________________
એક ચમત્કાર !
૫૭. તરહ છે ! હિંદુધર્મ બરાહ ઔર કશ્યપ મેં ભી ભગવાન કા અવતરણ સમઝતા હે; પરંતુ આજ ઉસી હિંદુધર્મ કે માનનેવાલે મનુષ્ય મેં ચાંડાલ કે આભાસ પાતે હૈ. વિશાળ હિંદુધર્મ શિલા કે ભગ્ન ખંડહર મેં ભી અખિલ બ્રહ્મ કી મૂર્તિ પ્રતિષ્ઠિત પાતા હૈ ઉસી હિંદુધર્મ મેં આજ ભક્તિ કી ભાવનાઓં સે પ્રેરિત હોને પર ભી કરોડે અભાગે ઉન શિલા-નિર્મિત મૂર્તિોં કા દર્શન નહીં કર સકતે ! યહ ધર્મ કા ઉપહાસ નહીં, તે ઔર ક્યા છે ? હમેં મરતી હુઈ હિંદુજાતિ કે ઈસ ઉપહાસ સે બચાના હોગા; અન્યથા ઇસકે અંતસ્થલ મેં નીરવ સદન કા એક મૂક ચીત્કાર હેગ; ઔર ઉસ ચીત્કાર કે નિસ્તબ્ધ પ્રાંત મેં હમ હિંદુજાતિ કે નીરવ, શાંત ઔર ચિરનિદ્રા મેં અભિભૂત પાયેંગે ! !
એક ચમત્કાર ! (કુમાર ના ફાગણ માસના અંકમાંથી ઉદ્ધત ) “વીસમી સદીમાં દેવદેવીઓના ચમત્કારો વગેરેમાં માનનારાઓ બહુ ઓછા થતા જાય છે. બુદ્ધિથી વિચાર કરનારાઓએ ચમત્કાર જેવી જણાતી દરેક બાબતનું કંઈ કંઈ કારણ શોધી કાઢી એ ભ્રમ દૂર કર્યો છે.
અમે પણ એજ જાતની એક માન્યતા જૂઠી હોવી જોઈએ એમ ધારી, અમદાવાદથી પ્રાંતિજ-ખેડબ્રહ્મા લાઈનમાં ડભોડા સ્ટેશનથી ત્રણેક ગાઉ દૂર આવેલા પાવજ ગામમાં હોળી જેવા ગઈ કાલે બપોરે ગયેલા.
દરેક ગામમાં હોળી પ્રગટાવાય છે; અહીં માત્ર વિશેષતા એટલી સાંભળેલી કે એ હોળીનાં લાકડાં સળગી રહ્યા પછી ધખધખતા અંગારામાં થઈ ગામનાં બધાં માણસો દર વર્ષે ઉઘાડે પગે ચાલ્યાં જાય છે, તે પણ તેમને કશી ઈજા થતી નથી!
કંઈ કંઈ તર્કવિતર્કો કરતા અમે ત્યાં પહોંચ્યા. સાંજે સાતેક વાગ્યે ગામના માણસે કાળકા માતાકી જય ! અંબે માતાકી જય !” એમ બોલતા એકઠા થયા. અમે પણ સાથે જ હતા. બધે સ્થળે જેમ હોળી પ્રગટાવાય છે તેમ અહીં પણ હોળી પ્રગટાવવામાં આવી. સૌ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. રાત્રે લગભગ દસ વાગ્યે હોળીની જવાળાઓ નીકળતી બંધ થઈ; એટલે વળી પાછાં માણસે “ કાળકા માતાકી જય, અંબે માતાકી જય” બોલતાં ભેગાં થઈ ગયાં. બે-ચાર માણસોએ ધગધગતા કોલસાના ઢગલાને આઠદસ ફુટમાં પહોળો કરી નાખ્યો; અને તે પછી લેકે એક પછી એક તે ઉપરથી પસાર થવા લાગ્યા. અમે તે જોઈ જ રહ્યા !
આ ભેદ જાણવા માટે અમે અહીં આવ્યા હતા; એટલે અમે પણ એ ઢગલામાં ચાલવાને નિશ્ચય કર્યો. બળવાની બીક બહુ લાગતી હતી; પણ હિંમત ભીડી અમે અંદર પડયા. બે, ત્રણ અને એથે ડગલે બહાર નીકળી ગયા. અમારા પગમાં લેશમાત્ર ઇજા થઈ ન હતી! પછી ફરી એક વાર અમે બંનેએ ચાલી જોયું; પણ જરાયે ઈજા ન આવી. ત્યાંના કેટલાક માણસો જાણે પાણીમાંથી પસાર થવું હોય તેમ પગમાંથી જેડા કાઢી, કપડાં ઉંચાં લઈ ખૂબ આસ્તે, ૫થ્થરના ઢગલા ઉપરથી ચાલતા હોય તેમ ચાલ્યા જતા અને બિલકુલ ઈજાગર બહાર નીકળતા ! કેડમાં છોકરાં બેસાડીને પણ ઘણાં માણસો અંગારામાં ચાલતાં. નાનાં નાનાં છોકરા છોકરીઓ પણ અંદરથી દોડાદોડ કરતાં.
આટલી બધી હકીકત અમે અનુભવી અને નજરોનજર જોઈ. ખૂબ ધીરેથી ચાલનારના પગના તળિયામાંથી પરસેવો છૂટે છે. ચાલતાં ચાલતાં જે કાઇના પગ નીચે અંદર હામેલા નાળિયેરની કાચલીનો અગ્નિ કે એવું કંઈ આવે તો પગે ચોંટી જરા ચમકાવે, પરંતુ એનાથી પગમાં ફોલો નથીજ ઉઠતા.
બાળકથી માંડી વૃદ્ધસુધી ત્યાંના સૌ કોઈ આની પાછળ માતાનું સત માને છે. કેળવાયેલ માણસે ત્યાં બહુ ઘેડા છે. અમારા જેવા માતાના પરચામાં અશ્રદ્ધા રાખનારા પણ એમાંથી વગરઇજાએ કેમ નીકળી શકયા ? એનું કારણ અમને કાંઈ સમજાતું નથી. હોળી પ્રકટાવવાના સ્થળ સામેજ કાળકા માતાની ઓરડી છે. આ વાતની પરીક્ષા કરવા કેઈ વાર ઘર આગળ હોળી સળગાવી અંદર ચાલી જોવાનો અમારો વિચાર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com