________________
પ્રભુપ્રાર્થના આવતા. કેટલીકવાર વેદ અથવા કલાઓ બેમાંથી એક વિદ્યાર્થીઓ પસંદ કરતા.
જાતકના સમયમાં અથર્વવેદન સામાન્ય કેળવણીમાં સમાવેશ કરવામાં આવતો નહિ. વેદ કઠે કરવા પડતા. તક્ષશિલાના ગુરુઓના મુખેથી પાંચસો વિદ્યાર્થીઓ વેદાધ્યયન કરતા. તક્ષશિલાનાં કેટલાંક વિદ્યાલયમાં હસ્તિશિક્ષા, મૃગયા, ધનુર્વિદ્યા, આયુર્વેદ વગેરે શીખવવામાં આવતાં. આમાંથી એક વિદ્યામાં ઘણા વિદ્યાથીઓ નિષ્ણાત થતા.
પ્રત્યેક વિષયનું શાસ્ત્રીય તેમજ વ્યવહારોપયોગી જ્ઞાન આપવામાં આવતું. ગુરુની દેખરેખ નીચે આયુર્વેદને અભ્યાસ કરાવવામાં આવતો. તક્ષશિલામાં વનસ્પતિનું જ્ઞાન સંપાદન કરવામાટે પ્રત્યેક છોડના ગુણો વૈદ્યક દૃષ્ટિથી તપાસવા પડતા. બીજા વિષયોમાં વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી વ્યાવહારિક જ્ઞાન મેળવવાને વિદ્યાથીઓ પ્રવાસ કરતા. એક બ્રાહ્મણ વિદ્યાર્થીએ તક્ષશિલામાં ધનુર્વિદ્યામાં નિપુણતા પ્રાપ્ત કર્યા પછી પોતાની કળાના વ્યવહારૂ ઉપયોગને માટે છેક આંધ્રદેશ સુધી પ્રવાસ કર્યો. મગધને રાજપુત્ર, તક્ષશિલામાં બધી કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યાવહારિક જ્ઞાનાર્થે ગામેગામ ફર્યો. કેટલાક તો સ્થાનિક રીતરિવાજે સમજવાના હેતુથી પ્રવાસ કરતા. શિક્ષણ પૂરે કરીને વ્યાપારીના બે પુત્ર અને એક દરજીને પુત્ર ગામડાંના રીતરિવાજ જાણવાને માટે પ્રવાસે ગયા. કાસલનો રાજકુમાર વેદ અને કળાઓને સાંગોપાંગ અધ્યયન કર્યા પછી વ્યવહારોપયોગી જ્ઞાન મેળવવાને દેશપરદેશ વિચર્યો.
આ પ્રમાણે આ સમયની કેળવણીનું અગત્યનું સ્વરૂપ એ હતું કે, સ્નાતક અથવા નિષ્ણાત થયા પછી જૂદા જૂદા દેશના રીતરિવાજ, મનુષ્યસ્વભાવ ઇત્યાદિ પારખવાને વિદ્યાર્થી પ્રવાસે જતો. આથી એની દષ્ટિ વિશાળ બનતી અને જીવનને માટે એ બહુ સારી રીતે તૈયાર થતો.
તક્ષશિલામાં આયુર્વેદની ઉત્તમોત્તમ કોલેજ હતી. પ્રસિદ્ધ વૈદ્ય છવક ત્યાંના વિદ્યાર્થી હતા. વળી ધર્મશાસ્ત્રને પણ અહીં આ સરસ જ્ઞાન અપાતું. તક્ષશિલાની લશ્કરી શાળાઓ’ કાંઈ ઓછી પ્રસિદ્ધ નહોતી. એવી એક શાળા તો હિંદના એકસે ત્રણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યાનું વાસ્તવિક અભિમાન લેતી.
મધ્યકાલીન હિંદમાં જે ઉચ્ચ પદ નાલંદાનું હતું, તેવું જ ઉન્નત સ્થાન પ્રાચીન હિંદમાં તક્ષશિલાનું હોય એમ જણાય છે; પરંતુ આ મહાન વિદ્યાપીઠનો નાશ અત્યંત સ્વછંદી અને નિય રીતે કરવામાં આવ્યો. ઈ. સ. ૪૫૦ થી ૫૦૦ સુધીમાં જંગલી દૃણ લોકોએ તક્ષશિલાના વિદ્યાપીઠનો વિનાશ કર્યો.*
પ્રભુપ્રાર્થના
(“વિશ્વામિત્ર” ના એક અંકમાંથી) ભારતના લેક મેહસિંધુમાં નિમગ્ન થયા, દઈ ગીતાજ્ઞાન તેને દુઃખથી છોડાવજે; પાપીઓથી પૃથ્વી છે પૂર્ણ પરાધીન બની, પ્રાણીઓની વિષમ વિભિન્નતા હઠાવજે. ભૂલી પંથે ભટકી રહ્યા છે બધા ભારતીઓ, સત્વર સુમાણે કર્મને બતાવજો દિવ્ય દર્શાવે જતિ મુક્તિની બતાવી યુકિત, દાસની સુણીને રાડ, વાર ન લગાવજે.
૪ આ લેખ લખવામાં નીચેનાં સાધનને છુટથી ઉપયોગ કર્યો છે:૧ ડે. એની બેસંટનું “ઇડિયન એજ્યુકેશન–પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ.”
૨ ટૅ. રાધાકયુદ મુકુઈનો વિશ્વભારતી, અકબર, ૧૯૨૩માંને “ઇડિયન એજયુકેશન કૅમ ધી તસ’ નામનો લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com