________________
આ તે પુરુષવર્ગનાં પરાક્રમ કે કુર કાળાં ક!! આ તે પુરુષવર્ગનાં પરાક્રમ કે કૃર કાળાં કર્મ !
(લેખિકા-કુમારી જયવતી દેશાઈ-હિંદુસ્થાન” તા. પ-પ-૧૭ ના અંકમાંથી)
લગ્નગાળે શરૂ થયો છે. એ વેદીમાં અનેક બાળાઓનાં બલિદાને લેવાવાં શરૂ થયાં છે. હિંદુસંસારમાં કામ કામ અજ્ઞાનનાં અંધારાં વ્યાપી ગયો છે. તેમાં કુરૂઢિઓની અંધભકિતથી. હોળીઓ સળગી રહે છે અને તે ભડભડતી હોળીમાં, જીવદયાના હિમાયતી હિંદુઓ પોતાનાં પુત્રપુત્રીઓને હોમી રહ્યા છે :
આ ભડભડતી હોળીઓમાં અપાતાં બલિદાનનાં થોડાંક ઉદાહરણો જોઇએ.
(૧) વર કે કન્યા પૂરું બોલતાં કે ચાલતાં એ શીખ્યાં ન હોય, તેમને માબાપોની કમરે ચઢાવીને અંધરતિ શ્રદ્ધાની ભડભડતી હેળીમાં લગ્નને નામે હોમવામાં આવે છે !
(૨) બાર વર્ષની બાલિકાને કુળ નામની રાક્ષણિીની અંધભક્તિને નામે બાસઠ વર્ષના બુફાની પાંચમી પત્ની તરીકે ગોઠવણ કરવા નીકળેલા પિતાની જાતે જ પોતાને અ કુલીન માની લેવાની ગુલામી મનોદશાથી પિતાની પુત્રીના હૈયામાં ભડભડતી હોળી સળગાવે છે !
(૩) એજ કુલરાક્ષણિીની અંધભક્તિથી સાનભાન ભૂલી કઠણ કાળજાનાં બનેલાં હિંદુ માબાપ સોળ વર્ષની પોતાની કમારિકાને દશ વર્ષના કહેવાતા કુલીન ગભરની “બાયડી ” બનાવવાની રાક્ષરી રમતમાં, લગ્ન નામની હળીમાં પટના ફરઝંદનું બલિદાન હસતે મુખડે ચટાવી,
મૂછે છેકરાને આવશે કંઈ છોકરીને એઈજ આવવાની છે ?” એવી શબ્દબાણાવળીથી દઝાડેલાને ઉપરથી ડામવાની શૈતાની કરતા બતાવે છે !
(૪) ભણીગણી કન્યાને કઈ અભણ, એદી, વ્યસની કે રોગી વરની સાથે “ હાથેવાળે ” મેળવવાને બહાને સળગતા સંસારનો ભાગ બનાવવામાં આવે છે !
(૫) દમડાનાં લાલચુડાં માતાપિતા કે સગાંવહાલાં કાગડાની કોર્ટ દહીંથરું બાંધી, ઘરની તિજોરી તર કરવામાં કસાઈ કરતાં એ અધર્મ કામ કરી મલકાય છે. કસાઈ બકરાને રહે સે છે, આ લોકે મનુષ્યજાતિમાં કેમળ ગણાતી સ્ત્રી જાતિની પિોતાનજ પુત્રીને રહેસે છે. કસાઈ મુએલા પશુના માંસનું વેચાણ કરે છે, આ લોકો જીવતા મનુષ્યના માંસનું વેચાણ કરે છે !
“લગ્ન” નામની આવી હોળીઓ આ મહીનામાં ઠામ ઠામ સળગવી શરૂ થશે. તેની વાળાએથી હિંદુસંસાર હજીપણું વધુ ને વધુ સળગતો જશે.
અત્યારની લગ્નપ્રથા એટલે રાક્ષસી પ્રથા. પરણનારની સંમતિ લેવામાં ન આવે, તેની ઈરછા જાણવામાં ન આવે અને તેમ છતાં નક્કી થયેલા સાટાને જીવનભર વફાદારીથી વળગી રહેજો એ “મારશલ-હૈ” ને પડકાર કરવામાં આવે તેનું નામ “લગ્ન!' આવી રાક્ષસી રમતને લગ્ન’ નામ આપવું, તે “લગ્ન ” ની પુણ્યમય અને પવિત્ર ભાવનાઓને કલંકિત કરવા જેવું છે.
આવાં લગ્નથી હિંદુ “વરવહુ' ઘરસંસાર ચલાવે છે, પ્રજોત્પત્તિ કરે છે, પણ તેથી સંસારમાં સ્વર્ગ ઉતરતું નથી. સમાજ સશક્ત, ઉજજવલ અને આલ્હાદક બનતો નથી. નિર્માલ્ય રૂઢિઓ બલવત્તર બનતી જાય છે, દેશ વધારે ને વધારે પરતંત્ર થતું જાય છે ! આવાં લગ્ન એટલે બંધન, પડતી નીસરણ !
આ નીસરણીથી અધ:પતનને માર્ગો ઉછરતી ચૌદ, પંદર અને સોળ વર્ષની બાળાઓને પેટે પાકની નિર્માલ્ય પ્રજા નથી તો તેના માતાપિતાને મદદ કરતી, નથી તે તેની જ્ઞાતિ, ગામ કે દેશને મદદ કરતી; પણ ખુદ પોતાની જાતને પણ તે મદદ કરી શકતી નથી. હતભાગી ભારતની પરતંત્રતા અને પડતીનું મોટામાં મોટું કારણ એજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com