________________
બુદ્ધિમાન દેશભકત પ્રત્યે એક ખાસ મહત્વની સૂચના બુદ્ધિમાન દેશભકતો પ્રત્યે એક ખાસ મહત્વની સૂચના
( લોહાણા હિતેચ્છુ ” તા. ૭-૭-૭ના અંકમાંથી સાભાર ઉદ્દત) એ કચ્છી લેવાનું બહાદુર શિવદાસભાઈ! તમને બારોટના અભિનંદન જ છે. તમારી જ્ઞાતિની લાજ રાખવાની ભક્તિ સર્વવિદિત છે. તમારી નાડીમાં શુરવીરતાનાં લોહી ફરે છે, તમે વીરરસના રસિયાં છે, તમે જ્ઞાતિને શોભાવવા સારી રીતે સેવા કરે છે. એવાં કામ કરનાર, શિવદાસભાઈને જ્ઞાતિ સાથે મીઠો સંબંધ જળવાઈ રહે એ જોઈને બારેટ રાજી થાય છે.
પણ શિવદાસભાઈ ! મુંબઈમાં મળેલા ડાયરામાં તમે હાજર હતા કે ? જો હાજર હે તો બારોટની મઢુલી આગળ એક ભાઈ જે સૂચના કરી ગયા, એ સૂચના બારોટ તમારી રક્ષાગળ મૂકે છે. એ સૂચના હિંદુવટ જાળવનારી ઉંચી સૂચના છે. તમે તે હિંદુવટ જીવતી રાખવા માટે કમરે ભેટ બાંધી છે, એટલે એ સૂચના જરૂર ઝીલજે, ઝીલીને અમલી બનાવજે.
X
સૂચના એવી છે કે, જે ચારણેએ મુંબઈમાં ડાયરે જમાવ્યો હોય એવા ચારણોની એક સંસ્થા સ્થાપવી. એવા ચારણોને એમાં પગારદારતરીકે રાખવા અને એ ચારણોનો સંઘ ગામડે ગામડે ફરે,. ગામડે ગામડે ડાયરા જમાવી એમાં રામાયણ અને મહાભારતની વીરરસની કથાઓ કહે. જુઓ તો ખરા, તમે જે વીરરસને માટે આંખ લાલ કરો છો એ વીરરસ સવ સ્થળે જામી જાય અને સૌની આંખ તમારા જેવી મર્દાનગીભરી લાલ થઈ જાય. અખતરો છે કરવા જેવો છે !
બારેટ માને છે કે એ માત્ર અખતરો નથી, પણ એક ખરી બીના છે. જે આવા ચારણોને રોકવામાં આવ્યા હોય તે જે હિંદુવટ સાચવવા માટે આજે હિદે ભગીરથ પ્રયત્ન આદર્યો છે એ કાર્યમાં ખૂબ સંગીન પરિણામ આવે. દશ વક્તાઓનાં શૂરવીરતાવિષે ભાષણ થાય એને બદલે કવિ મેઘાણંદ જેવો એક ગઢવી જે મહાભારત અને રામાયણની શુરવીરતાને પ્રસંગ કહે તે લોકોને ઉભા કરી દે, એમાં બારેટને જરાય શંકા લાગતી નથી. ભાષણો કરતાં આમવર્ગ ઉપર વાર્તાઓ સારી અસર કરી શકે છે. શિવદાસભાઈ ! આ કામ (જરૂર) કરવા જેવું છે.
જે વિધવાઓ માટે શિવદાસભાઈનો એક મિત્ર હજારો રૂપિયા આપવાને તૈયાર હોય તો વિધવા થતી વીરતા માટે તો જરૂર હજારો રૂપિયા શિવદાસભાઈના મિત્રો આપેજ. ત્રણ ચારણને પગારદારતરીકે રોકવા જેટલું કંઇ શિવદાસભાઈને કરવું, એ એક ચપટી વગાડે તેટલામાં થઈ જાય, એમ બારોટને લાગે છે.
બારેટ તો ઘણાંય ગામડાંમાં ફરે છે અને ગામડાઓને ગંદરે પ્રાતઃકાળે જ્યારે છાણના સુંડલા લઈને ઉભેલી કન્યાઓને જુએ છે, ત્યારે એને આ યુગના જુવાનીઆઓ યાદ આવે છે. શકુંતલા અને શીરીનની કલ્પનામાં ઉડતા યુવાનની ભવિષ્યની અર્ધગના છાણના સુંડલા ભરવા અહીં તહીં દોડે છે, એ વિચારજ તમને કઢંગે લાગતું નથી ? સંસ્કારભૂખ્યા કંઈક જુવાની. જીદગી બગડે એમાં બારોટને કંઈ નવાઈ લાગતી નથી.
તંદુરસ્તી હોય પણ સંસ્કાર ન હોય, શરીર ગોરું હોય પણ અક્કલને છાંટો ન હોય, હાથપગ મજબૂત હોય પણ હૈયું કાચું હોય એવી છોકરીઓને પરણી પેલી શકુંતલા અને શીરીનની કલ્પનાવાળો જુવાન માથે પોક મૂકીને રૂએ તે એમાં જરાય આશ્ચર્ય પામવા જેવું નથી !
ધનાઢયો આ કન્યાઓને સંસ્કાર આપવા પિતે એ કન્યકાઓના પિતા બને તો કેટલું બધું પુણ્ય હાંસલ થાય! એ કન્યાઓની તંદુરસ્તી જળવાઈ રહે, એ કન્યકાઓની શરીરની કાંતિ. કાયમ રહે પણ સાથે સાથે થોડું શિક્ષણ એ કન્યતાઓને મળે એ ઉદ્દેશથી ઠામઠામ કન્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com