________________
मफत के ओछा मूल्ये मागनारने विनति
આ સંસ્થાનાં પુસ્તકો માટે ઉપલા પ્રકારની માગણીઓ હજી આવ્યા કરતી હોવાથી જણાવવાનું કે –
આ સંસ્થામાં વગરકિંમતે કે નિર્ણિત કરતાં ઓછી કિંમતે પુસ્તકો આપવાનાં સાધન, સગવડ કે રિવાજ નથી. કોઈવાર કોઈ સજજન તરફથી આર્થિક સગવડ આવી પડવાથી જ્યારે કે અમુક પુસ્તક હરકોઈ માગનારને આપવાના સંગે ઉભા થાય છે, ત્યારે તે પ્રકાર પ્રથમથીજ જાહેર કરી દેવાય છે. માટે જયાં સુધી એવું જાહેર કરાયું હોય નહિ, ત્યાંસુધી કોઈએ પણ એવી માગણી કરવી નકામી છે. આ સિવાય કોઈ કોઈ વાર અલ્પ-સ્વલ્પ આર્થિક સગવડ આવી મળતાં તેમાંથી તો માત્ર એટલું જ બની શકે છે કે, ખાસ અમુક કેટીના અને અમુક સ્થિતિવાળાને તથા અમુક રૂપેજ આપવાનું હોય છે, અને તે પણ એવા પ્રકારનાં યોગ્ય પાત્રોને શોધી શોધાવીને વગર માગ્યેજ અપાય છે, અને રૂબરૂમાં કે પત્રથી માગનારને તે શબ્દથી કે અનુત્તરથી નકારજ પ્રાપ્ત થાય છે. કોઈ વાર કોઈને વગર માગ્યે કાંઈ અપાયું હોય તે ઉપરથી તે પોતાની લાયકાત અને હકક સુદ્ધાં માની લે છે કે, હવે તો આપણી આવા પ્રકારની સેવા આ સંસ્થાએ શરૂ કરી દીધી છે, અને તેથી જ્યારે જે પણ પુસ્તક પ્રસિદ્ધ કરશે, અથવા જે પણ આપણે જોઈતું હશે તે આવ્યા કરશે. કેટલાક માન વધારે સમજુ હોવાથી તેઓ પોતે તે એવું સમજી લેતા નથી; પણ તેમને અપાયેલું જોઈ-સાંભળીને બીજા માનવ તો અનેક માગવા આવે છે; અને પરિણામે નારાજ થાય છે !
આગળ નાગપુરની જેલમાં ગયેલા બંધુઓ માટે કેટલાંક પુસ્તકો અંતર્યામીની આજ્ઞાથી વગરમૂલ્ય અપાયેલાં, તે ઉપરથી અનેક સમજુ માનવને પણ જે દૃષ્ટિથી ધનવાન પાસે માગવા જાય, તે દૃષ્ટિથી માગવાની વૃત્તિ થઈ આવી હતી. ધનવાન પાસે તો ભલે સમાજસેવકે માગી શકે; પણ આ સંસ્થા કેવી સ્થિતિ વચ્ચે અને કેવી નીતિરીતિથી ચલવાતી હોય, અને આ સેવક અન્નભિક્ષુ હોવા છતાં ગૃહસ્થાશ્રમીઓને બીજી વસ્તુઓના પણ દાતાપણાનો દારૂ પાવો, એ વાત તેને ગમતી નહિ હોવાથી એ નાલાયકી બદલ તેના પ્રત્યે માગણી કરવારૂપી સજા નહિ કરતાં તેને સમાજ આપવી જોઈએ.
જેઓ આ સેવકને ધનવાન કે સંસ્થાનો માલીક માનવાના ભ્રમથી કે બીજી કોઈ સમજણથી, પોતામાટે કે પોતાની સંસ્થા માટે કે બીજા કેાઈ માટે મુફત કે ઓછા મૂલ્ય મેળવવાની આશા રાખતા હોય તેમને વિનતિ છે કે એ ભ્રમ તેઓ કાઢી નાખે. વળી આ સેવકની તે હજી પણ એવી માન્યતા છે કે,–“માત્ર ઈચ્છાનેજ ધર્મગ્રંથની કિંમતરૂપે સમજવી જોઈએ” પરંતુ તેવી માગણીઓ પૂરી પાડવા પાછળ લાખો કરોડોની રકમ જોઈએ; અને સુપાત્રોને શોધનાર પરખનારા અનેક ઉચ્ચકક્ષ કર્મયોગીઓ જોઈએ. તે આ સંસ્થા ધરાવતી નથી. માટે આ સંસ્થાની મદદ તો માત્ર પુસ્તકોની કિંમતમાં જે કાંઇ સરતાપણું લાવી શકાય, તેમાંજ સમજવાની છે; અને એ રીતે જે કાંઇ કિંમત ખર્ચવાની રહી, તેટલી પણ સગવડ જેમની પાસે ન હોય, તેમણે તે પછી તે આ સ્થળેથી માગવાને બદલે ધનપતિઓ પાસે અથવા તો પોતે જે રાષ્ટ્રસેવકોની આગેવાની નીચે કે
ટીમ ફડની રાહત નીચે દેશસેવા બજાવતા હોય, ત્યાંજ માગવી જોઈએ. આ સેવક પાપાયે એવું માને છે કે, પૈસાની યાચના કરી જાણનાર કોઈ પણ માનવ, બીજી કોઈ પણ બાબત કરતાં જ્ઞાનદાયક ગ્રંથને ખાતર જોઈતાં નાણાં વધારે સહેલાઈથી મેળવી શકશે. વળી જે મહિને ૨૫-૫૦ પણ એક યા બીજી રીતે મેળવતા હોય, તેઓ જે અન્નવસ્ત્ર કરતાં પણ જ્ઞાનનું મહત્ત્વ વધારે સમજતા હોય તો તો બીજી બાબતમાં થોડીક કરકસર કરીને પણ ગ્રંથખરીદીની સગવડ ઉભી કરવી, એ તેમને માટે અશક્ય નથી. બાકી આ સેવકને તો જે પણ સંયોગો વચ્ચે જે કાંઈ કરવાનું હોય તે યથાવત વર્ણવવા બેસવું, તેના કરતાં તે “મમ્મીચૂસ” “સંસ્થાનો માલિક”“લૂંટારો” “દશલાખનો માલીક થઈ બેઠેલો” “ખાઉધરો” ““સતું' શબદ તરફ ધ્યાન આપે પણ “સાહિત્ય શબ્દ તરફ ધ્યાન નહિ આપનારો” “કુલહીન” “વ્યભિચારી” તેમજ એથી પણ વધારે ઉદાર ઇલ્કાબો મળે એજ તેને વધારે ગમે છે.
લિ. અવગુણસાગર ભિક્ષુ અખંડાનંદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com