________________
મંત્રશાસ્ત્રની આલોચના
મંત્રશાસ્ત્રની આલોચના* (લેખક-ગિરિજાપ્રસાદ ભેળાનાથ ભટ્ટ-સાહિત્ય માસિકના એક અંકમાંથી સાભાર ઉદ્ધત )
આજકાલ અંગ્રેજી ભણેલા કેટલાએ ભારતવાસીઓને માંત્રિક વિષયો ઉપર શ્રદ્ધા નથી. તેને તેઓ ઉપેક્ષાની દૃષ્ટિએ જુએ છે. કેટલાક આસ્તિક અને ભાવિક વર્ગ તે ઉપર વિશ્વાસ અવશ્ય બતાવે છે. કિંતુ તદિષયક સાધારણ સિદ્ધાંતને પણ તે સમજી લેવાની પરવા કરતા નથી. આથી આ વર્ગના લોકોને કઈવાર કેાઈ માયાવી અગર ધર્તાની જાળમાં ફસી પડવાના પ્રસંગ આવી પડે છે. આવે સમયે મંત્રતંત્રના વિરોધીઓને કુત્સિક ટીકાટિપ્પણી કરવાને અનાયાસે અવસર મળી જાય
પરિણામ એ આવે છે કે, શ્રદ્ધાળ વર્ગને પણ તંત્રમંત્ર ઉપર અશ્રદ્ધા સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે.
મંત્રશાસ્ત્રનો વિષય ગહન અને જટિલ છે. તેને સમજવો એ સાધારણ વાત નથી. તેના સંબંધમાં એટલે સુધી લખ્યું છે કે, તોડ્યું માથું જે રેવં ચ ન ! તથાપિ આ વિષયનું શાસ્ત્રમાં જે વિવેચન કરેલું છે તે અત્યંત સુંદર, બુદ્ધિપુરઃસર અને મનનીય છે; એટલા માટે આ લેખદ્વારા શાસ્ત્રસંમત વિચારોને પ્રકટ કરવા એ ઈષ્ટ ગયું છે.
ભારતીય વાડમયમાં મંત્રવિદ્યાનું આસન સર્વ વિદ્યાઓ કરતાં ઉંચું છે. વૈદિક સાહિત્ય, જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં આ વિષય ઉપર સ્વતંત્ર ચર્ચા કરવામાં આવેલી છે. જેવી રીતે કાવ્ય, કેપ, અલંકાર, વ્યાકરણ, ન્યાય અને અંદ આદિ વિષમાટે સ્વતંત્ર અલગ અલગ ગ્રંથા રચાયેલા છે, તેવી રીતે મંત્રાવદ્યાના સેંકડો સ્વતંત્ર ગ્રંથ છે. જૈન સાહિત્યમાં નમસ્કારમંત્ર કલ્પ, પ્રતિષ્ઠા ક૫, ચકેશ્વરી ક૫, જવાલા માલિની ક૫, પદ્માવતી ક૯૫, સૂરમિંત્ર ક૯૫, વાગ્યાદિની શ્રીવિદ્યા કલ્પ, વર્ધમાન વિદ્યા ક૫, રોગાપહારિણી ક૫ આદિ અનેક કલ્પગ્રંથ વિદ્યમાન છે. તેવી રીતે બૌદ્ધ સાહિત્યમાં તારા ક૯૫, વસુધારા ક૫, ઘંટાકર્ણ ક૬૫ આદિ અનેક ગ્રંથ મેજુદ છે. વૈદિક સાહિત્યમાં આ શાસ્ત્રનો અલગ ભંડારજ છે; તેમાં કાત્યાયની, નિર્વાણ, કુલાર્ણવ આદિ અનેક અપરિમિત તંત્રગ્રંથ છે. ઉપર નિર્દિષ્ટ કરેલા ગ્રંથોમાં કેટલાક છપાઈ ગયા છે, પરંતુ આ વિષયુના અધિકાંશ મહત્વપૂર્ણ ગ્રંથ હા અપ્રકાશિત રહી ગયા છે અને દિનપ્રતિદિન દુર્લભ બનતા જાય છે. આ ત્રણે સાહિત્યના મંત્રશાસ્ત્ર સંબંધી ગ્રંથોની નામાવલિમાત્રથી એટલું જણાઈ આવે છે કે, કોઈએક સમયે આ વિષયની ભારતમાં મહાન ઉનતિ થયેલી હોવી જોઈએ.
ક૫ગ્રંથ-જેમાં મંત્રવિધાન, યંત્રવિધાન, મંત્રયંદ્ધાર, બલિદાન, દીપદાન, આવાહન, પૂજન, વિસર્જન અને સાધન આદિ વિષયોનું વર્ણન કરેલું હોય તે ગ્રંથને કલ્પગ્રંથ કહે છે.
તંત્રગ્રંથ-જેમાં ગુરુશિષ્યસંવાદરૂપે તથા શિવપાર્વતીસંવાદરૂપે મંત્ર, તંત્ર અને ઔષધિવરલી આદિ દ્રવ્યોનું વર્ણન હોય તેને તંત્રગ્રંથ કહે છે.
પટેલગ્રંથ-કેઇ એક દેવતાને આરાધ્યમાન કરી તે દેવતા સાથે સંબંધ રાખનારી મંત્ર, યંત્ર આદિ સાધનવિધિઓ જેમાં લખી હોય, માંત્રિક ભૂમિકાઓનું વર્ણન પણ હોય તથા અનેક કામ કર્મોમાં નિષ્ણાત થવાના સવ’ વિષયોનું વર્ણન હોય, તેને પટેલગ્રંથ કહે છે. પદ્ધતિથ-જે ગ્રંથોમાં અનેક દેવદેવીઓની સાધનાના પ્રકાર બતાવ્યા હોય તેને પદ્ધતિગ્રંથ કહે છે.
જા-મંત્રાના પારિભાષિક શબ્દો સમજવાની તથા એક એક અક્ષર અને બીજની અનેક વ્યાખ્યાઓ જે ગ્રંથમાં લખેલી હોય, તેને મંત્રકાશ યા બીજકોશ કહે છે.
આ પ્રકારે કલ્પ, તંત્ર, પટલ, પદ્ધતિ અને બીજકોશ વગેર ગ્રંથમાં મંત્રશાસ્ત્રનું સાહિત્ય વિભક્ત છે અને તેને આ ક્રમ વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે પ્રકારના સાહિત્યમાં વિદ્યમાન છે.
મંત્રસાધન કયા માર્ગદ્વારા કરવું જોઈએ-અર્થાત્ કયા માર્ગ દ્વારા મંત્ર સિદ્ધ થઈ શકે છે એ પહેલું જાણવું જોઈએ. આ સંબંધમાં મંત્રશાસ્ત્રમાં ત્રણું માર્ગોનો ઉલ્લેખ કરાયેલો છે, જેને દક્ષિણ, વામ અને મિશ્ર કહે છે. સાત્વિક દેવતાની સાત્વિક ઉપાસના સાત્વિક મંત્ર અને સાત્વિક સામગ્રી દ્વારા કરવાને જે માર્ગ છે, તેને દક્ષિણ યા સાત્વિક માર્ગ કહે છે. મદિરા, માંસ, મીન, મિથુન અને મહિલા આદિ પાંચ વસ્તુઓથી યુક્ત ભૈરવભરવી આદિ તામસ પ્રકૃતિનાં દેવદેવી
+ શ્રી બાલચંદ્રાચાર્યના એક લેખને આધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com