫) થી ૫ણ મળતું નહિ, ત્યારે તેને બીજે કનિષ્ઠ ભાષાન્તર રૂ. ૫૦)થી પણ અનેકાને લેવું પડેલું. માટે આ મહાભારત વેચાઈ ગયા પછી પાછું એવું ન કરવું પડે તેટલા માટે, તથા આવા મોટા ગ્રંથ ફરી ફરીથી છપાવા સહજ નથી તેટલા માટે પણ જેમનાથી બને તેમણે આવી વિરલ તકનો લાભ બને તેમ તરતમાં લઈ લેવો ધટે છે.
૨મહાભારતના પહેલા ભાગમાં પુષ્કળ લેખે ઉમેરવા ઠરવાથી ભાદ્રપદ આખરેજ બધા ભાગ તૈયાર થઈ શકયા. અને તેથી આસોમાં જ વિવિધ ગ્રંથમાળાનો અંક નીકળી શકો, તેથીજ મહાભારતનું તૈયાર થયા પછીનું કિફાયતી મૂલ્ય ૧૯૮૪ ના પિષમાસ સુધી લંબાવવામાં આવ્યું છે, અર્થાત એ સમય સુધી અમદાવાદના કાર્યાલયમાં ૩૨) થી અને મુંબઈના કાર્યાલયમાં ૩૩) થી અપાશે, તથા મહાભારતચિત્રાવલિ મફત અપાશે. પટેજ રૂ. ૫)
૩–અગાઉ જેઓ આ ખાતાનાં શાંતિપર્વને તથા આદિ અને સભાપર્વને ખરીદી ચૂક્યા હોય તેમણે પણ તે તે ગ્રંથ આ સાત ભાગના પેટામાં નવાજ લેવા ઠીક છે. છતાં જેમને તે એક અથવા બંને ગ્રંથ નહિજ લેવા હોય તેમની પાસે તે દરેક ગ્રંથ દીઠ ખર્ચાયલા પૈસા બદલ રૂ.૨ા ઓછા લેવાશે.
૪-મુંબઇના ગ્રાહકોએ ભરેલાં નાણાંની પાવતી મુંબઈમાં કાલબાદેવીના મંદિર સામેના કાર્યાલયમાં મોકલી આપીને તેમજ અમદાવાદના કાર્યાલય બેઠાં ગ્રાહક થનારે અમદાવાદના કાર્યોલયમાં પાવતી મેકલી આપીને મહાભારત મંગાવી લેવું. જેમની પાવતી ગેરવલે ગઈ હોય, તેમણે પોતાની સહીવાળો કાગળ તથા પાવતીનો નંબર, તારીખ, ઠેકાણું અને નામ વગેરે લખી મોકલવું જોઈએ; અને ધણું હયાત ન હોય તો તેવા શેરા સાથે તેમના વતી વંશવારસે લખવું જોઈએ. બે કે વધારે માણસો માગનારા નીકળશે તો તે આપવામાં ગુંચવાડે અને ઢીલજ થશે.
પ-રેવેરસ્તે મંગાવનારને આ ગ્રંથ બહુ ઓછા ખર્ચે આવશે અને પેકીંગ ઈવે પણ નહિ ચઢતાં માત્ર રેખચજ રૂ.૧ થી ૨ જેટલો ભરવાનો રહેશે. પરંતુ એ રસ્તે મંગાવનારે સ્ટેશનનું નામ અને રેવે રીસીટ મોકલવાના શીરનામા ઉપરાંત મૂલ્ય પણ પ્રથમથી જ મોકલવું.
૬-મહાભારતનું વજન પિકિંગ સાથે શમારે ૨૬ રતલ થવાને લીધે રે પાર્સીલથી માલવામાં બંગાળી ૨૦ શેરનો ચાર્જ ભરવાને આવશે. માટે જેમને એના ભેગાં આ સંસ્થાનાં બીજા પુસ્તકો પણ પંદર રતલ સુધી મંગાવવાં હશે, તેમને તે વિના ખર્ચે મંગાવવાની તક છે. મંગાવતી વખતે આ વાત પણ ધ્યાનમાં રાખવી કે -આ સંસ્થાસિવાયનાં બીજાં પુસ્તકે લાવી મોકલવાનું એક નિયમતરીકેજ બંધ છે, અને કમીશન હાલ નીચેના નિયમ મુજબ અપાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com