________________
૫
ધર્મને નામે લડી મા ભારતવાસીઓને સમર્પણ !
કરી આપણા નેતાઓ આપણને લડાવી મારે અને આપણે મારામારી કરી પોલીસના પામાં સપડાઇ જેલ જઇએ. આ બધું આપણે આ નેતા કહેવાતાં પ્રાણીની ઉશ્કેરણીથી કર્યું, પણ આપણા જેલભેગવટા પછી આપણાં જે કુટુંબીઓ પાછળ રહ્યાં તેમનું આ નેતાઓને જરાય ભાન છે? બડા નેતાએના ભેળવવાથી અત્યાર સુધીમાં જેએ રમખાણ કરી જેલમાં ગયા, તેમનાં ભાઈભાંડુ કે બાલબચ્ચાંની ખરદાસ્ત આ નેતા કહેવાતા પ્રાણીએ કદી લીધી છે ? કે તેમણે પોતાના માંમાંને કાળીએ તમારા આફતના અવસરમાં તમારી આગળ ધર્યાંનુ તમને યાદ છે ? કદીજ નહિ; કેમકે તમને લડાવી માર્યો કે તેમને અર્થ સરી ગયા !
બાળબચ્ચાં તરફે જી
એજ રીતે સહેજ સહેજમાં મારામારીપર ઉતરી પડી પોલીસમાં સપડાએ! અને જેલ જવુ પડે તે તમારાં બાળબચ્ચાંઓતી શી વલે થશે ? તેમને ખાવા કાણુ આપશે ? તમારી ગેરહાજરીમાં ઘરનુ ભાડુ ચઢે ને ઘરવાળેા તેમને ઘરમાંથી કાઢી મૂકે તે તેએ બિચારાં કાના આશરે કરશે ? મહીનાના પૈસા ચઢતાં દૂધવાળે દૂધ આપવાની ના પાડે તે તમારૂં વહાલું બાળક ભૂખ્યું ટળવશે તેનુ શું? આવે વખતે કદી તવંગરાએ ગરીબને મદદ આપી છે? ૧૯૨૧ની સાલમાં મુંબઇમાં રમખાણ થયું તે અંગે જે બિરાદરા જેલમાં પૂરાયા તેમની જેલમાં કેવી હાલત થઈ છે, તે મે નજરે નીહાળી છે; અને વળી તેમનાં બાળબચ્ચાંઓની ત્યારે કાઇએ કદર કરી હતી? આ સ્થિતિ ધ્યાનમાં લઈ જગતના ભેાળા કામદાર બિરાદારા ! નેતા કહેવાતા માલદારાના પ્રપાંચ સમજી લે,અને ભાઈ ભાઇની ગરદન ઉતારવાની ઘેલછા છેાડી દઈ ભાઇચારા વધારે. દિવારના દરેક દેશમાં જે નવી સ્થિતિ ઉભી થાય છે તે ધ્યાનમાં રાખા તુર્કી ને અફધાનીસ્તાન ને રાનનું નાવ કયી દિશાએ વહી રહ્યું છે. તેનુ નિરીક્ષણ કરે અને જગતની નજરમાં હાંસીને પાત્ર થતા અટકી ખરી આઝાદીનુ સેવન કરે.આમીન ! ! ધર્મને નામે લડી મરતા ભારતવાસીઓને સમર્પણ !
ચક્રવર્તી મહારાજા અશોક શિલાલેખદ્રારા શું કહે છે?
( “ રાશક્તિ” ના તા. ૧૫-૭-૨૭ નું મુખપૃષ્ઠ )
દેવાનાં પ્રિય પ્રિયદર્શી રાજા (અશાક) સ ધર્મના સાધુએ તથા ગૃહસ્થાને દાનવડે તેમજ અન્ય વિવિધ પ્રકારે પૂજે છે;પણ રાજા દાન અને પૂજાને એટલું મહત્ત્વ નથી આપતા જેટલું સ પંથની સારવૃદ્ધિને. સારદ્ધિ અનેક પ્રકારની છે; પણ તેનુ' મૂળ તે વાણીના સંયમ એજ છે. વાણીના સંયમ એટલે શું ? આપણે આપણી ભાષા ઉપર એવા કાબુ રાખવા જોઇએ કે જેથી પેાતાના પંથનીજ સ્તુતિ અને પારકાના ધર્મોની નિદા ન થાય. ધ ચર્ચા જેવા ગંભીર પ્રસંગસિવાય ગમે તે વખતે પોતાના ધમ ની સુંદરતા અને બીજાના ધર્મની એબ બતાવવા બેસવાથી આપણને હીણપત લાગે છે. જે વખતે જેવા પ્રસંગ હોય તે વખતે તે તે પ્રકારે પરધર્મીતા આદરજ કરવા ઘટે છે. આમ કરવાથી માણસ પોતાના ધર્મને ખૂબ વધારે છે અને ખીજાના ધર્માંની પણ સેવા કરે છે. એમ નહિ કરવાથી માણસ પોતાના ધર્માંતે પણ તેાડે છે અને ખીજાના ધર્મને પણ નુકસાન પહોંચાડે છે.
માણસ પેાતાના ધર્મનાં વખાણ કરે છે અને પરધર્માંની નિંદા કરે છે, તે તે પોતાના ધર્મની ભક્તિથીજ કરવા જાય છે. તેને થાય છે કે, ચાલે! આપણે આપણા ધર્માંતે સુદર કરી બતાવીએ; પણ તેમ કરતાં તે પોતાના ધર્માંતેજ ભારેમાં ભારે નુકસાન પહેાંચાડે છે, પેતાના ધર્મ તેજ ભારે ધાત કરે છે. બધા ધર્મોમાં પ્રેમભાવ હોય, બધા હળીમળીને રહે, જાણે કુટુબ એજ સારૂં” છે, એટલે જુદાજૂદા પથવાળા લોકો ધર્મના ઉપદેશ સાંભળે અને તેનુ પાલન કરે.
અશોક રાજાની ખાસ ઇચ્છા છે કે સર્વ પંથના લેાકા બહુશ્રુત થાઓ અને તેમનુ જ્ઞાન કલ્યાણકારી નીવડેા. ( ધર્મ ધર્મ વચ્ચેના ઝગડા ત્યારેજ શમે જ્યારે બહુશ્રુત થવાથી માણુસના વિચારની અંધતા મટી જાય છે અને માણસની વિદ્રત્તા સમાજને કલ્યાણ તરફ દરે. ) આ વાત જેમને પસંદ હેાય તેમણે લેકને સમજાવવુ જોઇએ કે, અશેક રાજા દાન કે પૂજાને એટલુ મહત્ત્વ નથી આપતા જેટલુ સર્વ ધર્મોની સારવૃદ્ધિને એટલે કે કલ્યાણ કરવાની શક્તિને. એટલા માટેજ તેણે ધર્મ-મહામાત્રા નીમ્યા છે. સ્ત્રીઓને માટે ઉપદેશકે નીમ્યા છે, ત્રાયભૂમિકા નીમ્યા છે અને બીજી સભાએ પણ સ્થાપી છે. આનુ ફળ એ છે કે, દરેકના ધર્મની પણ વૃદ્ધિ થઇ જાય તે ધર્મના વિજય થાય.' -શાક-શિલાલેખ-
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com