________________
૩૧૨
શારીરિક સુખાકારી વિષે થોડીક સૂચનાઓ વાથી એક જાતને અવાજ નીકળે છે. આનો ઉપાય જ્યાં કાણું હોય ત્યાંથી તેટલો ભાગ કાપી કાઢો અને ઉપર મુજબ ડામરથી ઘા ભરી કાઢ. ડામર અંદર જાય તેમ ન હોય તે ડામરનું પિતું પલાળી કાણામાં ખોસી દેવું અને ઉપરથી સીમેંટથી બંધ કરી દેવું. રોગ ભયંકર હોય તે ઝાડ કાપી બાળી મૂકવું. સારાં તંદુરસ્ત ઝાડાને આ રોગ લાગુ પડતો નથી; માટે તેમની તંદુરસ્તી ઉપલા ઉપાયોથી સાચવવાને કાળજી રાખવી. ઝાડને હમેશાં તપાસતાં રહેવું અને જરા પણ રોગની નિશાની જણાય તો તુરત ઇલાજ કરવો. આમ કરવાથી પણ રોગને અટકાવ થશે. બીજું વાડીમાં મરી ગયેલાં ઝાડો અગર બીજી વસ્તુઓના કટકા કરી ઠેકઠેકાણે રાખી મૂકવા. તેમાં ઉપલાં જંતુઓ કદાચ થયાં હોય તો તે તપાસતાં રહેવું અને તેવું માલુમ પડે કે તરત તેમનો નાશ કરો.
નાળિયેરની ઉપયોગીતા ઉપર શરૂઆતમાં કહ્યું છે કે, નાળિયેરીને કલ્પવૃક્ષ માનવામાં આવે છે તે બીલકુલ યથા. થે છે; કારણ નાળિયેરીના ઝાડમાંથી, ઘરસંસારની ઉપયોગી ચીજો બને છે. જે ણ. (પાનના રેષામાંથી) ઘર ઉપર નળીઆંતરીકે આનાં પાનને એક પ્રકારથી ગુંથીને ગરીબ લોક ઉપયોગ કરે છે. ઉપર જણાવ્યા મુજબ ત્રાવણકર એટલે મલબારકિનારા ઉપરના લોકે આ ઝાડમાંથી પોતાની ઉપયોગની ઘણીખરી ચીજો બનાવી જાણે છે. અહીં તેમાંથી નીકળતા કાચા પદાર્થો જેવા કે કોપરું, ફળની ઉપરની છાલ, કાચલીઓ વગેરેનું શું શું બને છે તે તપાસીએ. ઉપરની ચીજો સારા પ્રમાણમાં પરદેશ ખાતે જાય છે અને ત્યાં આપણને નવાઈ પમાડે એવી રીતની ચીજો તેમાંથી બને છે, જે આપણે ત્યાં પાછી આવે છે અને મોંઘી કિંમતે વેચાઈ આ પણી જરૂરીઆતો પૂરી પાડે છે.
ફળ ઉપરની છાલનું રૂપાંતર જે નાળિયેર આપણને બજારમાં વેચાતું મળે છે તે તેવી જ સ્થિતિમાં ઝાડ ઉપર નથી હોતું; પણ તેના ઉપર કુદરતે સખત રેષાવાળી છાલ ચઢાવેલું હોય છે. જો કે તે બહારથી સુંવાળી અને ખુબસુરત દેખાય છે પણ તે રેષાએ બહુ ચીકણા હોય છે. આ રેષાઓને ખરા પાણીમાં ઘણો વખત રાખી કહેવડાવવામાં આવે છે. પછી તેને મોગરીથી કૂટીને રેષા ક્ટા પાડી શકાય છે. તેની અહીં અમક જાતના લોકો (ખારવા વગેરે) દોરડીઍ જેને આપણે કાથીની દોરડી કહીએ છીએ તે બનાવે છે. દોરડીઓ કેટલી ઉપયોગી છે તે કોઈ પણ હિંદવાસીથી અજાણ્યું નથી. ઘર બાંધવામાં, ઘરમાંની ચીજો જેવી કે ખાટલા વગેરે ભરવામાં આને મોટા પ્રમાણમાં હિંદુઓ ઉપયોગ કરે છે. આ દોરીની બરોબરી ભાગ્યેજ કોઈ બીજી જાતની દોરી કરી શકતી હશે; પરંતુ આ કરવાનું કામ ઘણી સખત મહેનતનું છે, આને માટે જ આપણી સરકારે અંદામાન જેવા બેટમાં મોકલવામાં આવતા જન્મટીપના કેદીઓને ફૂટવાનું કામ સેપ્યું છે. ત્યાં આને માટે તેમના ઉપર કેવી રીતે જુલમ ગુજારવામાં આવે છે, તે અહીં બીલકુલ અસ્થાને હોવાથી લખ્યું નથી અને બીજા પ્રાંતોમાં જ્યાં આ ઝાડોની ખેતી છે ત્યાંના સખત મજુરીના કેદીઓને પણ આ કૃટવાનું કામ સોંપવામાં આવે છે. તેના આમ કરી તૈયાર કરેલા રેષા પરદેશ ખાતે પણ ચઢે છે. ત્યાં આધુનિક મશીનરીની સહાયથી મોટાં દોરડાંઓ (જેવાકે કેસમાં વપરાય છે તેવાં) બનાવવામાં આવે છે. આ રેષાઓનું પૃથક્કરણ કરી દોરડાંઓ બનાવવાના, પાથરવાની કંતાન બનાવવાના, બ્રશ બનાવવાના, વાળવાની સાવરણીઓ બનાવવાના, એમ જૂદા જૂદા વર્ગ પાડે છે અને છેલ્લા વર્ગના એટલે નરમ વર્ગના રેષાઓ ગાદલાં, મોટર ગાડીના તકીઆ, કાચો વગેરે ભરવામાં વપરાય છે અને એકદમ ભૂકે રહે તેને ઉપયોગ ખાતરમાં થાય છે.
શારીરિક સુખાકારીવિષે થોડીક સૂચનાઓ
(લેખક-એન. ટી. “નિક હિંદુસ્થાન તા. ૧૦-૧-૨૭ માંથી) જ્યારે તબિયત બગડે ત્યારે દવાની દરકાર નહિ રાખતાં દવાવગરના કુદરતી ઉપચારો અજમાવો.
લાંબા સમયની કોઈ વેદના હોય તો એમ નહિ ધારવું કે, અઠવાડીઆમાં સાજા થવાશે. નિયમિત વ્યાયામ ચાલુ રાખી મગજશક્તિને ઉપયોગ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com