________________
લો૦ કુમારી સંપકાવલી”
ધર્મને નામે અધર્મ! મારા જેવી બીજી નિર્દોષ બાળાઓને ઉગાર ! તેઓને પરણેલી જીંદગી ગાળવા દે ! જે કે મેં મારું ઘર છોડી મારી પવિત્રતા જાળવી રાખી છે, છતાં દુનિયાની નિંદાથી બચવા ખાતર, મેં આ જીંદગીને છેડો લાવવા ઠરાવ કીધે છે.”
“i૦ વરદરાજાલુ નાયડુને મારા કેસથી વાકેફ કીધા છે અને તે તેમને પોતાના પત્રમાં છાપવાને અરજ કરી છે.”
મારો પત્ર વાચકે વાંચશે, તે અગાઉ તે હું આ દુનિયા છોડી બીજી દુનિયામાં ચાલી ગઈ હોઈશ; જેથી કરીને મારા પેદા કરનાર પ્રભુને હું આજીજી કર્યું કે, તે મારી રાંક બહેનને કલંકી “દાસી ” ની અંદગીમાંથી બચાવે. મને આશા છે કે, મારા મોતથી મારી દાદીમાને ધડે મળશે.
માસની ધારાસભાની જાણીતી બાન સભાસદ. શ્રીમતી મથલમી આ ભયંકર રિવાજ નાબુદ કરવાની દિલ પીગળાવનારી અપીલ કરતાં હિંદુ’ માં પત્ર લખી જણાવે છે કે –
“ગઈ તા. ૧૭ મીના “ તામીલ નાડુ ” પત્રમાં કુમારી સંપકાવલી નામની “ દાસી કન્યા, કે જેણે વેચાતરીકેનું ભયંકર અને ત્રાસદાયક જીવન ગુજારવામાંથી મુક્તિ મેળવવા આપઘાત કર્યો છે, તેનો હદયભેદક પત્ર પ્રગટ થયો છે. તે જુવાન અને બીનઅનુભવી હતી અને આપઘાતસિવાય તેને બીજો કોઈ માર્ગ સૂઝયો ન હતો. - પિતાના જેવી હાલતમાં આવી પડેલી નિર્દોષ “દાસી” કુમારિકાઓ માટે તેણે સચોટ દિલ પીગળાવનારી અપીલ કરી છે.
આપઘાત કરતાં તેણે એવી ઉમદા અભિલાષા રાખી હતી કે, તેના જેવી છોકરીઓની જે કમકમાટીભરી હાલત થાય છે, તે તરફ સમાજનું ધ્યાન ખેંચાય તે માટે કંઈક સચોટ પગલાં ભરવાને પ્રજા જાગ્રત થશે.
તેના સગુણ, આત્મભોગ અને પવિત્રતાના રક્ષણ માટેની કાળજીએ દુનિયાને બતાવી
છે કે, જીદગી કરતાં પણ પોતાના શિયળને વહાલું ગણનાર સ્ત્રીઓ ધરાવવાનો, હજી આ દુનિયામાં દરેક કેમ દા કરી શકે છે. પછી તે કેમ, ગમે તેટલી પછાત કાં ન હોય !
' એ રિવાજ નાબુદ કરો! આ ભયંકર અનીતિને ધર્મની સંમતિ હોવાને લોકોમાં ભ્રમિત ખ્યાલ પિસી ગયો છે. મંદિરના ટ્રસ્ટીઓ હઠ અને દુરાગ્રહથી તેને પિપી રહ્યા છે. “કોઈમ્બતુર સેનગુણુતર મહાજન સંધ” ની આ રિવાજ નાબુદ કરાવવાની કોશીષ ઉપલા કારણસર નિષ્ફળ ગઈ છે; છતાં હિંદુ કામે જાગ્રત થઈને પોતાના સમાજમાં પહેલી આ ભયંકર બદીને નાબુદ કરવી જોઇએ.
કહેવાતા ધાર્મિક રિવાજના ખોટા ધતીંગ હેઠળ, લાખો નિર્દોષ બાળકીઓને અનીતિના ભયંકર ખાડામાં હોમી દેવામાં આવે છે. જયારે ધર્માચાર્યો થઇ બેઠેલાએ એ ભયંકર “વેશ્યા ” સમૂહ તરફ મુંગે મોઢે જોયા કરે છે. સ્ત્રી કેળવણી નહિ હોવાથી, હિંદુ સમાજ આવા અનર્થો જડમૂળથી દૂર કરવાને તૈયાર થતો નથી, એ શોચનીય છે. સ્ત્રીઓના એક મોટા વર્ગની આવી પતિત દશાથી હિંદુઓની નૈતિક, ધાર્મિક, શારીરિક અને સામાજિક અધમ સ્થિતિ થતી જાય છે. ઘણા સુખી સંસારનું નખેદ વળે છે. આ જુવાન સ્ત્રીઓ પુરુષોનું મન ચલિત કરવા છંદગીભર સરજાયેલી હોવાથી સમાજને સડે વધતા જાય છે.
દેવદાસીઓ” માં ઘણી વાંઝીય રહે છે. તેઓ પૈસા આપીને કુમળી બાળાઓ ખરીદે છે અને તેઓને “દેવદાસી ' બનાવીને અનીતિના જીવનમાં સબડાવે છે. એવી હજારો બાળાઓ, હિંદુકેમમાં પરણીને પરણેલું સુખી જીવન નહિ ગાળી શકે ? પણ હિંદુસમાજ આવા ભયંકર અનર્થો હજુ પણ ચલાવી લે છે, તે અફસની વાત છે.
છેલ્લે શ્રીમતી મુથુલાલક્ષ્મી, આ રિવાજ નાબુદ કરવાને સુધારે મદ્રાસની ધારાસભામાં હાલ રજુ થયેલા “રીલીજીયસ એન્ડોનમેન્ટસ એકટ” (હિંદુ ધર્માદા ફંડને લગતા કાયદા) માં આમેજ કરવાની મજબૂત હીમાયત કરે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com