________________
ananana
ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ
પ૧૫ મારી પ્રવિવિક્તતાનું પણ હું વર્ણન તને કહું છું. એકાદ નિબીડ અરણ્યમાં જઈને હું રહે. પશુને પાળનારા ભરવાડ, કઠિયારા અથવા બીજું કોઈ પણ જે ભાગમાં આવતું દેખાતું ત્યાંથી હું નાસી જતો અને તેમની દૃષ્ટિ આડે થતો.આ રીતે મેં પ્રવિવિક્તતા આચરી હતી.”
“કોઈ કઈવાર હું ગેવનું છાણ ખાઈને રહેતો.પિતાનાં મળમૂત્ર ખાઈને પણ મેં કેટલાક દિવસો કાઢયા છે; આવું સૂગ ચઢે એવા પ્રકારનું મારું ખાવાનું હતું. ઘેર જંગલમાં મેં નિવાસ કર્યો હતો. ટાઢના દિવસેમાં હું ખુલ્લા મેદાનમાં સૂત. કોઇવાર સ્મશાનભૂમિમાં જઈ મૃતોનાં હાડકાંને ઓસીકે મૂકીને સૂતો હતો. જોકે મારા ઉપર થુંકતા હતા; તથાપિ મારા મનમાં મેં તેમને માટે જરા જેટલો પણ ખરાબ વિચાર આવવા દીધો નથી.”
આ પ્રમાણે જુદી જુદી જાતનાં નિષ્ઠર, કઠોર, ઘોરતર, ભયંકર, બીભત્સ, નિસર્ગસિદ્ધ અને નિસર્ગવિરુદ્ધ એવાં તપ એ સમયમાં પ્રચલિત હતાં. એમાંના કેટલાક પ્રકાર હમણુ સુદ્ધાં હિંદુસ્થાનના કેટલાક વિશિષ્ટ પંથેમાં પ્રચલિત છે. કાંટાની પથારી કરી તેમાં સૂવું, કાંટાવાળી ચાખડીઓ પહેરવી, સખ્ત ટાઢના દિવસોમાં ગળા જેટલા પાણીમાં જઈ ઉભા રહેવું, ઉનાળાના દિવસમાં તપેલા શિલાખંડ ઉપર ઉભા રહી તપશ્ચર્યા કરવી, પંચાગ્નિસાધન, સ્મશાનવાસ, કેશ ચુંટી કાઢવા, ઉપવાસ, કુછૂચાંદ્રાયણ વ્રતો વગેરે પ્રકારો હમણાં પણ રૂઢ હોવાનું નજરે પડે છે. પોતાની વિષ્કા અને વમન પોતેજ ખાઈ જવાનાં ઉદાહરણ અરપંથી લોકોની અંદર એકસરખાં ચાલે હોવાનું દષ્ટિએ પડે છે. આ ઉપરથી જોતાં હમણાં પ્રચારમાં છે, તે વિવિધ પ્રકારની તપશ્ચર્યાની પરંપરા આજ ર૫૦૦ વર્ષથી ચાલી આવી છે, એ સહજ ધ્યાનમાં આવે એવું છે.
