________________
ભીલલોકને રામનવમીને મેળે
૪૫૭ શાહુકારે, સરકારી અમલદારો ગુજરાતના અગ્રેસર અને સૌથી વિશેષ ભીલ ભાઈઓએ બહુ સારી સંખ્યામાં ભાગ લીધેલો. ત્યારેજ લાગેલું કે ભીલોના ઉત્થાનમાં આવા મેળા ભારે ભાગ ભજવી શકશે; એટલે રામનવમીને મેળો ભરો–ભીલો પાસે તેમના પ્રભુજી રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવાયો –એ ભીલ સેવા મંડળનાં કાર્યોમાંનું એક મહત્વનું કાર્ય બની ગયું. આમ, આ વર્ષનું રામનવમી પર્વ પણ ભીલ-મેળે જીનેજ ઉજવાયું. આ બીજે મેળો પણ પહેલા જેટલો જ સફળ અને અર્થ સાધક નીવડ્યો.
મેળાને મંડપ મેળાને માટે યશવાટિકા આશ્રમના આંગણામાંજ આંબાના પાનથી છાયેલો નાનો મંડપ ઉભો કરવામાં આવ્યો હતો. મંડપને થંભે થંભે નાની નાની વજાએ ફરફરતી હતી. મંડપના મુખ પાસે તેમજ રામ-મંદિરના દરવાજા સમીપ કેળના થંભોની જુક્તિભરી ગોઠવણ કરવામાં આવી હતી. ચારેતરફ રાષ્ટ્રીય ધ્વજનાં તારણો, તુળસી રામાયણની ચોપાઇઓ અને દુહાઓની કપડાની ઝાલરે પવનમાં હીંચકા ખાતી હતી. મંડપના મુખ પાસેજ બળવીરાની ( સ્કાઉટની ) છાવણી નાની રાવટીઓ કરીને પડી હતી. એ રાવટીઓની વચ્ચે યશવાટિકા સેનાધ્વજની ભગવી કુંડી ઉડતી હતી. સામેજ રામમંદિરની “રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાનકી”ને જયઘોષ ગાતી ઝંડી ગગનવિહાર કરી રહી હતી. મંડપની વચમાં મત્સ્યવેધ કરવા એક લાંબો દંડ રોપવામાં આવ્યો હતો. આ બધું દશ્ય જોઈને મેળામાં ભાગ લેવા આવનારાં ભીલ ભાઈબહેન કે ઉજળીયાત નરનાર જાણે કેાઈ વિશુદ્ધ, પાવનકારી વાતાવરણમાં પ્રવેશ કરતાં હોય એવું તેમને સહેજે લાગતું હતું.
રામનવમીની પ્રભાતે મહેમાનોની એક ટુકડા લઇને ઠક્કરબાપા તો આઠમના દિવસે જ યશવાટિકામાં પહોંચી ગયા હતા. રામનવમીનું સોનેરી પ્રભાત પ્રગટયું. રામજન્મની જયનોબત વાગવી શરૂ થઈ. દાહોદની બીજી શાળાના વિદ્યાથીઓ. આ ઉત્સવના પ્રમુખ શ્રી. નારાયણ મલકાની સાથે, ઠેઠ દાહોદથી કૂચ કરતા ગાજતે વાજતે આવી પહોંચ્યા. ભીલઢોલ, સ્કાઉટનું દ્રપબ્યુગલ વગેરે રણવાદ્યોના સંગીતથી તેમનું સ્વાગત થયું. ત્યારબાદ કલાકેક બાળવીરોની રમતો ચાલી. પછી સત્યાગ્રહાશ્રમવાળા પરમ રામભક્ત પંડિત ખરેએ, અગીઆર વાગ્યે, રામચંદ્રજીની જન્મકથા માંડી. “શ્રીરામ, જય રામ, જય જય રામ' ની ધૂનથી મંગળાચરણ થયું. કથાને પ્રવાહ ચાલતાં તો, ગામનાં ઝુંપડે ઝુંપડેથી ભીલ સ્ત્રી-પુરુષો ઉભરાવા લાગ્યાં. કથા પૂરી થઈ. આરતી પ્રગટી. પ્રસાદ વહેંચાયે.
ઉત્સવની કાર્યવાહી . પછી ચાર વાગતાં, દાહોદથી આમંત્રિત મહેમાને અને શહેરીઓ આવી પહોંચ્યા. ભીલોની પણ સારી મેદની જામી. ૨૦૦૦ ઉપર માનવ-સંખ્યાથી મંડપ ચિકાર ભરાઈ ગયે. ઉત્સવને આરંભ થયો. યશવાટિકા આશ્રમના આચાર્ય ભાઈ વાણી કરે આશ્રમને અહેવાલ વાંચ્યો, ગીતાજીના બારમા અધ્યાયનું ભીલ ભાઈઓએ કોચ્ચારણ કર્યું. સંગીતશાસ્ત્રી ખરેજીએ “તુમ ગાઓ પ્રભુ કે ધન્યવાદ ” ગાઈ સભાના કામની શરૂઆત કરી. બાદ જે જેવા શ્રેતૃવર્ગ અધીરા બન્યા હતો તે ભાઈ જેડીસીંગના બંદુકની નિશાનબાજીના ખેલો શરૂ થયા. ગયે વર્ષે પ્રો. દેશબંધુએ તીરકામઠાની નિશાનબાજી બતાવી પ્રાચીન હિંદી કળાનું દર્શન કરાવેલું. આ વેળા ભાઈ જેઠીસીંગે શબ્દવેધ, ચલનવેધ, પાદવેધ વગેરે વેધ કર્યા બાદ, નીચે પાણીમાં ઉંધું જોઈ ઉપરના મત્સ્યને વેધી નાખી મસ્યવેધ પણ કરી બતાવ્યો. તેમના એક આઠ વર્ષના પુત્ર તરવારની પટ્ટાબાજી ખેલી બતાવી.
મલકાનીજીનું પ્રવચન આ પ્રસંગે પ્રમુખ મલકાનીજીએ અતીવ સુંદર પ્રવચન કર્યું. તેમાંથી સારભાગ લઈએ.
આજના રામનવમીના મેળાના પ્રમુખસ્થાને મને બેસાડ્યો તે માટે હું તમારો ઉપકાર માનું છું...તમે હિંદુસ્તાનની અસલ વતની કેમ છે. આપણું પુરાણોમાં તમારા જેવી અનેક કામો વિષે ઉલ્લેખ છે. તે પ્રાચીન ઈતિહાસમાં તમે શરીરે મજબુત, ચપળ અને હિંમતવાન આલેખાયા છે. તમારા વડવાઓએ મધ્ય હિંદમાં સૈકાઓ સુધી રાજ્ય કર્યું છે. ત્યાંથી તમે ગુજરાત, ખાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com