________________
૩૬૬
પુરોહિતનું બલિદાન ! પુરોહિતનું બલિદાન!
(‘પ્રતાપ' તા. ૫-૩-૧૯૨૭ ના અંકના મુખપૃષ્ઠપરથી સાભાર ઉદ્દત). પુરોહિતઃ-રાણાજી ! તમને બંનેને આ શું સૂઝયું? ક્ષત્રિયની તરવાર ભાઈ ભાઈને ગળાપર ! હા ! આ નરવીરની ભૂમિનો આ શો અધ:પાત ! રાણાજી ! ચિતોડનું સત્યાનાશ વળી જશે. આ તરવારના ઘા ભાઈને ગળે નથી, એ ચિતોડને ગળે જાણજે. દુશ્મને ઝઝુમી રહ્યા છે; ચિતોડ ઉપર ઘેર આફત લટકી રહી છે; આ વખત ભાઈભાઈનાં ગળાં કાપવાનો ? પૃથુરાજે અને જયચંદે લડીને આર્યાવર્ત ગુમાવ્યું, એ યાદ છે ? યાદ કરે ! તમારા પ્રતાપી પૂર્વજોનું વીરત્વ સંભારો ! ચિતોડ તમારો મોંઘો વારસો છે. બલિદાન અને શિરસમણિની આ ભૂમિ ભારતની કીર્તિને ખજાનો છે. ભાઈ ભાઈ કપાઈ મરશે, તો એની રક્ષા કાણ કરશે ? એના રક્ષકે એકમેકના ટેટા પીસશે તે ચિતોડનું શું થશે? તમારી સમશેરો-તમારું વીરત્વ-તમારી શક્તિ શત્રુઓ સામે વાપરજે ! ભાઈ ભાઈની આ તકરાર ચિતોડના નાશની ઘોર ખોદે છે. જો ચિતોડની દાઝ હૈયે હેય, તે આ હાથ આ રીતે લેહીથી ખરડાતા બચાવ અને વેર ભૂલીને ભાઈએ ભાઈ ભેટ ! આ બ્રાહ્મણના આશીર્વાદ છે કે,
શાક્તસિંહ –ચિતડ ! અરે ચિંતાડ તો હવે મોગલોનું છે. ગોરદેવ ! એ વિદ્વત્તાનાં શાસ્ત્રો ચેરીના માંડવામાં સંભળાવજે. શાક્તસિંહ હવે આ વેર નહિ ભૂલે. કાં તો હું નહિ કે કાં તો આ મિથ્યાભિમાની પ્રતાપ નહિ. ચિતોડ જશે તે એવાને પાપે જશે. આ અપમાન કરતાં ચિતોડ દુશ્મનનું થાય, એ શું બહેતર નથી ? જાઓ, દૂર જાઓ: નહિતર તમે નાહક છુંદાઈ જશે. ( પુરોહિતને હડસેલે છે. )
પુરોહિત --અધધધ ! આ શું સાંભળું છું ? આ બ્રાહ્મણનું અપમાન ? ઓ નરાધમ! લે હું આ ઉમે ! ચલાવ તારી એ પાપિણી તરવાર, આ ગળે ચલાવ! ક્ષત્રિયો ધર્મ ભૂલ્યા, જાત ભૂલ્યા, ટેક ભૂલ્યા, દેશ ભૂલ્યા, ત્યાં બ્રાહ્મણની જીંદગી શા કામની ? હાય ! રજપૂતાનાનો વિનાશ હવે અચૂક છે ! એ ઉંચા આકાશ ! તારા વજીનપાત વરસાવ ! એ પ્રતાપી માર્તડ ! તારી આગની જવાલાએ પ્રકટાવ ! એ મેઘ ! તારા પ્રલયથી આ ધર્મભ્રષ્ટ ભૂમિને નાશ કર ! એ ઉડુગણો ! આ પતિત ભૂમિ ઉપર તૂટી પડે ! આ દિગ્ગજો ! આ હદયશન્ય માનવજાતિનો ભાર હલકે કરો ! એ શેષ ! તારી ફણ સળકાવ ! ઓ દેવાધિ દેવ ! તમારાં આયુધથી આ આયંવવિહોણી ભૂમિને આસુરી તત્ત્વોથી ઉગારો ! એ નવખંડ પૃથ્વીને વિંટાયેલા અપાર રત્નાકર ! તારાં અમાપ જળમાં આ અધમ જાતિને સમાવી દે ! તપસ્વીઓની યોગસમાધિશા, માનવલોક અને સ્વર્લોકની સીડીશા, ઓ ધૂર્જટિ હિમાદ્રિ ! તારી અચલતા છોડ અને આ આચાર, કર્મ અને ધર્મભ્રષ્ટ મનુષ્યો ઉપર તૂટી પડ ! ઓ કેલાસવાસી ત્રિપુરિ ! તમારું ત્રીજું લોચન ખોલો અને ભારતમાંથી અધર્મને બાળીને ભસ્મ કરી નાખે ! નથી-નથી-ભારતમાં હવે આર્યત્વ નથી, ક્ષત્રિયોમાં ક્ષત્રિયવ નથી, બ્રાહ્મણોમાં બ્રહ્મત્વ નથી, આર્યત્વનાં ઓજસુ નથી ! જે ભૂમિમાં નરરત્નો પાકયાં, તે ભૂમિમાં પથરા નીકળ્યા ! જે આર્ય બાળાને-સતીને ખોળે વીર કેસરી ધર્મમૂર્તિ અમર પુરુષો જમ્યા, તે ખોળે ભાઇ ભાઇના વેરી જમ્યા! એ સતીએ-એ શ્રી ક્ષત્રાણીઓ ચોધાર આંસુએ રડે છે ! ભડભડાટ બળતી આગમાં હસતે મોઢે દેહ સળગાવી દેનાર એ ભારતની દેવીઓ આજે લાજે છે ! હા ! ભારત એના શત્રુઓનું વિવારભુવન થશે. આજે એક શત્ર હશે. પણ યાદ રાખજો એ એકના અનેક તમારે પાપે આ ભૂમિમાં ઉભરાશે ! આજે પ્રતાપ અને શાક્તસિંહ કપાઈ મરશે; પણ યાદ રાખજો કે એ આગ સમસ્ત ભારતમાં, કેમેકેમિમાં અને ઘેરઘેર સળગશે ! અને ભાઈ ભાઈના વિનાશના એ દાવાનળમાં આ પ્રાચીન ભૂમિનાં પુરુષાર્થ, ધર્મ અને સંસ્કૃતિનો નાશ થશે. એહ ! આ મારાથી નથી જોવાતું ! ચિતોડની ભસ્મ ચોળીને, ચિતોડની ધૂળ માથે ચઢાવીને, ચિતોડના કાંકરાની શિવપૂજા કરીને, ચિતોડની રિદ્ધિસિદ્ધિના અભિલાષ સેવીને હું મોટો થયે, એ આશાઓના આજે ચૂરેચૂરા થઈ ગયા ! બસ ! હવે હદ થઈ ! તમારામાંથી એક મરે તે પહેલાં હું આ ભૂમિનો ત્યાગ કરીશ. (પુરોહિત પોતાના શરીરમાં ખંજર ભેંકી દે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com