________________
आरोग्यने माटे ३२ दिवसनुं लंघन
( ધનિવાસી શ્રીપં. નારાયણ ભટ્ટજી પાઠકે હમણાં જ મેળવેલા જાતિ અનુભવને લેખ વૈદિકધર્મમાં છપાયલે તે ઉપરથી અનુવાદિત)
૧-પૂર્વવૃત્તાન્ત આ વખતે મારી ઉંમર ૨૯ વર્ષની છે. શરૂઆતથી જ મારું સ્વાસ્થ ઉત્તમ પ્રકારનું હતું; પરંતુ છેલ્લાં ૧૦ વર્ષોથી પેટની બિમારીને લીધે અને પેટમાં વાયુ વધી જવાને લીધે મારી તંદુરસ્તી બગડી અને હું માંદો પડશે. ૩૮,૩૯ વર્ષની ઉંમર સુધી મારી તંદુરસ્તી ઘણી સારી હતી અને હું બળવાન હતો તથા ઉદરરોગ શું છે તે જાણતો પણ નહોતો.
હું શ્રી. મહારાજાસાહેબ ઔધનરેશના મંદિરમાં પૂજારી છું અને મને પૂજા, અર્ચન, અનુષ્ઠાન, પાઠ ઇત્યાદિનું કાર્ય બહુજ રહે છે. મારે એ નિત્યકર્મ ઉપરાંત કેઈ કોઈ વખતે નૈમિત્તિક ધર્મકાર્ય પણ કરવું પડે છે, તે તે વળી જૂદું. આ સર્વકાર્ય ધર્મવિધ પ્રમાણે સાંગોપાંગ કરવાને માટે મારે કઈ કઈ વખત રાત્રીના ૨-૨ વાગે ઉઠવું પડે છે; કારણ કે જો હું તે વખતે ન ઉઠી શકું તો ઉપર જણાવેલું મારું પૂજાપાઠનું કાર્ય સંપૂર્ણ રીતે થઈ શકતું નથી.
૨-અંધકોષની શરૂઆત સાધારણ રીતે માણસને ઉઠવાનો યોગ્ય સમય ૪-૪૫ વાગ્યાનો હોય છે. આ સમયને બ્રાહ્મમદર્તા કહેવામાં આવે છે. આ સમયે જાગ્રત થવાથી મળશુદ્ધિ વગેરે સારી રીતે થાય છે. હું પણ
જ્યાં સુધી ૪ વાગ્યે ઉઠતા , ત્યાં સુધી મને ઝાડે ખુલાસાથી આવતા હતા અને કોઈપણ પ્રકારની બિમારી ઉત્પન્ન થતી નહોતી. પરંતુ જ્યારથી મારે ૨-૨ વાગ્યે ઉઠવાનું થયું અને પૂજા પાઠનું કાર્ય વધારે કરવાનું થયું, ત્યારથી દસ્ત ખુલાસેથી આવતું બંધ થયે; કારણકે ૨–રાનો સમય શૌચશુદ્ધિને છેજ નહિ, તોપણ તે સમયે ઉઠીને સ્નાનાદિ ક્રિયાથી પરવારીને પૂજામાં જેડાઈ જતો હતો. આ સમયેથી તે બે પહોરનું ભોજન થાય તે સમયસુધી મારે પૂજા પાઠમાં રહેવું પડતું હતું અને તેને લીધે ૪-૫ વાગ્યે શોચ જવાની વગ આવે તે પણ મારે તે વિગતે પડતો હતો. કારણ કે પૂજાપાઠના સમયમાં ઝાડે ફરવા જવું તે અશક્ય હતું. આ પ્રમાણે દરરોજ બનતું હતું. આથી રાત્રિના બે વાગે શૌચ જવું પડતું હતું કે, જે સમય શાચવિધિને માટે બિલકુલ પ્રતિકૂળ હતા અને તેથી મારે તે વખતે બળપૂર્વક દસ્ત લાવવાનો પ્રયત્ન કરવો પડતો. જે વખતે એટલે ૪-૫ વાગ્યે જ્યારે મને કુદરતી રીતે દસ્તની હાજત થતી હતી, તે વખતે મારે બળજેરીથી તે વેગને અટકાવવો પડતો હતો. આ ક્રમ નિત્ય થઈ પડ્યો અને તેથી આજથી ૧૦ વર્ષ પહેલાં મને અવર્ણતી રોગની શરૂઆત થઈ, કે જેને બંધકાશ, કબજીઆત અથવા મલાવરોધના નામથી ઓળખવામાં આવે છે; અને જે સર્વ રોગો ઉત્પન્ન થવાનું મૂળ કારણ છે. કેમકે -નાએમાના વેપારક્રમાન છે અર્થાત્ “બળપૂર્વક વેગને ઉત્પન્ન કરવો નહિ; તેમજ ઉપન્ન થયેલ વેગને અટકાવવા નહિ” આ આરોગ્યનું સૂત્ર છે; પરંતુ મારી દિનચર્યાજ જાતની બની ગઈ હતી કે મારે તે પ્રતિદિન આ બંને નિયમનું ઉલ્લંઘન કરવું પડતું હતું. હું ર-રા વાગ્યે બળપૂર્વક દસ્ત લાવવાના પ્રયત્ન કરતો હતો અને ૪-૫ વાગ્યે જ્યારે મને કુદરતી રીતે દસ્તની હાજત થતી હતી, ત્યારે તેને રોકવાને પ્રયત્ન કરતું હતું. આ ટેવને લીધે મને બંધકેશને વ્યાધિ લાગુ પડ્યો અને ઉત્તરોત્તર તે વધવા લાગ્યો.
પ્રતિદિન અનિયમિત વખતે અર્થાત બે પહોરના ભોજનની પછી અગર તે રાત્રિનું ભોજન લીધાબાદ શાચને વેગ આવતો હતો અને તે સમયે શાચ થતો પણ હતો. ભોજનની પછી શૌચ નું આવવું એ બિમારીની નિશાની છે; અને આથી ઉપરનાં બે કારણે જે કુપથ્યનાં જણાવ્યાં, તે ઉપરાંત આ ત્રીજું કારણ પણ ઉત્પન્ન થયું. આ પ્રમાણે થવાથી પેટ બગડે તેમાં આશ્ચર્ય પણું શું? પરંતુ શરૂઆતમાં આ બાબત મારા ધ્યાનમાં આવી નહિ કે અસ્વાભાવિક ક્રિયા એ કોઈ મોટી બિમારીનું બીજ છેઅને આથી ધીમે ધીમે બંધકાશ વધવા લાગ્યો અને પેટમાં વાયુ પણ ધીમે ધીમે જોર પકડવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com