________________
દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી જ્યારે ગણાય? ૬૮૧ દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી કયારે ગણાય? પપદેશે
પાંડિત્ય કરવાથી નહિ પણ આચરણ થાય ત્યારે (લેખિકા-કુમારી જયવતી દેશાઈ હિંદુસ્થાન તા ૨૪-૯-૧૯૨૭ ના અંકમાંથી)
જગતમાં જુઓ તે સામાન્ય રીતે સંસારભરને અને વિશેષ કરીને હિંદુસમાજનો સુંદરીસંધ સંયમ અને આપભોગની મૂતિરસ લાગશે.
લગ્નના સંસ્કારથી બે સમાન આત્માઓનું જોડાણ થાય, નેહલગ્નની પરાકાષ્ઠા અનુભવાય, ત્યાં પણ સ્ત્રીને જ ભાગ તે આપવાને. પતિને ત્યાં એ રહેવા આવે, જ્યાં જીવનનાં ઉલ્લાસભા વર્ષો ગાળ્યાં હોય તે મીઠું મહિયર, જેમની મીઠી મમતા જીવનભર ભૂલી ન શકાય તે મમતાળ માતાપિતા, જેમનાથી છુટાં પડે ન પાલવે એવું બાલ્યકાળનું સખીમંડળ, જીવન સાથે જડાઈ ગયેલાં મહિયરનાં ઉષ્માભર્યા સરોવર, સરીતા, કૂવા, વૃક્ષલતાઓ, મંદિર અને પરિચિત માનવમંડળ એ બધાનો ત્યાગ એકલા પતિના નેહની ખાતરજ જગતસુંદરીઓ કરે છે.
આ ત્યાગ કરતાં અને પતિસિવાય બીજાં બધાં અજાણ્યા માણસે, એટલું જ નહિ પણું, ઘણા પ્રસંગોમાં તે મોટે ભાગે પ્રતિકૂળ સંજોગે અને વાતાવરણમાં આવીને વસવું, એ કેટલું દુ:ખદાયી છે, તે તે અનુભવથીજ સમજી શકાય.
XX
અને પછી તો જ્યાં ઉછર્યો તે સ્થાનને જીવનની લાંબી યાત્રાના એકાદ વિશ્રાંતિસ્થાન સમું માનીને કોઇક સમયેજ આવવાનું. આ આપભોગમાં હિમાલય જેવડે સમય જોઈએ અને વજ જેવું હદય જોઈએ.
પુરુષોમાંથી કેઈકજ ઘરજમાઈતરીકે રહેવા જતા-જાય છે, છતાં તેને ત્યાં રહેવું કેટલું કપરું લાગે છે તે તે પુરુષવર્ગે ઘરજમાઈમાટે ઠરાવેલી વ્યાખ્યા ઉપરથીજ જણાઈ આવે છે !
હિંદુસમાજની હાલની રચના પ્રમાણે, એકજ ગામ કે શહેરમાં પરણીને રહેવાનું ઘણી ઓછી બહેનને નશીબમાં હોય છે. કેટલીક ન્યાતમાં તે પચાસ પચાસ માઈલને અંતરે બાર, ચૌદ કે પંદર વર્ષની કુમારિકાને, તદનજ ભિન્ન સંસ્કૃતિ, ભિન્ન વિચાર અને ભાષાના પ્રાંતિક ભેદમાં આવીને વસવું પડે છે. આ દિશામાં તે બાલિકાની કેવી સ્થિતિ હશે, તે કલ્પનાથી સમજાવી શકાય તેમ નથી.
અને સંયુક્ત કુટુંબમાં પર પતિ પણ જ્યાં અજાણી વ્યક્તિ હોય, સાસરીઆં કુલીનતા કે બીજી કોઈ માની લીધેલી મોટાઈને લીધે, પિતાના કુળમાં નવી આવેલી વહુવારુ તરફ વિનાકારણે, છતાં એમ કરવાથી કુળની મેટાઈ સચવાશે એવી માની લીધેલી અજ્ઞાનમૂલક પ્રણાલીને લીધે, બેતમા અને મીજાજથી વર્તતાં હોય, પતિ કાં તો પત્નીને અર્થ સમજતો ન હોય કે માતાપિતાની દેરીએ નાચતો હોય, અથવા તો પગનાં પગરખાં જેવી સ્ત્રીને ગણવામાં પોતાની કુલીનતા પઘાતી માનતો હોય તે દિશામાં પેલી શરમાળ, એકલવાયી, અબેલ બાળાનું શું ?
એ દુનિયાના ડાહ્યાઓ ! હૈયાની કોમળ બારી ક્ષણભર ઉઘાડીને કદી આ વિચાર કર્યો છે? ન કર્યો હોય તો એજ નારીજાતિના ઉદરેથી તમારે જન્મ થયો છે. એજ નારીજાતિની ભગિનીઓ તરફથી તમને મીઠો અને મમતાભર્યો પ્રેમ મળ્યો છે, અને એ જ નારીજાતિમાંથી તમારી
એ બહેનને તેમની આ નિડર લેખ લખવાની બહાદુરી માટે અવગુણસાગર ભિક્ષુના અનેક ધન્યવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com