દેહદંડની નિરર્થક્તા આ બધા પ્રકારો પૈકી બોધિસત્વને ઉપવાસ પર વિશેષ વિશ્વાસ હતો, એવું અરિયપરિયેસન તથા મહાસચ્ચિક સુત્ત ઉપરથી જણાય છે, પરંતુ એ પૈકી એકનાથીયે પણ બોધિસત્વને શાંતિસુખને આનંદ મળ્યો નહિ. એનું કારણ આ પ્રકારની અંદર “આર્ય પ્રજ્ઞા” નહોતી એવું વર્ણન મધ્યમ નિકાર્યમાં આવ્યું છે:-“રં તૂ I મસાવ સિવાય કાર અનધિમા” આવી રીતે શ્રમણોના માર્ગથી નિર્માણ પદવીએ પહોંચવું શક્ય નથી, એવી પૂરેપૂરી ખાત્રી થઈ ત્યારે પોતે બાળપણમાં જાંબુડીની છાયામાં બેસીને કરતા હતા તે ધ્યાનમાર્ગનું બોધિસત્વને સ્મરણ થયું. ભગવાન બુદ્ધ અગ્નિવેસાને કહે છે --“મારા પિતાના ખેતરમાં ખેડવાનું ને વાવવાનું કામ ચાલતું હોય ત્યારે હું જાંબુડીની છાયામાં ધ્યાનનિમગ્ન થઈને બેસતા હોવાનું મને સારી રીતે યાદ છે. એ યાનના આનંદનું સ્મરણકિરણ ચિત્તાકાશમાં માત્ર ચમકયું, ત્યાં તે બેધન ( સંપૂર્ણ જ્ઞાન) ખરો માર્ગ તે આજ, એવી મારી ખાત્રી થઈ ચૂકી.” મહાભાગના આધ્યાત્મિક પ્રગતિના ઇતિહાસમાં આ અતિશય મહત્ત્વનો પરિવર્તનકાળ છે.
શ્રમણ સંન્યાસમાં રૂઢ એવા દેહદંડના પ્રકાર અને કઠેર ત્યાગમાર્ગ નિર્વાણપદપ્રાપ્તિની દષ્ટિએ વ્યર્થ છે, એવી ખાત્રી થયા પછી બેધિસત્વને આધારકાલામે ઉપદેશેલે સમાધિમાગું યાદ ન આવતાં બાળવયમાં આક્રમેલા ધ્યાનમાર્ગ તરફ તેનું મન વળ્યું. એમાંનો મર્મ શું ? એ સમજવાને આધિસત્વનું મુખ્ય ધ્યેય શું હતું, એ બરાબર સમજી લેવું જોઇએ. સંસારસાગરમાં ગુલાંટા ખાતી દર્બળ જનતા તરફ જોઈને મહાભાગનું અંતઃકરણ હળહળી ઉઠયું હતું. ઈદ્રિયસુખ એ સત્ય અને નિત્યસુખ નથી, એ તેમના અંતઃકરણમાં અછી રીતે હેર્યું હતું, પરંતુ વૈષયિક અથવા અકુશળ (અકલ્યાણકારક) બાબતેપર અવલંબી રહેલા સુખને તિરસ્કાર આવવો એટલાપરજ તેમની મજલ અટકી નહતી; પણ પ્રેમ, પ્રીતિ, કરુણા, દયા ઈત્યાદિ કુશળ (કલ્યાણકારક) ભાવનાઓને લીધે ઉત્પન્ન થનારા શાશ્વત સુંદર સુખને બિલકુલ છેવટના પગલે તેમને પહોંચવાનું હતું. આ ઉપરથી અહંકાર, કામ, સ્વાર્થીદિકાથી ઉત્પન્ન થતી વિષયાસક્તિ ને ઇન્દ્રિયસુખપ્રત્યેનું મનનું ખેંચાણ નષ્ટ થઈને, અકુશળ વિચાર ને ભાવનાઓ નષ્ટ થાય ને શુદ્ધ પવિત્રગંધી અહંકારકંટકશૂન્ય, કલ્યાણકુસુમમયી વાસનાવલ્લરી મનોભૂમિ ઉપર ડોલવા લાગે ને એવા પ્રકારની અકુશળ વિચારવિરતિપૂર્વક કુશળ વિચાર-પ્રવૃત્તિથી ઉદ્દભવનારા નિરતિશય-નિવણસરોવરમાં મન કમળ વિકસે, એ બોધિસત્વનું મુખ્ય એય હતું. લોકકલ્યાણ સાધી શકાય તે તે આજ માર્ગથી, એવી મહાભાગની દઢ શ્રદ્ધા હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com