SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ સિદ્ધાર્થ રાજન અને યશેધર જેવી સિદ્ધાર્થ રાજન્ અને યશોધરાદેવી [એક સંવાદ] (લેખકઃ દેશાઇ મગનલાલ દલીચંદ. ચિત્રમયજગત” ના ડીસેમ્બર ૧૯૨૬ ના અંકમાંથી) સિ–અરે ! આ ચીસ કયાંથી ? દેવી યશોધરા ! આ શું ? આટલી બધી આકુળ વ્યાકુળ કેમ? અમનો અખંડ પ્રવાહ ખાળ્યો ખળતો નથી. તારા કોમળ દિલને કેણે દુભવ્યું છે બાલ તે ખરી ? (એમ કહી યશોધરાને બાહુપાશમાં લઈ હદય સાથે દાબે છે અને આશ્વાસન દઈ ભયમુક્ત કરે છે.) ૧૦-સિદ્ધાર્થ રાજન! કંઈ નહિ, અમસ્તુ ! સહેજ. સિહ-યશોધરા ! “કંઈ નહિ, અમસ્તું, સહેજ, એ વચને વદવામાં તારે ધ્વનિ ન હોય, પણ તેને પ્રતિધ્વનિ તે છેજ. મારા જેવા રાજ-રિદ્ધિવાળા રાજકુમારની રાણી હોવા છતાં રિદ્ધિવાળા રાજકુમારની રાણી હોવા છતાં, તું શા માટે શોક ધરે અને કાલ્પનિક દુઃખ ભોગવે ? એ સમજાતું નથી. મને દુઃખ થાય એવા આશયથી તું વાત છુપાવતી હોય, એ સ્વાભાવિક છે; પરંતુ એમ કર્યાથી મારું દુ:ખ વિશેષ વધતું જાય અને તારું દુ:ખ કિંચિત્ પણ ઓછું ન થાય, એ મહત્વનો વિચાર તારે નથી કરવાને એમ નથી; પણ સાથે સાથે ભયમુક્ત બની હૃદય ખેલવું ને હળવું કરવું, એ વિચારવું પણ જરૂરનું છે. અંતરની કથની કથનાર એક અંતર છે અને સાંભળનાર અન્ય અંતરજ છે. દેહે જૂદા છતાં એક જ દેહ છીએ. ય૦-રાજન! સૌભાગ્ય. અહોભાગ્ય મારાં કે જેના સ્વામીનાથ સિદ્ધાર્થ છે. આવા રાજ વૈભવમાં મને શા પ્રકારનું દુ:ખ હોય ? એ સંભવેજ કેમ ? માત્ર કાલ્પનિક સ્વપ્ન એ દુ:ખની ક્ષણિક કથા. ગાઢ નિદ્રામાં ભયભર્યુ અનિષ્ટ અમંગળ સ્વપ્ન આવ્યું, પરિણામે ઝબકી, એકદમ જાગી ઉઠીને ચીસ પાડી. સિહ-સ્વપ્નાં તો મનેય આવે છે; પણ ઠીક, તારી વાત આગળ ચલાવ. ય-પ્રીતમ દેવ ! “આસો માસની શરદ્દ પૂનમની રાત'' એટલે શું? સંદર્ય દેવીને સાક્ષાત્કાર ઉલ્લાસવંત ચંદ્રમા, નગર, વન-ઉપવનની શોભાને પૂર્ણ ટોચે લાવવાને પિતાની સોળે કળાને ઉપયોગ કરી રહ્યો છે, અને એ ચાંદલીઓ ચોકમાં ચમકીને સન્નારીઓના મધુર કંઠમાંથી નીકળી આવતા રાસડાઓને ખીલવી રહ્યો છે. આ સમયે હું રાજમહેલની અગાસી પરની એક બેઠક પર બેસી શીતળ શશિની શોભાને એકીટશે જોઈ રહી હતી. અચાનક જંગલના ખુલા પ્રદેશ પર નજર ખેંચાઈ. વિશેષે જોતાં જણાયું કે, હિમ જે સફેદ અને તેજસ્વી અશ્વ પવનવેગે દે જતો હતો. સ્વાર પણ સ્વાંગમાં દિવ્ય યુવક હતું. તેના ફેટાનું ફુમતું પછાડી હવામાં ફરફર ફરકતું વિધુતની માફક ઝબકારા મારતું હતું. સિવ-દેવિ, યશુ ! આમાં ભય પામવા જેવું શું અને રડવા જેવું શું? પ્રતાપદંશી રાજાની રાણીઓ “સબળા' નામથી સંબોધાય છે, ત્યારે તું તો અબળા કે ? ય-પરમદેવ ! કેસરી કરી રણમાં લડનાર ને મરનાર શુરવીર રજપૂતની અંતિમ કાળની પ્રધાન-વાસના જે રહી જાય છે, તે વાસનાને તૃપ્ત કરવાનું પછાડીનું કાર્યકર્તવ્ય રજપૂતાણીઓનું હોય છે. ઝળઝળ બળતી ચિતાઓ જ્યારે એ રમણીઓનું છેવટનું આરામ-સ્થાન-રામનું સ્થાન બને છે, ત્યારે જ તેમને સબળા કહેવામાં આવે છે. ચારિત્રનો મહાન પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થતો અને તેનો તોડ પણ ત્યાં જ કાતો. આ સિવાય અન્ય તમામ બાબતમાં અમોને શાશ્વત અબળાવાદજ ગળથુથીમાં પાયો છે. સિહ-(સતી થવાની પ્રથા પર ચિંતન કરતાં વદન કરુણ-મૂર્તિ બને છે.) ૩૦-આર્યકુમાર ! વાત અવળે પ્રવાહે વહી. એ પાતાળ-પ્રવેશી અશ્વ આપણી હયશાળાનાજ: અને અધારૂક યુવક તે એજ કે જેની સામે હું અત્યારે નિર્ભય બની વાત કરી રહી છે. જોકે આપનું મુખ જોયાનું યાદ નથી, તોપણ અશ્વપરની બેસવાની છટા અન્યની ન દેખાઈ પણ આપનીજ. રાજમહેલ તરફ પુનઃ આવવા ઘણી ઘણી અરજ કરી, બૂમ પાડી, રાઈ, રડી, અનહદ આકેદ કર્યું, પરંતુ બધું વ્યર્થ. ગયા તે ગયાજ. જંગલમાં પ્રવેશ સમયે એક અણુખીયું ગુલાબનું પુષ્પ ફકત ફેકતા ગયા. હૈયું હાથ ન રહ્યું ને અગાસી પરથી પડતું મૂકવું. ચી સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy