________________
મુસ્લીમ બિરાદરોને ભલામણ
૬૫૫ મુસ્લીમ બિરાદરને ભલામણ (લેખક-સલામ આલેકમ. “હિંદુસ્થાન” તા. ૯-૭-૧૭ ના અંકમાંથી) બિરાદરો ! આજે તમારો વરસમાંનો એક મહત્ત્વને તહેવાર છે. આ તહેવારનું મૂળ સ્વરૂપ ધ્યાનમાં આણો. હિંદુઓના પિતૃપક્ષ, પારસીઓનાં ડોસલાં તેજ તમારા મેહરમને તહેવાર છે. દરેક તહેવાર સાથે ભૂતકાળના ઇતિહાસની દાહક કે ઉલ્હાસક સ્માત રહેલી હોય છે; તેમ તમારા બુઝરના દુઃખદાયક અંતનું સ્મરણ કરાવનારે આ તહેવાર હોવાથી અત્યારે તમારે મનની એકાગ્રતા અને શાંતિ જાળવવી જોઇએ.
લીલાપર લાલ ડાઘા હાલ તો કોમી રમખાણોના અગ્નિકુંડમાં દેશ હોમાયેલો છે, રોજ રોજ કંઈ ને કંઈ ખરાં ને ખોટાં તોફાને, મારામારી, ગંભીર ઈજાઓ અને ખૂનના કાવનારા સમાચાર મળ્યાજ કરે છે. મોહરમનો તહેવાર શરૂ થશે એટલે તે ઉત્તર હિંદમાંથી તોફાનના સમાચાર આવી પહોંચ્યા ! બીરાદરો ! તમારા ધાર્મિક કંડાનો રંગ લીલો છે. ઇસ્લામ એટલે શાંતિધર્મ, એ તમારે ધર્મ છે. લીલો રંગ એ તો સૃષ્ટિની લીલોતરી જેવો નજરને ઠંડક અને અલાદ આપનારે તેમ મનને પ્રસન્નતા અને સેજવલતા આપનારો છે; પણ કંઈક કારણસર ઉપરાછાપરી તેપર માનવી લોહીના છાંટા ઉડે છે અને તેની આદકતા તથા પ્રસન્નતા ઝાંખી પડી જાય છે. ધર્મનું નિશાન લોહીથી ખરડાવવું એજ બુઝરગાનો આદેશ હેત, તે તેમણે તે લાલ રંગનું બનાવ્યું હત, લીલા રંગનું નહિજ; પરંતુ જ્યારે સૃષ્ટિની અનુપમ પ્રસન્નતા દર્શાવનાર લીલા ઝુંડાપર વારેવારે નજરને ત્રાસ આપનાર અને હૃદયમાં કમકમાટ ઉપજાવનાર લાલ લેાહીના છાંટા ઉડાવવામાં આવે, ત્યારે સહેજે વિચાર કરે પડે છે કે, શું આખા જગતને આનંદમય બનાવવાના હેતુઓ ધરાવનાર બુઝરગેડની આપણે આવી જ કદર કરતા હોઈશું?
તોફાને કેમ થાય છે? તો પછી આપણે વિચારવું જોઈએ કે, આ તેફાને કેમ થતાં હશે ? ઉપરટપકે જણાવવામાં આવે છે તે શું ખરું હશે કે તેફાનમાં ભાગ લેનારા બધાજ હિંદુઓ અને બધાજ મુસલમાનો મુડા હાય? તેમને બસ ખાટકીની માફક મારફાડમાંજ મઝા લાગતી હોય ? ના, ના ! મનુષ્ય પ્રાણું આવું હલકટ અને નીચ મનોદશાવાળું તો ન જ હોય. તો પછી તોફાનો શાને થતાં હશે ? એકજ દેશમાં સદીઓથી વસતા અને એકજ ભૂમિના ખોળામાં ઉછરેલા ભાઈ ભાઈઓ આમ વેરીલા બની લોહીનું છંટાણ શાને કરતા હશે ?
આનાં બે કારણે છે. એક તો પ્રથમ સંપીલી પ્રજાના વિનાશમાં જ પોતાનું જીવન નિભાવી રાખવાની ઈચ્છા રાખતી સરકાર આપણામાંનાં સાદાં ભેળાં માણસોને ભેળવી કંકાસ કરાવે છે. તેઓ એ વાત બરાબર સમજી ગયા છે કે, હિંદુમુસલમાનની એકસંપીમાં, આ મહાન દેશની આઝાદી છે, તેમ તેમનો વિનાશ છે. તે માટે તેઓ આપણને લડાવી મારે છે; અને બીજું કારણ એ કે, આપણામાંના જે માલેતુજાર નેતાઓ છે; તે અંગ્રેજોના હાથમાં બાહુલા બની નાચી રહ્યા છે. બિરાદરો ! દિનભર મહેનત ખેડી પસીને ઉતારનારા તમારા મારા જેવા ગરીબોના આ કહેવાતા નેતાઓ દુશ્મન છે. અંગ્રેજો તેમને માન ચાંદની કે હોદ્દા શરપાવની કે બીજી આર્થિક લાલચે આપે છે અને તેના બદલામાં તેઓ જમાતના અને દેશના દુશ્મન બની આપણી ગરદનો કપાવે છે ! આજના આખા રાજતંત્રનું રહસ્ય જ એ છે કે, તેમાં એક અમુક માલદાર વર્ગને જ લાભ રહ્યો છે અને આ વર્ગ પોતાનો લાભ જાળવી રાખવા સરકાર સાથે ધારાસભાઓમાં તેમ વ્યાપારી ક્ષેત્રમાં સહકાર કરી આપણને લુંટે છે. બિરાદરે ! તમે જ્યારે તેમની ભયંકર પ્રપંચજાળ સમજતા થશે, તમારા ને મારા જેવા ગરીબ પણ પ્રમાણિક કામદારોને પગ નીચે ચગદી રાખી લૂંટવાના તેમના અનેરા પ્રયાસો તમે બરાબર જાણી લેશો તો તમને આગેવાને કહેવાતા સેતાને સામે પૂરેપૂરો ઠેષ ચઢશે. આજે હિંદુ અને મુસલમાન કામદારોને તેમના માલદાર નેતાઓ જાણીબુઝને લડાવી રહ્યા છે, તેનું રહસ્ય જ એ છે કે, આપણી સ્થિતિ કોઈ પણ રીતે ના સુધારતાં, આપણને ભીખારી રાખીને જ તેમને ગાડી ઘોડા ને મોટરો દોડાવવી છે.
આ દાખલ જુઓ દાખલાતરીકે એક વાત કહું. ધર્મને નામે ભેળા ભાઈઓના દિલમાં ખોટી ઝનુન પેદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com