________________
રનું પંચ શુમારે બે માસ પૂર્વે મધ્યપ્રાંતના છત્તિસગઢ વિભાગમાં દુર્ગ (દુગ) જીલ્લાના મહારઅસ્પૃશ્ય ભાઈઓએ હિંદુધર્મ છોડી ધર્માન્તર કરવા વિચાર કર્યો. તેમની સંખ્યા ૧,૨૦,૦૦૦ એક લાખ અને વીસ હજારની હતી. ધર્માન્તર કરવાને-મુસલમાન અને ખ્રિસ્તી થઈ જવાને વિચાર એટલા માટે તેમને નિરૂપાયે કરવું પડશે કે ત્યાંના ધાબી, હજામ વગેરે લોકોએ તેમનાં કામ છોડી દીધાં. આટલાથી શાંતિ ન થઈ કે ઉંચ વર્ણોએ તેમને પીવાના પાણી માટે પણ તંગ કર્યા. આ અન્યાય અને ઘેર અત્યાચારના ઉપાય તરીકે તેમણે ધર્માન્તરનું શસ્ત્ર ઉગામ્યું અને અનેક પાદરીઓ, અનેક મુલ્લાં મેલવીઓ આ પંખીડાંઓને જાળમાં સપડાવવા આખા જીલ્લામાં દેડધામ કરવા લાગ્યા. હિંદુધર્મ ઉપર એ ભયંકર સંકટની વેળા હતી. હિંદુધર્મનું નાક કપાવાની એ વિપરિપૂર્ણ ક્ષણ હતી; પણ હિંદુધર્મનાં સમગ્ર પુણ્ય ખતમ થયાં નહેતાં; ડાંક પુણ્ય બાકી હતાં. ઋષિ દયાનંદે તપેલાં તપ ફલિત થવાનાં હતાં, તેથી હિંદુધર્મની લાજ રહી. ત્યાંના હિંદુ કાર્યકર્તાઓએ કલકત્તા, ઉમરાવતી વગેરે સ્થળાની હિંદુસભાઓને તારથી ખબર કર્યા અને ત્યાંના કાર્યકર્તાઓનું મંડળ ગયા ડિસેમ્બરની ૨૭ મી તારીખે એ જીલ્લાનાં ગામડાંઓમાં ઘુસ્યું. ઠામઠામ વ્યાખ્યાનોની ઝડી લાગી અને એક દિવ
| ઉદારતા, એકતા અને સમાન નતાવિષે ઉપદેશના ધધ ફાટી નીકળ્યાં. બીજા દિવસે અસ્પૃશ્ય સાથે કરેલા અત્યાચારના પ્રાયશ્ચિત્તરૂપે બહારથી આવેલા આગેવાનોએ સ્વયં તે મહારબંધુઓની હજામત પોતાના હાથે કરી, પોતાના ઉપદેશની સત્યતા સિદ્ધ કરી આપી, ધર્માન્તર કરવા ઈચ્છનારાઓને પાછી વાળ્યા. શ્રીઘનશ્યામસિંહ ગુપ્ત, સુંદરલાલ શર્મા, પં. રત્નાકર, ઝા. પં. જંગીલાલજી, શ્રી એગલે વગેરે મહાશયોએ જનસમાજના દેખતાં તેમની મૂછો કરી દીધી. તળાવમાં તેમની સાથે બધાએ સ્નાન કર્યું અને કેટલાક આગેવાનોએ અસ્પૃશ્ય ગણાતા ભાઈઓનાં ધોતિયાં પણ ધોઈ આવ્યંતર અભિમાનવમળ દૂર કર્યો. આટલાથી કામ અટકયું નહિ. ડિસ્ટ્રીકટ બેંર્ડના જાહેર કુવા ઉપર બધા ગયા અને અસ્પૃશ્ય ભાઈઓએ તેમાંથી જળ કાઢયું, જે આગેવાનોએ પીધું. કયાં અછૂતાને કૂવા ઉપર ચઢવાની મનાઈ અને કયાં તેમના હાથથી કાઢેલું પાણી પીવાનો મનોહર પ્રસંગ ! અસ્પૃશ્યતાનું નિવારણ સિદ્ધ થઈ ચૂકયું. અનેક શતકના પાપનું પ્રાયશ્ચિત્ત આરંભાયું અને ઋષિના ઉપદેશ ક્રિયાત્મક સ્વરૂપ લીધું; માટે જ ત્યાંના સવાલાખ ભાઈઓએ ધર્માન્તર કરવાનો વિચાર છોડી દી અને હિંદુજાતિના પ્રાજ બની રહેવાનો નિર્ધાર કર્યો. પાદરીઓ અને મુલા-માલવીએ, મૌલાના અને અનેક અલીઓને હાથ ઘસી, નાક ચઢાવી પાછા ફરવાનો સમય આવ્યા; માટેજ વાચક ફરી એક વાર બોલ અને આનંદથી ગરજી ઉઠ કે–જાતી હૈ વતી ચાનંદ જ !
વાચકબંધુ ! ઠરાવો કરી આશ્વાસન આપવાને જમાને હવે નથી. હવે ક્રિયાત્મક કાય કરવાનો સમય આવ્યો છે. જે તને તે મહાન ઋષિ દયાનંદના સિદ્ધાંતને પ્રેમ હોય અને શ્રદ્ધાનંદજીના ખૂનનો બદલો સરસ રીતે લેવા માગતો હોય તો આજથી દઢ પ્રતિજ્ઞા કર કે, અસ્પૃશ્ય મારાજ ભાઈ છે, તેમને હું ખુશીથી સ્પર્શfશ અને મારામાં મેળવીશ. યાદ રાખ આ દલિતાના ઉદ્ધાર વખતેજ તારા શ્રદ્ધાનંદની વાત કરવામાં આવ્યું છે. હુતામાં શ્રદ્ધાનંદ તારામાં અછુતાધાર કરવાનું સામર્થ્ય આપે ! આમીન,
બૈરાનું પંચ (લેખક:-આનંદપ્રિય આત્મારામ પંડિત-પ્રચારકના એક અંકમાંથી) મુસલમાનના હિંદુ? બાપ રે બાપ ! !”
ઓ બહેન ! સાંભળ્યું કેની ? આજે ગામમાં શાસ્ત્રી ધૃવશંકરજીએ તેમ કરીને મુસલમાનને હિંદુ કરી નાખ્યા ! ! ! મુસલમાનના હિંદુ કર્યા, બાપ રે! એ તે કેમ થાય? કોઈપણ કાળે મુસલમાનના હિંદુ ના થાય. કદી ગધેડાની ગાય તે થતી હશે ?' એમ સુભદ્રા ડેશી તપખીરની ચપટી લેતાં લેતાં બોલ્યાં.
સીતાબા બોલ્યા-કાંઈ હિંદુ કરવાથી હિંદુ થઈ શકે ખરા ? તેમના હિંસક રિવાજે કદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com