________________
wwwwwww
wwwwwwwwwwwwwwwwwwwwwwww
ઓ હિંદુ બડેખાઓ! વાચા, વિચારે અને રડે એક આધેડ વયની, બહુ ભીરૂ નહિ તેમ બહુ વાચાળ નહિ એવી પાટીદાર કેમની સ્ત્રી જોઈ, ત્યારે પચાસેક વર્ષ પર મારી માટી બહેને મને વાંચી સંભળાવેલ સીતાની પર્ણકટીનું ચિત્ર તરત જ ખડું થયું; પણ મને લાગ્યું કે આ બાઇને આવા એકાંતમાં કોઈ પણ જાતના પાડોશ વિના, સગાંસાંઈથી દૂર, બાળબચ્ચાંની પણ સબત વિના, કોઈ પણ સ્ત્રીમિત્ર (કે શત્રુ) વિના કેમ ગોઠતું હશે ? તેના દીવસ કેમ નિર્ગમન થતા હશે ? નારણભાઈએ તરત ખુલાસો કર્યો કે પ્રથમ તે તેમને અહીં આવવું પિસાતું નહતું. તેઓ વસે છોડીને મારી ઝૂંપડીમાં વાસ કરવા આવવા ખુશી નહોતાં; પણ નાગપુર સત્યાગ્રહમાં હું જઈ આવ્યા પછી, તેમને મારા પ્રત્યે વિશેષ લાગણી થવાથી તેઓ મને સાથ આપવાને છેલ્લા અઢાર માસથી આવ્યાં છે, અને હવે તો તેમને અહીં ગોઠે છે. હું કઈ દિવસ રાત્રે બેરસદ કે વાસણાથી આઠ નવ કે દશ વાગે આવું છું, ત્યારે પણ તેને એકલીને મૂંઝવણ આવતી નથી.
આવી કીમાં રાચરચીલું, જીદગી ભોગવવાની ચીજે કઈ કઈ હશે તે જોવાનું કહલ મને થઈ આવ્યું અને તે દાબી શક્યો નહિ. તે બહેનની પરવાનગી લઈ પર્ણકુટીમાં દાખલ થયો. ત્રણ દેવદારી પાટી ની પેટીઓ, એક લોઢાના પતરાની રંક, પાંચ સાત ટીનના ડબ્બાઓ, કેસરી (મરાઠી)ના કેટલાક અંકે, નવજીવન પ્રકાશન મંદિરનાં કેટલાંક પુસ્તકે, રાઈને ચુલો, હાંલાં તથા શૈડાં તપેલાં અને લોટા પ્યાલાં, લીંબુના અથાણાની બે ત્રણ માટલીઓ, બે ચાર ગોદડાં અને એવી બહુજ સાદી ઘરવખરી હતી. કુટીની ભોંય બહુજ સ્વચ્છ રીતે લીંપેલી હતી, ને કુદી પણ વિશાળ હતી. ૧૬ :ટ લાંબી અને ૧૫ ફુટ પહોળી હતી. આંબાની છાયાનું તો પૂછવું જ શું? રજા લેતાં દિલગીરી થઈ અને શાંતિ મેળવવા ખાતર, નિઃસંગ દશા ભોગવવા અને કુદરતનું સાનિધ્ય અનુભવવા, “અનુભવીને એકલું આનંદમાં રહેવું ?” એ સત્ય કરવા, એકાદી રાત્રિ રહેવા મન બહુ લલચાયું; પણ લોભસેવાને પણ લેજે. આવતી કાલે વાંકળના ભીલ આશ્રમની મુલાકાત લેવાનો લોભ ન રોકી શકો અને મૂંઝાયેલા હદયે સીતા તથા રામની–બનેની રજા લીધી. “રામ” (નારગુભાઈ) તે ઠેઠ બોરસદ સુધી મૂકવા આવ્યા, અને વાસદ સ્ટેશન ( ૧૧ માઈલ દૂર ) જવાની મોટરમાં અમને રવાના કરી પછી પિતાની પર્ણકુટીએ આશરે ૬ વાગે પાછા ફર્યા.
- નારણભાઈની ને મારી નબળાઈઓ ચાલતાં ચાલતાં મેં નારણભાઈને પૂછયું હતું કે, “તમારે કાર્ય કરવું ગામલેકની સાથે દિવસ આ બહાર; એટલે કે બોરસદ કે વાસણામાં ફરીને કામ કરવું, તો પછી ગામમાં ઘર લઈને ન રહેતાં, આમ કોઇના ખેતરમાં એકાંતવાસમાં કેઇના સંગ વિના, ઝૂંપડીમાં રહેવાનું શું કારણ ?” તેમણે કહ્યું – પ્રથમ હું ગામમાં રહેતા હતા. ત્યાંના વાસથી મારા મનની કેટલીક નબળાઈઓ બહાર આવી. ગાંધીજીના શિષ્યના શિષ્યને બોરસદ સત્યાગ્રહ છાવણીના આજીવન સભ્યને આવી નબળાઈ ન હોવી જોઈએ, તેથી મેં મારી નબળાઈ ટાળવા, મારા મનને સંયમી કરવા, ગામ છોડી આ ઝુંપડીમાં રહેવા આવવા ઠરાવ કર્યો અને આજે ત્રણેક વર્ષથી રહું છું. પ્રથમ તે એકલો રહેતા હતા, પણ હવે તે મારાં પત્ની પણ સાથે રહે છે. માનસિક નબળાઈઓ ત્યાગી શકો છું અને હવે તે આ ઝુંપડી છોડવી કેમ ગમે ?” આવા નિખાલસપણે પિતાની નબળાઈએનો દરેક માણસ એકરાર કરતે હોય, છેવટ, થોડા મિત્રોને પણ વાત કરતો હોય તે તેને સુધરવાને માર્ગ કેટલો સહેલો થાય છે અને આ તકનો લાભ લઈને, હું મારી પણ એક નબળાઈનો એકરાર કરી દઉં તે પ્રભુ જરૂર મને માફી આપશે.
હું ધંધે ઇજનેર હતો. બંગલા, સડકો, મહેલો બાંધવાનું કામ તે સાથે કંટ્રાકટરોની સાથે રાજને પરિચય. હજાર રૂપિયા કમાવી આપવાની કે બીવડાવવાની જેના હાથમાં સત્તા હોય છે, તે સત્તાને કાયમને માટે કોઈ દુરૂપયોગ ન કરે એ તો કેમ બને ? વેશ્યાની સાથે પોતાના ધંધાને અંગે ઘણે વખત પરિચયમાં આવવાનું બને અને તેના પ્રલોભનમાં ન પડવું, એ જેટલું એક સાધારણ મનુષ્યને માટે દુકર છે, તેટલું જ એક ઈજનેરે કંટાકટર પાસેથી લાંચ ન લેવી એ દુષ્કર છે. મેં મારી ૨૩ વર્ષની ઇજનેર તરીકેની નોકરીઓમાં ફકત બે વખત લાંચ લીધી હતી, એમ મને યાદ છે. એક વખત પોરબંદર રાજયમાં ભાદરવીયર (બંધ) ને એક કંટ્રાકટર પાસેથી રૂ. ૪૦૦ ચારસે લીધા હતા. તેમાં મારે બચાવ એટલોજ છે કે, તે વખતનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com