________________
ગ્લૅડસ્ટનનાં કેટલાંક બોધવચને વિદ્યાર્થી-સેનાપતિની પાછળ સિપાઇઓ યુદ્ધમાં જાય તેમ-જાય છે, પરંતુ આવા શિક્ષક અને 'વિદ્યાથીએ બહુજ થોડા હોય છે.
X
આજ સુધીમાં ઉન્નતિના સર્વોચ્ચ શિખરે ચઢેલાં રાષ્ટ્રો પૈકી કોઈ પણ રાષ્ટ્રના લોકોએ-સૌએ મળીને-પોતાને રાજ્યકારભાર ચલાવ્યો નથી. તેમણે જે કાંઈ કર્યું છે તે એ કે, પોતામાંથી શ્રેષ્ઠ લોકોને પસંદ કરવા તથા તેમનાં કાર્યો પર પોતાનો દાબ રાખીને તેમને હાથે રાષ્ટ્રને કારભાર ચલા“વો. આ કાર્ય કરવામાં તેમને કેટલી બધી અડચણ પડતી હતી તે ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાય છે.
આ જગતને અને આપણો યોગ કોઈ પણ રીતે આપોઆપ બનેલો નથી. એ સઘળી ઈશ્વરની કૃતિ છે. પૂર્ણ મનુષ્યત્વ આવવાને માટે આ જગત ઉત્તમ સ્થાન છે અને તે આવ્યા સિવાય તેનાથી દેવલોકમાં જઈ શકાતું નથી-અર્થાત આ લોકમાં જીવવું એ ૫રલેકના જીવનની તૈયારી કરવા જેવું છે.
અમુક કાર્ય કરવું એજ આપણું કર્તવ્ય છે અથવા તે ન કરવું એજ કર્તવ્ય છે, એમ સારી રીતે સમજાયા છતાં પણ જો તે કર્તવ્યથી વિરુદ્ધ વર્તવામાં આવે તો તે પાપ છે. એ પાપ માણસના અંતરને ખાય છે, તેથી તેના મૂળ સ્વભાવમાં એક પ્રકારનું તોફાન થાય છે અને તેનું પરિણામ એવું આવે છે કે, અંતઃકરણમાં કુવાસનાનું પ્રાબલ્ય વધીને સદ્ભાસનાને નાશ થાય છે અને એજ તેના આત્માનો નાશ છે.
સઘળાં રાષ્ટ્રોને સમાન સમજવાં–તેમાં કોઈને ઓછું વધતું ન માનવું એ ખ્રિસ્તી સુધારણાનું મૂળ બીજ છે. એ તવ જે છોડયું તો તેની સાથે જ સર્વત્ર જગતની શાંતિ અને ઉન્નતિની આશા ઉડી જશે. મારો મત એવો છે કે, જે કઈ આ સમતાનું તત્વ છોડી દે છે કિંવા તેને બગાડે છે, તેનો હેતુ ગમે તેટલો સારો હોય તો પણ તે પોતાના રાષ્ટ્રપર મહાન સંકટ લાવે છે, શાંતિનો નાશ કરે છે અને ખ્રિસ્તી ધર્મના મૂળ સિદ્ધાંત ઉપર શસ્ત્રપ્રહાર કરે છે.
X
x
હું બદલાયે છું; કેમકે હું જયારે પ્રથમ સાર્વજનિક કામમાં પડ્યો, ત્યારે સ્વાતંત્ર્યનું ખરું મૂલ્ય અને તેની અત્યંત આવશ્યકતા હું સમજી શક્યો ન હતો. સ્વાતંત્ર્ય પણ અન્ય ગુણોની પેઠે જ શુભ કાર્યમાં તેમજ અશુભ કાર્યમાં-ઉભયમાં ઉપયોગી થઈ પડે છે, એ વાત હું પ્રથમ જાણતો ન હતો, તેમ પ્રત્યેક સાર્વજનિક સંસ્થાની ઉન્નતિ સ્વાતંત્ર્યપરજ અવલંબીને રહેલી છે એ પણ મારા લક્ષ્યમાં આવ્યું ન હતું. એ સઘળું હવે હું સમજી શક્યો છું તથા તેને અનુસરીને જ હું હમેશાં વર્તુ .
સર્વસામાન્ય લોકોની સભા એક ઉત્તમ શાળા છે. એ શાળાની શકિત વિલક્ષણ છે. ત્યાં બુદ્ધિનું સામર્થ્ય તથા મનની ઉચ્ચતા ઘણી વધે છે. તે સિવાય નીતિ શીખવાની પણ એ સર્વેત્તમ શાળા છે. શાંતિ શીખવાનું પણ એ ઉત્તમ સ્થાન છે. ત્યાં દેવથી જે કાઈને હાથે કાઈ. ભૂલ થાય છે તો તે સમજવાને પાંચ મિનિટ પણ લાગતી નથી. ત્યાં સહનશીલતા તે મૂર્તિમંતજ છે. તે મનુષ્યમાં આપોઆપ આવે છે, તે જ પ્રમાણે એ એક મોટું ન્યાયસ્થાન છે.
મનમાં પુષ્કળ વાતો ભરી રાખવી એ મનુષ્યનું શિક્ષણ નથી. કેટલાક લોકો મનને કેડી જેવું સમજે છે અને તેમાં જ્ઞાનનાં પોટલાં ભરી રાખવાનો વિચાર કરે છે, પરંતુ આ સમજ બરાબર નથી. આ સંબંધી એ લક્ષ્યમાં રાખવું કે, મનુષ્યના જીવિતને હેતુ, મનુષ્યની સુધારણઉન્નતિ કરવી એજ છે. માટે જ્ઞાન પ્રાપ્ત કરીને તેની સહાયતાથી પિતાનાથી બની શકે તેટલાં માંહુસેનું કલ્યાણ કરવું જોઈએ અને તેમ કરવાથી જ આ જગતપરનું પાપ અને દુ:ખ ઓછું થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com