________________
૧૩૦
સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક-જદુનાથ સરકાર
- પરીક્ષા માન સાથે પસાર કરી. એ વર્ષે પાસ થયેલા સર્વ વિદ્યાથી માં એમનો નંબર છઠ્ઠો હતો; અને તેમને “પ્રમથનાથ પારિતોષિક’ મળેલું.
ઉપર જોયું તેમ નાનપણથીજ રમતગમતથી અલગ રહેલા જદુનાથનું શરીર આ વયસુધી નબળું રહ્યા કર્યું; પણ ૧૮ મે વર્ષે તેમના જીવનમાં એક અગત્યને ફેરફાર થયો અને વ્યાયામે તેમના જીવનક્રમમાં પ્રવેશ કર્યો. એ હકીકત તે એમના પિતાના નીચલા શબ્દોમાંજ સાંભળવા જેવી છે.
૧૮ વરસનો થયો ત્યાં સુધી તો ઉત્તરબંગાળામાં મારા વતનમાં રહ્યો અને ભો: તે દરમિયાન હું દરવરસે બે અઢી મહિના તે મેલેરિયાથી પટકાતાજ; પણ ૧૮૮૯ના જૂનમાં હું કલકત્તાની પ્રેસિડેન્સી કૅલેજમાં ત્રીજા વર્ષમાં દાખલ થયે અને ઈડન હિન્દુ હોસ્ટેલમાં જોડાયો ત્યારથી આ સ્થિતિ ફરી ગઈ.
અમારી હોસ્ટેલના કમ્પાઉન્ડમાં જ એક સારું એવું કેટલનું મેદાન હતું. અત્યારે બંગાળ ઝટબલમાં મોખરે છે તેવું એ વખતે નહિ; માત્ર થોડીઘેડી શરૂઆત થયેલી. અમારી હટેલના મેદાનમાં ફુટબેંલ રમાતો. તેમાં સૌથી અછો કુસ્તીબાજ ખેલાડી સુરેશચંદ્ર ચક્રવર્તી ને હું બંને એક ઓરડીમાં રહીએ. એ ભાઈ હમણાંજ “ રાય બહાદુર ' નો ખિતાબ મેળવી બિહારના ડેપ્યુટી મૅજિસ્ટ્રેટના હોદ્દા પરથી ફારગ થયા છે. એણે મને કુટર્બોલ રમવા લલચાવ્યો ને રમતાં શીખવ્યું. ખરું કહું તો એણે મારી જીંદગી બચાવી..
કેમકે કલકત્તામાં મારા એ પહેલાજ વરસના આખા વસવાટ દરમિયાન મને મેલેરિયાને માત્ર એકજ હુમલો થયો-ત્રણ દિવસન: તે આજની ઘડી ને કાલનો દહાડો. ત્યાર પછી મેં ભારે ભારે આકરી પરીક્ષાઓને માટે જીવતોડ મહેનત કરી છે, પણ મારું માથું સરખુંએ નથી દુખ્યું. ઉલટ હું મજબૂત ને ખડતલ બન્યો અને લેશમાત્ર થાક્યાવિના કલાકોના કલાકો સુધી ભેજા પાકી જાય એવી મહેનત કરવાની શક્તિ મેળવી.
વરસ આખુંએ અમે ટર્બોલ રમતા. અમારામાંના એક ભાઈ સાહેબે ( જે અત્યારે ઢાકાના એક સારા જમીનદાર છે ) તો “મધરાતિયા મંડળી' કાલી. અમે કેટલાક જણ વાળ કરીને વાંચવા બેસતા, તે ઠેઠ મધરાત સુધી અને પછી બારના ટકોરો થાય એટલે ચાપડીઓ બંધ કરી હોસ્ટેલના મેદાનમાં ઉતરી પડીએ ને પાએક કલાક તદન ચુપકીદી અને શાંતિથી ફૂટબોલ ખેલીએ. આ રમતથી અમારાં થાકેલાં મગજને બહુ વિશ્રાંતિ મળતી અને ત્યાર પછી અમે મીઠી ઘેરી નિંદર ભોગવતા.
પણ દુનિયામાં બધી જ સારી વસ્તુઓનું આવરદા બહુ ટુંકું હોય છે. એક દહાડે મધરાતે અચાનક અમે રમતા હતા તેજ ટાણે હૈોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટનું બારણું ઉઘડયું. રમતના મેદાનપર તેમની બત્તી પ્રકાશી.. અને અમારી મધરાતિયા મંડળી ભાંગી પડી. કેાઈ અદેખાએ ચાડી ખાધેલી.
આ તે બધું ટર્બોલની રમતનું જમા પાસું. એનું ઉધાર પાસે પણ છે. એક વખત બરાબર બી. એ. ની પરીક્ષાને બેજ માસ હતા; એવામાં રમતમાં મારું ગળાનું હાડકું ભાંગી ગયેલું ને મારે ત્રણ અઠવાડિયાં પથારીવાસ કરે પડેલો.
પણ એથી કાંઈ વ્યાયામનો મહિમા ઘટતો નથી. કૅલેજ છેડીને અધ્યાપક થયા પછી હું પટલ ન રમી શકતે તે વેળાએ પણ મેં “ઈગ્લિશ ફૂટબલ શીડ” ના સેક્રેટરીતરીકે તથા અનેક મૅચોમાં “રીફરી’ તરીકે રહીને જુવાનિયાઓને ઉત્તેજન તો દીધાજ કર્યું છે. ઉંમરે પહવ્યા પછી એ રમતની જહેમત વેઠવા જેવી સ્થિતિ ન રહી. ત્યારે પણ વ્યાયામ મેં તેજ નથીજ. એક નહિ તો બીજી રીતે પણ ચાલુ રાખે છે:–નાની નાની રજાઓમાં રાજગીર, ગયા, શેષરામ, પારસનાથ વગેરે ટેકરીઓના પ્રવાસ કરીને તથા દીવાળીની લાંબી રજાઓમાં માળવા, રજપૂતાના, દિલ્હી અને દક્ષિણમાં મરાઠી પ્રદેશમાં મારી ઐતિહાસિક યાત્રા કરીને. આ વ્યાયામનેજ પ્રતાપે અત્યારે પંચાવન વર્ષની ઉંમરે પણ હું જાતે નર રહી શકયો છું અને મગજનું કામ કરનારા ઘણાખરો ( ગોખલે જેવા ) હિંદી મહાન પુરુષો જે રોગ અને મૃત્યુના ભોગ થઈ પડે છે, તેમાંથી બચી શકો છું.”
કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ૧૮૯૧ માં અંગ્રેજી અને ઈતિહાસના વિષયો લઈ તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com