________________
ગ્લૅડસ્ટનના કેટલાક બેધવચને ગ્લૅડસ્ટનનાં કેટલાંક બોધવચનો
(ભાવાર્થરૂપે અપાયાં છે.) શરીરને રોગ મટાડનારા અનેક મળે, પણ મનને રેગ (અજ્ઞાન-લોભ ઈત્યાદિ) સારે કરે એવો વૈદ્ય જગતમાં દુર્લભ છે.
જગતમાં હવે પાપને ભય ઓછો થતો જાય છે, એ વર્તમાન સમયની મોટી ન્યૂનતા છે. હું સમસ્ત જીવનપર્યત વિદ્યાર્થી હતો અને હજી પણ વિદ્યાર્થી જ છું.
X
જેમ આકાશ પૃથ્વીની દશે દિશામાં ફેલાયેલું છે, તે જ પ્રમાણે ધર્મશાસ્ત્ર પણ મનુષ્યના સર્વ વ્યવહારમાં ફેલાયેલું છે.
સહવાસ, આવડત, પ્રકૃતિ, નવી નવી વાત વગેરે સાથે ધર્મને ઘણો ઝઘડો કરે પડે છે. ધર્મસ્વાતંત્ર્યનું બળ ઘણું મોટું અને દુર્નિવાર છે. એની આડે કોઈથી પણ અવાવાનું નથી.
હમણાંના કાળના નહિ રોકી શકાય તેવા અને અતિ ગંભીર એવા ધર્મ સ્વાતંયના પ્રવાહ આડે કેઈથી પણ હાથ દઈ શકાય તેમ નથી.
મનુષ્ય પૈસાવડે જ સુખ સંપાદન કરી શકે છે, એમ સમજીને જે આપણે ચાલીએ તો તે આપણી મોટી ભૂલ છે.
પાણી ઉપર હજાર શબ્દો લખવા કરતાં ખડકપર માત્ર એકજ શબ્દ લખો અધિક શ્રેયસ્કર છે.
પિતાની સુધારણાને માટે મનુષ્ય પિતાને ખરા અંતઃકરણપૂર્વક જે પ્રયત્ન કરે છે, એજ તેનામાં તેની યોગ્યતાને વધારનારો મોટો ગુણ છે.
x
+
પુસ્તક એ પરલોકવાસી મહાન મનુષ્યોના શબ્દ છે અને તેમના આત્મા સાથે વાતચીત કરવામાં તે સર્વોત્તમ સાધન છે.
૪
સંપત્તિ અને સુખસાધનો વધતાં જાય છે, તેમ તેમ સામાજિક વ્યવહારમાં પણ ફરક પડતો જાય છે. “જ્ઞાન” જેમને સુખના ભંડારરૂપ લાગતું હોય, એવાં માણસે જગતમાં ડાંજ હોય છે.
ઈંગ્લાંડના અનુભવમાં આવશે કે, રાષ્ટ્રીય અન્યાયથી રાષ્ટ્રીય પતન અવશ્ય થવાનું છે, અને તે કદી દૂર થવાનું નથી.
અનુભવથી મને જણાયું છે કે, વિશ્વાસ રાખવામાં મોટું ડહાપણ છે અને ન રાખવામાં મેટી મૂર્ખતા છે.
ઉનતિના જે જે ખરેખરા તથા મનમાં વસી રહેલા પ્રયત્નો છે, તે સર્વ—જે તેની સાથે નમ્રતા જોડાયેલી હોય તે-અન્ય મનુષ્યોને માટે અત્યંત બોધપ્રદ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com