________________
ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ
૫૦ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ
(‘ચિત્રમયજગત ના સપ્ટેમ્બર તથા નવેંબર ૧૯૨૬ ના અંકમાંથી) પ્રસ્તાવના:-દુનિયામાં આજપર્યંત અલૌકિકતરીકે મનાયેલા સાતઆઠ મહાત્માઓમાં ભગવાન બુદ્ધની પણ ગણના થાય છે; તથાપિ જેમના ગુણોથી લોભાઈને તે ગુણગાન ગાવામાં આધુનિક ઇતિહાસકારોની લેખણ થનથનાટ કરવા લાગે છે એવા નરવીરોની પ્રભાવલિમાં તેમનું નામ નજરે પડતું નથી. આ માન સીઝર, એલેકઝાંડર, નેપોલિયન વગેરેને લાગ્યું છે. સ્પષ્ટ એજ છે ! ભગવાન બુદ્ધ પિતાને કીતિવજ ઉપર જણાવેલા વીરની પેઠે ઐહિક ઐશ્વર્યાના આડંબર ઉપર રાખ્યો નથી અથવા એવી ઐશ્વર્યરૂપી ઇમારત રચતી વેળા, તેને મજબૂતી આણવા સારૂ દીધેલા નરબલિના રક્તવડે નીતરતી તરવારથી ભય પામી પ્રશંસક બનેલા ભાટેની સહાયતાની પણ તેણે અપેક્ષા રાખી નથી. મહાભાગોના સામ્રાજ્યની વાતજ જૂદીપિતાના સામ્રાજ્યની સાક્ષી પૂરનારા શિલાલેખ તેમણે જનતા જનાર્દનના અંતઃકરણરૂપી શાશ્વત શિલાતલ ઉપર કેવળ જ્ઞાનચક્ષવડે વાંચી શકાય એવી અદશ્ય લિપિમાં કરી રાખ્યા છે. આવાં સામ્રાજ્યની રચના આંખની કીકીનેયે પિતાના મૃદુસ્પર્શથી આહાદ આપનાર છે, પરંતુ પ્રસંગે પ્રચંડ શિલાખંડને સુદ્ધાં પિતાના અવિરત વર્ષોવથી શૂન્યવત કરણક્ષમ જે નીર તદુપમ નિર્મળ પ્રેમના સામર્થ્ય પર થયેલી હોય છે. આ સામ્રાજ્યની શાશ્વતિ પણ ચાર આઠ પેઢીએ ટકયા બાદ નામશેષ થઈ જતી શાશ્વતિ પૈકી નથી તે કલ્પકલ્પાંત સુધી ટકનારી હોય છે. આવાં અક્ષય સામ્રાજ્યોના પ્રસ્થાપકાને ચિદ્ધન ચૈતન્યના અવતાર માનવાની આપણ હિંદુઓની રીત છે.
અવતાર ધારણ કરવાના પરમેશ્વરના ઉદેશ અનેક હોઈ શકે છે. ધર્ણોદ્ધાર, દુ:સંહાર, શિષ્ટ પરિપાલન, આદર્શ ભૂત આયુષ્યક્રમ ઇત્યાદિ મુખ્ય છે. એ પૈકી બુદ્ધનું અવતારકાર્ય ધર્મોદ્વારનું હતું.
એ મહાભાગસંબંધી એકંદર હકીકત અહીં આપવી અશક્ય છે; તેથી તેમની આધ્યાત્મિક સાધના, સિદ્ધિ અને ઉપદેશ, આ ત્રણ બાબતોનું જ વિવેચન કરવાનું અહીં ક્યું છે. બુદ્ધની બાબતમાં અનેક ભ્રામક, અતિશયોક્તિપ્રચૂર ને અસંભાવ્ય કલ્પનાઓ જનસમાજમાં રૂઢ છે. પાલીભાષાના જાણકાર ને બૌદ્ધ તત્ત્વજ્ઞાનમાં કુશળ ગણાતા સુપ્રસિદ્ધ ધર્માનંદ કોસંબીના લેખ- નાધારે ઉપરની ભ્રામક કલ્પનાઓનું નિરસન કરવાનો પ્રયત્ન પણ આ લેખમાં કર્યો છે. હું
અવતારી હતા છતાં પણ ભગવાને માનવદેહ ધારણ કર્યો હતો; ને પ્રથમ ક્રમે ક્રમે પિતાની ઉન્નતિ કરી લઈને છેવટે સિદ્ધાવસ્થામાંના પુરુષો પ્રમાણે પિતાનું વર્તન તેમણે રાખ્યું હતું.. આથી જ તેમનાં વૈરાગ્ય, દયા, પ્રેમ ને સન્નિષ્ઠા અખિલ માનવજાતિને આદર્શ ભૂત થઈ રહ્યાં છે. તેઓ અવતારી પુરુષ હતા, તેથી તેમની વાત જૂદી ને આપણી જૂદી. તેમની પેઠે વર્તવાને આપણે પ્રયત્ન કરે એ અનિષ્ટ છે, એમ માનવું એ મૂર્ખાઇભરેલું' લેખાશે. પરમેશ્વર જ્યારે મનુષ્યદેહમાં અવતરે છે, ત્યારે માનવદેહધારી આત્માને કયી કયી કરણી કરવી શક્ય છે, એ બતાવી આપવું એજ તેમનો મુખ્ય ઉદેશ હોય છે. મનુષ્યની અંતર્ગત શક્તિને વિકાસ કેટલા પ્રમાણમાં થઈ શકે છે ને તેનું રહસ્ય શું છે, એ સમજાવવા સારૂજ ઈશ્વર પોતે પંચભૌતિક દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર અવતરે છે. બુદ્ધની સાધનાનો અભ્યાસ આપણે આજ દષ્ટિથી કરવો જોઈએ. તેમણે મેળવેલી સિદ્ધિ, સામાન્ય મનુષ્યને એક તે શું પણ મેં જમે પણ મેળવવી શક્ય નથી; તથાપિ જે મુમુક્ષ છે તેમણે, બુદ્ધ પિતાના નેત્ર સામે રાખેલું ધ્યેયજ પોતાની સામે પણ રાખવું જોઈએ. અનંત જન્માંતરે કાં નહિ, પરંતુ પ્રયત્ન કરનારાને મુક્તિ છે જ એવો વિશ્વાસ ભગવાને પિતેજ શ્રીમુખે ગીતામાં આવ્યો છે; તે જન્મોનો હિસાબ રાખવાનું કારણ નથી. ઉજજવલ ધ્યેયને આંખ સામે રાખીને તદનુસાર વર્તવું એટલું જ આપણું કર્તવ્ય ને એજ આપણા જયનો બીજમંત્ર.
બચપણ ને અધ્યાત્મનું બીજ:-ગૌતમ શાક્ય કુળમાં જન્મ્યા. શાકય એ એકવિશિષ્ટ જાતિનું નામ. આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં આ જાતિના લોક આર્યાવર્તને ઉત્તરભાગમાં રહેતા હતા. આ શાકયરાજ્યના પૂર્વ, પશ્ચિમ ને ઉત્તરભાગ નિર્જન અરોથી વ્યાપેલા હતા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com