SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ નંદના અવાજને પંજાબીઓએ પિતાને મસ્તકે ચઢાવ્યો અને અકેક ઘરે પચાસ પચાસ અતિથિ એને સાચવી લીધા. હિંદુવટને ઉદ્ધારક એને વેદધર્મ અને હિંદુવટ ઉપર પ્રેમ હતો, પણ એ તેણે રાષ્ટ્રભાવનામાં મિલાવી દીધે. હતો. હિંદુ-મુસ્લીમ એજ્ય સાધવામાં એની ઝુંબેશ અજોડ હતી. એ યોગીવરજ એક એવા હિંદુનેતા હતા કે જેને મુસ્લીમ જનતાએ પિતાનીજ સભામાં વ્યાસપીઠ પરથી સાંભળવાની સહિષતા દાખવી હતી. આ એકજ ઘટના એની ઉદાર રાષ્ટ્રભાવનાની જીવંત સાબિતી છે. એને કટ્ટર કેમવાદી કહેનારાઓ આત્મવંચનામાં ગોથાંજ ખાય છે. અમૃતસરના ઘેર હત્યાકાંડ પછી હંટર કમીટી સમક્ષ બળતી ભાષામાં જુબાની આપનાર શ્રદ્ધાનંદનું હદય હિંદુમુસ્લીમ બને કેમ ઉપર ઉતરેલી આફતની કરુણ ચીસો સંભળાવતું હતું. અસહકાર અને ખિલાફત પ્રવૃત્તિમાં એને કોમવાદનો એક પણ સૂર કેઈએ કદી સાંભળે છે ? પણ અસહકારના જુવાળ એસરાઈ ગયા અને ખિલાફતની ઝુંબેશ ઉપરથી પ્રજાને ઈતબાર ઉડી ગયા, ત્યારે હાડવૈરીઓની જેમ હિંદુમુસ્લીમેએ રમખાણ મચાવ્યાં. મલબાર, કહાટ, મુલતાન, પીંડી, સહરાનપુર, મથુરાં–કેટલે કેટલે ઠેકાણે કેામી પાશવતાએ કચ્ચરધાણ વાળે ! મલબારમાં સ્વામી શ્રદ્ધાનંદે બળીઆ મુસ્લીમોને હાથે નિર્બળ ને અસહાય હિંદુજનતાને મેંઢાની માફક રહેંસાઈ જતી નીરખી. એમના હૃદયમાં હિંદુઓની એકસંપીના અભાવપર, હિંદુઓની અરક્ષિત અને પરાવલંબી દશાપર, હિંદુઓની આત્મરક્ષણની અશક્તિ ઉપર લજજા ઉપજી. એ બને કેમનું ઐકય ચાહતા હતા, પણ તે સમાનતાના ધોરણે, એક કેમ પિતાના પશબળથી બીજીની ગરદન પર ચઢી બેસે ને તેને અવાજ ગુંગળાવી નાખે એવા અન્યાયી અને એકપક્ષી ઘેરણપર નહિ. સાચો ભાઈચારે બે બળવાન વચ્ચે સંભવે. નામર્દ અને શૂરવીરતાનો કૃત્રિમ સંગાથ કેટલીક ઘડીઓ લગી ટકી રહે ? એક બાજુથી હિંદુઓ ઉપર લોહીતરસ્યા મુસ્લીમોનું આક્રમણ, બીજી બાજુથી તેમની સામે ધર્યો આવતી મુસ્લીમેની ધર્માન્તરણ ને વટાળકાર્યની પ્રવૃત્તિ, ત્રીજી બાજુ હિંદુજનતામાંથી ખ્રિસ્તધમમાં ખેંચાઈ જતો એક જમ્બર વર્ગ અને ચોથી બાજુ ખ્રિસ્તધર્મને ભેટેલા હજારો જાતિબાંધવોની હિંદવટમાં પુનઃ આવવા ઈંતેજારી છતાં તેમને સદા અસ્પૃદય અને મ્યુચ્છ માનનાર હિંદુસમાજની મંડૂકવૃત્તિ-આમ ચોગરદમથી એણે હિંદુવટને કાળના ઝપાટામાં ઝંપલાતી નિહાળી. એટલે એણે વટલેલાની શુદ્ધિ કરવાની અને સ્વધર્મ એનો દુર્ગ દુર્ભેદ્ય બનાવવાની શુદ્ધિ–સંગઠનની આત્મરક્ષક પ્રવૃત્તિઓ હાથ ધરી. હીણતી હિંદુવટને ઉદ્ધારવાની અને સબળ સંધ કરી લીધા પછી મુસ્લીમોની સંગાથે સમાનતાને નાતે સંપ રચવાની ભાવના આચરણમાં મૂકી. સાથે સાથે અંત્યજોદ્ધાર અને દલિત કામના ઉદ્ધારની હીલચાલ પણ એણે જેસભેર આદરી દીધી. એક વેળા સદ્ધર્મપ્રચારક” અને “શ્રદ્ધા” નામે પત્રે શરૂ કરીને રાષ્ટ્રીય લડતમાં વેગળાં મૂકેલાં એ સાપ્તાહિકને ‘ લીબરેટર ' રૂપે પુન: પ્રકટાવ્યાં. એ ‘ લીબરેટર ' ને પાને પાને દલિત વર્ગનાં આંસુ લૂછતા પરમાથી સાધુની વેદના સદેહે આલેખાઈ રહી છે. કવચિત એમાં શુદ્ધિ સંગઠનની પ્રચારણાયે ચિતરાઈ છે; છતાં એને પ્રધાને સૂર રાષ્ટ્રભાવનાનું જ સંગીત ગુંજે છે. એમાં શરૂ કરેલી “ઈન અન્ય આઉટ ઓફ ધી કોંગ્રેસ ' લેખમાળા સ્વામી શ્રદ્ધાનંદના વેધક ને વિવેચક રાજદ્વારી વિચારોથી પ્રચુર એક બહુમૂલ્ય મીમાંસા છે. હિંદુવટના એ ઉદ્ધારકની ઉદાર રાષ્ટ્રભાવના છે જુએ. છેક ૧૯૨૪ માં તેણે હિંદુ મહાસભામાંથી રવાનગી લીધી. શાને કાજે? ત્યાં લાલાજી અને પંડિત માલવીજી રાષ્ટ્રીય મહાસભામાંયે કોમીવાદ દાખલ કરવાની અને કામી ઘેરણે હિંદુ મહાસભા તરફથી ધારાસભાના સભ્યો દોડાવવાની યોજનાઓ ઘડતા હતા. હિંદુમુસ્લીમ એકદિલી સર્જવા ઇચ્છનાર સંન્યાસીને એ કેમવાદ ન ઓ. એણે હિંદુમહાસભાને સલામ ફરમાવી. આવા ઉદાર ને પરધર્મના સહિષ્ણુ રાષ્ટ્રવિધાયક સ્વામીને કટ્ટર કોમવાદી અને ઈસ્લામને શત્રુ ગણનાર મુસ્લીમે ખરેખર ભયંકર અન્યાય આચરી રહ્યા છે. શુદ્ધિનું સંચલન ઉઠાવ્યા પછી સ્વામીજી ઉપર નિરંતર આફત તોળાઈ રહી હતી. એમનાપર કંઈક જાસાચિઠ્ઠીઓના વરસાદ વરસ્યા હતા; પણ બમ્બ રિવોલ્વર ને ધુરીસામે સદૈવ ખુલી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy