________________
માનવજીવનનું ધ્યેય અને સાફલ્ય'
૩૬૧ નારાયણ થાય.” અર્થાત સર્વોત્તમ કાર્યો કરીને જ મનુષ્યમાંથી “દેવ” થઇ શકાય છે. કર્મ વિના મુક્તિ નથી અને તેટલાજ માટે કર્મો કરવા માનવજન્મની જરૂર છે.
જીવન એ યાત્રા છે અને તેમાં અનેક પ્રકારની પ્રકૃતિ, વિકૃતિ અનુભવ થાય છે. પ્રવૃત્તિમય જીવિતને ઘણીવાર ચાલુ સ્થિતિ કરતાં, ઉચ્ચ સ્થિતિની અપેક્ષા થાય છે, અને તે જીવનના ઉત્તમ ધ્યેયો માંહેનું એક ધ્યેય છે. જીવનમાં અનેક અનંત શક્તિઓ સમાઈ છે. તે જાણવા માટે, ખીલવવા માટે, અસાધારણ બુદ્ધિની જરૂર છે. પક્ષીઓને ઉડવામાટે જેમ બે પાંખો છે, તેમ મનુષ્યને જીવનસાફલ્યમાટે “જ્ઞાન” અને “કર્મ” સમી બે પાંખોની આવશ્યકતા છે.
માનવપ્રાણીનાં સ્કૂલ અને સૂકમ એ બંને શરીરે તેના અંતઃકરણને આધીન રહે છે. સારાસારનો વિચાર કરે, વસ્તુને જાણવી, ઓળખવી, મનન કરવું અને પિતાપણાનું અભિમાન ધરવું એ બધાં અંતઃકરણનાં મુખ્ય લક્ષણો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એવા ચાર વિ
એ યોજ્યા છે. જીવનસાફલ્ય માટે અંતઃકરણ સંસ્કારી બનાવવું જોઇએ. માનવીઓ પર જન્મતાંનીજ સાથે અનવલોભન, જાતકર્મ, નિષ્કમણાદિક સોળ પ્રકારના સંસ્કારો થાય છે; પરંતુ તે અંતઃકરણશુદ્ધિ માટે, મારા મત મુજબ જરાએ ઉપયોગી નથી.
મનુષ્યજીવન પરોપકારી, નૈતિક, ધાર્મિક અને આદર્શ હોવું જોઈએ. પરોપકાર એજ જીવનને સુંદર રાહ છે.
સંસારસુ સરસ રહે, ને મને મારી પાસ; સંસારમાં લેપાય નહિ, તે જાણ મારો દાસ.”
જેવી રીતે કમળપત્ર પાણીમાં હોવા છતાં પાણીથી દૂર છે, તે જ પ્રમાણે જે સંસારી સંસારમાં રહીને તેના મોહપાશથી દૂર રહી સંસાર પાર ઉતરે, તો તે આદર્શ સંસારી છે.
મનુષ્યએયના પ્રકાર ખાસ કરીને સંસ્કાર પ્રમાણે ઘડાય છે અને તેની સાથે દેશકાળ પણ ગૌણ ભાગ ભજવે છે. કેટલાંક ભોગી અને વિલાસી હોય છે, તેમજ કેટલાંક સ્વાથી અને પરમાથ હોય છે, ત્યારે કેટલાંક ત્યાગી અને મુમુક્ષુ હોય છે.
આદર્શ લૌકિક વ્યવહાર, એ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે. “મોક્ષ” એ જીવનનું સર્વોત્તમ અને સર્વમાન્ય ધ્યેય છે અને તેની પ્રાપ્તિ સંયમી તથા સંસ્કારી જીવન ગાળવામાં સમાઈ છે અને ધણાજ ઘેડા પ્રમાણમાં મનુષ્યો તેને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી નિવડે છે; કારણ કે મનુષ્યોને સામાન્ય સ્વભાવ ભેગી અને વિલાસી તથા સ્વાથી હોય છે, પરંતુ જે મનુષ્ય ધારે તો તે સહેલાઈથી પ્રાપ્ત કરી શકે ખરો, એ નિર્વિવાદ છે. સાંસારિક વિષયોમાં જે નિષ્ણાત હોય છે, તે જ પરમાર્થ સાધી શકે. સ્વાર્થ અને પરમાર્થ, એ સંસારના માર્ગો છે. અંતઃકરણ એ દેહરથને સારથિ છે. સારથિ સંસ્કારી હશે તોજ જીવનનું સાર્થક થશે.
અંતઃકરણ સંસ્કારી બનાવવા માટે, પ્રથમ સંયમની જરૂર પડશે. વાસનાનો નાશ કરવો પડશે. સંયમ, શાંતિ, વિવેક, ભક્તિ, શ્રદ્ધા, જ્ઞાન તથા વૈરાગ્ય, એ જીવનસાફલ્યના અનુપમ માર્ગો છે અને તેનાજ થકી સંસ્કારી થઈ શકાશે. તથા આદર્શ એય તે પ્રભુના પાદમાં વિરમવામાં સમાયું છે અને તે સંયમી મનુષ્ય સહજમાં પ્રાપ્ત કરી શકે છે. - સાંસારિક કર્મો નિષ્કામપણે કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. વાસનાને નાશ, એજ જીવનસાફલ્યનો સુંદર રાહ છે. પુરુષાર્થ પણ જીવનનું ધ્યેય ગણાય છે, અને તે ધર્મ, અર્થ, તથા કામ તેમજ મોક્ષની ક્રમવાર પ્રાપ્તિમાં સમાયેલું છે.
મનુષ્યપ્રાણીની મહત્તા મહાન છે. સૃષ્ટિની શરૂઆતથી તે અત્યારસુધીની મહાન શોધો તથા સુધારા મનુબોને આભારી છે અને તેટલા માટે માનવનિની મહત્તા વિશાળ છે.
મનુષ્યજન્મ, મોક્ષની ઈચ્છા અને મહાપુરુષોને આશ્રય, દેવને અનુગ્રહ હાય તોજ પ્રાપ્ત કરી શકાય; છતાં પણ પુરુષાર્થ પુરુષ પોતાના પ્રભાવથી તેને પ્રાપ્ત કરી શકે છે,
આદર્શ સંયમી થવાને સંસારત્યાગની જરૂર પડે છે, પરંતુ સંસાર ભગવ્યાવિનાનો ત્યાગ નિરર્થક ગણાય છે. સંસાર સેવ્યા પછીનો ત્યાગ આદશ હોઈ શકે; કારણ તે સમયે વાસના તૃપ્ત થયેલી હોય છે, ભેગની ઈચ્છા હોતી નથી અને તેથી કરીને ત્યાગીને નિયમો સહેલાઈથી પાળી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com