________________
એ હિંદુ બડેખાઓ! વાંચે, વિચાર અને રડે વોની વૈશ્યવૃત્તિ સમાયેલી છે?
| મારી પાસેના જાહેર ફંડમાંથી રૂા. ૫૦૦ વગેરવ્યાજે આવતા ભાદરવા માસ સુધી ઉછીના આપવાનું મેં વચન આપ્યું. આ સાંભળી તેઓ ખુશ ખુશ થઈ ગયા. અને “નવો કુવો બંધાવી આપવા જેટલું તમને પુણ્ય થશે એવા ઉદ્દગારો સહેજે તેમના માંથી નીકળ્યા. “આ વખતે અમારી પાસેથી કથળી છોડામણના સંકડે પાંચ રૂપિયા લેત અને વ્યાજના રૂપિયા પચાસેક થાત. આ આશરે રૂા.૭૫ ની રકમ તમે બચાવી, તેથી પ્રભુ તમારું ભલું કરશે.” આવા ઉદ્ગારે તેમાંથી વૃદ્ધ હતા તે કાઢતા હતા. પાસેના બોદાલ ગામે પાછા ફરી, ત્યાંના કાર્યકર્તાઓ સમક્ષ
આ બાબતનું લખાણ કરાવી, સદરહુ પંચની સહીઓ લઈ મારી મુસાફરીને અંતે ચારપાંચ દિવસમાં દંડી મોકલી આપવાનું વચન આપી ખુદાના આ કમનસીબ બંદાઓથી અમે જુદા પડ્યા.
જગતમાં આવું કયાંએ હશે ? અપૂના અસ્પૃશ્ય! બોદાલમાં ભંગીઓના કુવાનું પ્રકરણ જાણવા જેવું છે, સાંભળીને રડવા જેવું છે, આપણે સમાજની સ્થિતિ જાણી આંસુ ટાળવા જેવું છે. હિંદુસમાજને મોટા ભાગ ૨ અંત્યજ એટલે એકજ કેમ, એક જ જ્ઞાતિ અને બધાજ સરખા; પણ આ માન્યતા સત્યથી કટલી વેગળી છે ? અંત્યજોમાં ઢેડ અથવા વણકર, ચામડીયા અથવા ચમાર અથવા ખાલપા, ગરડા, તુરી, શેણવા, થોરી, ભંગી અથવા ઓળગાણું, નાડીયા ભંગીઓ, તથા મહારાષ્ટ્રમાં મહાર, મોચી, ઢોર અને માંગ જ્ઞાતિઓને પણ સમાવેશ થાય છે. પણ અસ્પૃશ્યમાં પણ અસ્પૃશ્ય તે ભંગી ! ગરીબ બિચારા ભંગી. તેમણે તો આપણું મેલું ઉઠાવવાનો ધંધો સ્વીકાર્યો, આપણા શહેરની શેરીઓ અને રસ્તાઓ સાફ કરવાનું સ્વીકાર્યું તે દિવસથી, જ્યારથી આ મહાન સેવા કરવાનું તેમણે કબૂલ કર્યું કે તેમની પાસેથી જબરજસ્તીથી કે તરવારને ગોદે કબૂલ કરાવ્યું ત્યારથી તેઓને હમેશને માટે આપણે ખાડામાં હડસેલ્યા, પતિતના પતિત માન્યા. ગામડાંઓમાં તેમને મેલું સાફ કરવાનું કે એવું કામ કરવાનું કવચિત જ હોય છે, તેમનું ગુજરાન વાંસના ટોપલા, સુપડાં બનાવી વેચવાનું કે ખેતરમાં મજુરી કરવાનું હોય છે; છતાં તેમના બાપદાદાઓને આપણે જે અમાપ ઉંડા ખાડામાં હડસેલી પાયા હતા તે અધમ માનેલી સ્થિતિમાંથી તેમના વંશજે અનેક જમાના પછી પણ નીકળી શકતા નથી, બલકે આપણે તેમને નીકળવા દેતા નથી.
સાતેક વર્ષ પહેલાં કાઠિયાવાડમાં કેડીનાર તાલુકામાં હું ખાદીના કામે ફરતો હતો, ત્યારે કેટલાંક ગામમાં ઢેડ અત્યં જેના માટે જુદો કુવો હોય, તે ઉપરાંત ગાયકવાડ સરકારે ભંગીનો કુ પણ જુદો બંધાવી આપેલ મેં જે હતો. તે વખતે મારા અજ્ઞાનને લીધે મને એમ લાગેલું કે ગાયકવાડ સરકાર આવા પિસા શીદ બગાડતા હશે ? અને ઢેડોને તેમના માટે બંધાવેલા જુદા કુવામાંથી ભંગીઓને પાણી ભરવા દેવાની ફરજ કેમ નહિ પાડતા હોય ? પણ આજે બેદાલમાં જોયેલી હકીકતથી અને સ્થાનિક કાર્યકર્તાઓએ કહેલી હકીકતથી જાણ્યું કે ગાયકવાડ સરકારે ગરીબોનાં દુઃખોને ઉંડો અભ્યાસ કરી, પછી જ આવો હુકમ છેડે હોવો જોઈએ.
બેદાલ ગામમાં ભંગીનાં ઘરો આશરે ૨૦-૨૫ છે. એકજ ગામમાં ભંગીવાડે આટલો મોટો હાય એવાં ગામે બહુ થોડાં હોય છે, પણ તેમને પીવાના પાણીને જુદો કુવો આજસુધી નથી સાંપડે, તેથી તેમની મુશ્કેલીને પાર નથી. તેમાંનાં ઘણાં કુટુંબ અમદાવાદ, મુંબઈ, વડોદરા એવાં મોટાં શહેરમાં આ દુઃખને લીધે ચાલ્યાં ગયાં છે. તેને માટેના ત્રણે કુવા આ ગામમાંજ હોવા છતાં તેમાંથી એકે કુવામાંથી તેમને પાણીનું ટીપું પણ ભરી જવાની પરવાનગી નથી.આમાં ઢેડભાઈઓનો હું ખાસ દોષ નથી કાઢતે, કારણ કે તેમણે તે કેવળ વાણિયાબ્રાહ્મણનું અનુકરણજ કરેલું છે. જેવું આપણે તેમના પ્રત્યે કર્યું, તેવું તેમણે ભંગીઓ પ્રત્યે કહ્યું. “ શ્રેષો જે જે આચરણ (કે દુરાચરણ ) કરે તેવું ઇતર જ કરે” એ ગીતાવાક્ય પ્રમાણે થયું છે. ઇતર જનને બિચારાનો શો દોષ ? કહેવાતા શ્રેષ્ઠ સુધરશે, પછી ઇતર જનો લાંબા વખતે સુધરશે. આજે તે એવી સ્થિતિ છે કે કોઈ અંત્યજ વિદ્યાર્થીઓના આશ્રમમાં ભંગીને છોકરો દાખલ થાય છે કે તરત ઢેડ અથવા ખાલપા વિદ્યાથીએ કે તેમનાં માબાપે કાલાહલ કરી મૂકે છે ! અંત્યજ કામમાં રંગાયેલ અને ઓતપ્રોત થયેલ મામા ફડકે પણ ભંગીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com