________________
સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક
जदुनाथ सरकार
હિંદુસ્તાનના વિદ્યાર્થીઓનાં દુર્ભાગ્ય છે કે, તેઓને પિતાની જન્મભૂમિનો ઇતિહાસ પારકી આંખે જોવાયેલો, પારકે ત્રાજવે દેખાયેલો અને ગૌરવશૂન્ય શૈલીમાં લખાયેલો પાઠવ્ય પુસ્તકરૂપે મગજમાં ઠાંસવો પડે છે. ભારતના ભૂતકાળની અનેકાનેક વાતો આજે ઇતિહાસની દૃષ્ટિથી સંશુદ્ધ કરી આપનારા સમર્થ ભારતીય વિદ્વાનો મોજુદ હોવા છતાં એક વખતના રૂઢ થઈ ગયેલા, અનેક દેવાળા, સાહેબશાહી ઇતિહાસો અંગ્રેજીમાં તથા પ્રાંતિક ભાષાના અનુવાદરૂપે હજુ આપણી ઉગતા પ્રજાનું માનસ ભભયો કરે છે. નથી હોતી તેમાં ભારતીય સંસ્કૃતિ કે સંસ્કારની લાગણી, નથી હોતી તેમાં ભારતીય નરરત્નો માટે માનદૃષ્ટિ કે નથી હોતું તેમાં સ્વદેશનું ગૌરવ. કલકત્તાના કારાગૃહજેવી ઠોકી બેસાડેલી ઘણી વાતો વિદ્વાનોએ ઇતિહાસની દૃષ્ટિથી ખેાટી સાબીત કરી આપી, છતાં આપણું એ ઇતિહાસ હજી જેવા ને તેવા અચળ રહ્યા છે.
એ ઇતિહાસમાંથી જે શિવાજીને લૂંટારા તરીકે અને જે ઔરંગજેબને ધર્મધ જુલમી બાદશાહતરીકે આપણું બાળકે માનતાં થાય છે, એજ ઔરંગજેબ અને શિવાજીવિષે સાચી ગૌરવભરી માહિતીવાળા, જાણે દિવસે દિવસની હકીકત નજરે જોઈને લખી હોય એવી બારીક ચોકસાઈવાળા તેજસ્વી ઇતિહાસગ્રંથ, ભારતીય વિદ્વાન જ્ઞાનવર્ચસ અધ્યાપક જદુનાથ સરકારે જગતને આપ્યા છે. એ સમર્થ ઈતિહાસવેત્તાના ગ્રંથો આપણને આપણા દેશ, જનતા અને સંસ્કૃતિમાટે ગૌરવ અને ઉદ્ધદષ્ટિ આપે છે. એટલી સમતાથી એઓ ભૂતકાળ અવલોકે છે ને પ્રત્યેક વિગત એટલી ચોકસાઈથી તપાસીને તેને યોગ્ય રીતે સાંકળે છે, કે એ વાંચતાં જાણે ઇતિહાસના એ કાળમાંજ આપણે જીવતા હોઈએ એમ લાગે છે.
અ. સરકાર આજે માત્ર હિંદમાંજ અગ્રગણ્ય વિદ્વાન ગણાય છે એમ નથી; જગત આખાના ઈતિહાસવેત્તાઓમાં એમનું બહુ ઉરચ સ્થાન છે. નીચેના એમના નાનકડા પરિચયથી સમજાશે કે, એ સ્થાન મેળવતાં એમણે કેટલે સંયમ, કેટલું તપ ને કેટલી એકાંત ઉપાસના સેવ્યાં છે.
કરચમડિયા ગામ બંગાળાની ઉત્તરે રાજશાહી જીલ્લામાં નાટોરના સ્ટેશનથી દશ માઈલ દૂર આવેલું છે. આજથી અધી સદી ઉપર એ ગામમાં એક નાના કાયસ્થ જાગીરદાર રહેતા હતા; તેમનું નામ બાબુ રાજકુમાર સરકાર. એ વિદ્વાન, સંસ્કારી અને પ્રતિષ્ઠાવાન પુરુષ હતા. કળા અને ઇતિહાસમાટે તેમને અનહદ પ્રેમ હતો; એટલો કે દેશને એક આઘે ખૂણે પોતે પડયા છતાં પચાસ વરસ પહેલાંના એ જમાનામાં પણ ઈગ્લેંડનું “ઇલસ્ટ્રેટેડ લંડન જ્યુસ’ એ મંગાવતા અને કેંસલ કંપની તરફથી નીકળતું અગ્રગણ્ય “કલામાસિક” એમણે ચાલુ રાખ્યું હતું. પૂર્વની કળા તરફ પણ તેમને અતિશય પ્રેમ હતો અને અત્યારે દુર્લભ થઈ પડેલા, બર્જેસના લખેલા પૂર્વના સ્થાપત્યના ગ્રંથે. તથા ગ્રીઝ કંપનીવાળાં શિલ્પકળાનાં મોટાં સુંદર આલબમો એમના ગ્રંથસંગ્રહમાં એમણે કાળજીથી સંધર્યા હતાં. દેશદેશના ઇતિહાસગ્રંથે એમનું માનીતું વાચન હતું. નવલકથાને તે. એ કદો હાથ સરખોએ અડકાડતા નહિ.
આવા સંસ્કારી, વિદ્વાન ને કળા તથા ઈતિહાસપ્રેમી પિતાને ત્યાં ૧૮૭૦ ના ડિસેમ્બરની ૧૦મી તારીખે ભારતનો ભાવિ સમર્થ ઈતિહાસવેત્તા અવતર્યો. જદુનાથના જન્મ અને સંસ્કારની ભૂમિકા કુદરતે જાણે અગાઉથી જ કરી રાખી હતી. સાદું એકાગ્ર જીવન, ચુસ્ત રીતભાત અને સરળ રહે કરણીનો પિતાને અણીશુદ્ધ વારસે જાણે પુત્રમાં ઉતર્યો હોય, એમ જદુનાથ નાનપણથીજ સરળતાની મૂર્તિ હતા. રમતિયાળપણું કે કૂદાકૂદ, સ્વચ્છેદ વર્તન કે તોફાન કશુંજ એમનામાં ન મળે. વાંચતાં આવડતું ગયું તેમ તેમ પહેલાં પિતાનાં ચિત્રોનાં પુસ્તકો અને પછી ઇતિહાસના ગ્રંથે એમણે જેવા કે વાંચવા માંડયા. ધીમેધીમે પિતાની આખી અભરાઈ અને કબાટ ખલાસ થયાં. બધાં ચોપાનિયાં જેવાઈ ગયાં. બધાં સુલભ પુસ્તકે વંચાઈ ગયાં.
રાજશાહીની કોલેજમાં અંગ્રેજી અભ્યાસ કરી જદુનાથે સોળમે વર્ષે એન્ટ્રન્સ(મેટ્રિક)ની રા. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com