________________
પવિત્રતાની પ્રાપ્તિને એક આબાદ ઉપાય
૫૯૧ આપણી ભાવના દઢ છે, તે વિજય પણ આપણેજ છે!
( “સૌરાષ્ટ્ર ના તા. ૨૧-૫-૨૭ ના અંકમાંથી ) (બંગાળના નવજુવાન સરદાર, દેશપ્રેમની જીવન પ્રતિમાસમા, સુબાઝચંદ્ર બોઝને આ ખરે બંગાળની સરકારે મુક્તિ અપ છે. વીરશિરોમણિ સુબાઝનો ફ્યકાર કરતાં પહેલાં તેની પાસેથી અમુક શરતે કરાવી લેવા સરકારે ખૂબ ફાંફાં માર્યા. પણ સુબાઝ અણનમ રહ્યો. શરતી બકારા કરતાં જેલમાં રીબાઈ રીબાઈને મરી જવાનું એ શહીદે વધારે પસંદ કર્યું. આખરે
સરકાર નમી. સુબાઝ, કોઈ જાતની શરતવિના છુટો થયા. સુબાઝ જેવા વીરોને આત્મા કેવી ધાતુને ઘડાયો હોય છે એની ઝાંખી કરાવતો એક પ્રેરણાદાયી પત્ર સુબાઝે એક અઠવાડિયા પહેલાંજ તેને વડીલ ભ્રાતા ઉપર લખ્યો છે. તેમાંથી આ નીચેના ફકરા છે.)
તમને લાંબો કાગળ લખવાની પણ શક્તિ નથી રહી; પણ મારે એટલું તે જણાવીજ દેવું જોઈએ કે, મારો વિશ્વાસ અડગ છે. આ જેલખાનાની કાળી દિવાલની પાછળ પૂરાઈને હું જેમ જેમ વધારે દિવસો કાઢતો જાઉં છું, તેમ તેમ મારી શ્રદ્ધા વધારે ને વધારે અચળ બનતી જાય છે. ભાવના એજ જીવનનું સર્વસ્વ છે, એ સનાતન સત્યનું અને આ કારાગારમાં વધારે પષ્ટ દર્શન થઈ રહ્યું છે. માનવભાવનાની શક્તિ એટલી અજબ છે, કે તે ગમે તેવી કિટલેબંદીને જમીનદોસ્ત કરી શકે છે. આપણે-નિર્બળ, નાચીઝ માટીનાં માળખાંસમાં આપણ માનવીઓએ-તે, પ્રભુએ તેના પાવનકારી હુતાશનની જે એકાદ નાની ચિનગારી આપણું અંતરમાં મૂકી છે, તે બદલ તે પરમેશના ગુણ ગાતાં ગાતાં, એ ભાવનાની સાધના પાછળ જીવનનું સમર્પણ જ કરી દેવાનું રહે છે. એથીજ મારો વિશ્વાસ અડગ છે કે જે ભાવનાને કાજે મેં મારું જીવન આપી દીધું છે, તે ભાવનાને અંતે તો વિજય થવાનો છે; એટલેજ, દિવસે દિવસે બગડતી જતી મારી તંદુરસ્તીના અને મારા ભાવિના વિચારે મને જરા પણ ચિંતા કરાવી શકતા નથી. ”
“કોઈ સમાલોચકો કહે છે કે, હું સરકાર પાસેથી સારી શરતો મેળવવાને આ બધું કરી રહ્યો છું. એ જાણી મને ખેદ થાય છે. સુબાઝ દુકાનદાર નથી. કરે એ સુબાઝના સ્વભાવમાં નથી. મેં માત્ર મારા જીવનસિદ્ધાન્તજ જાહેર કર્યા છે અને એ સિદ્ધાતો ઉપરજ હું ઊભવા માગું છું. આ સ્થળ જીવનને હું એટલું કિંમતી નથી માનતો કે તેને ખાતર, જેને મેં મારી અમૂલ્ય દૌલત માની છે, એવા મારા સિદ્ધાન્તોને ભોગ આપું. આપણું યુદ્ધ ને સ્કૂલ યુદ્ધ નથી, તેમ સ્થલ પદાર્થોની સિદ્ધિને માટે પણ એ યુદ્ધ નથી. સેંટ પિલના શબ્દોમાં કહું તો
અમે હાડમાંસની જીત મેળવવા નથી ઝુઝતા, અમે તો આ દુનિયાની રાક્ષસી સત્તાઓ સામે, આ વિશ્વનાં અંધકારનાં બળાની સામે, જગતનાં નૃશંસ તવોની સામે ઝુઝીએ છીએ.' આપણે પક્ષ એ સ્વાતંત્ર્ય અને સત્યને પક્ષ છે અને એ પક્ષને વિજયજ નિમ છે, આપણે દેહ ગમે તે રીતે પડે અને નાશ પામે, પણ આપણે નિશ્ચય અડગ હોય તો વિજય પણ આપણેજ છે.”
પવિત્રતાની પ્રાપ્તિનો એક આબાદ ઉપાય
( લેહાણાહિતેચ્છુ ” –ના. ૨૮-૪-૨૭ ના અંકમાંથી ). શબ્દ શબ્દ મીઠાશ હોય, વાકયે વાકયે શુદ્ધ વિચાર હોય અને જીવનના પ્રસંગમાં દિલ સાફ હોય એનું નામ પવિત્રતા. ગંગાકાંઠે સ્નાન કરી સ્વરછ કપડાં પહેર્યો હોય, કપાળમાં તિલક કર્યું હોય, મુખે “રામનામ' બોલતો હોય છતાં જો એનું દિલ સાફ ન હોય તો એનું નામ અપવિત્ર. માણસ મનુષ્યતરીકે, લેખકતરીકે, વક્તા તરીકે, વર્તમાનપત્રકારતરીકે, વ્યાપારીતરીકે, સંસારી તરીકે અને સેવકતરીકે આવા પવિત્ર માણસો કેટલી છે? શબ્દમાં મલિનતા હોય, વાક્યમાં ગંદા વિચારો ભયો હોય અને જીવનના પ્રસંગોમાં દિલમાં ઝેરર ભર્યા હોય એવાએથી પ્રભુ દેશને, માનવજાતિને બચાવે. એવા લાખ કરતાં જેનું દિલ સાફ હોય એ એક પવિત્ર માણસ જગતને વંદનીય છે. જેને જેને રોજ એવા એક પવિત્ર માણસનું દર્શન થાય છે એને આંગણે સાચી પવિત્રતા ઉતરે છે અને પ્રભુત્વનાં તેજકિરણ પ્રકાશે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com