________________
શક્તિવર્ધક પાક બનાવવાની રીત રહેવા છતાં સ્થાયી દાંત નીકળી આવે છે. આવા દાંત બેડોળ થઈ જાય છે અને વિચિત્ર દેખાય છે. પછી અનેક પ્રયત્નો કરવા છતાં પણ તે દાંત જલદી સાફ થતા નથી.
૩–વધારે ગરમ તથા વધારે ઠંડી ચીજો ન ખાવી જોઈએ; કારણ કે બને સ્થિતિઓ દાંતને હાનિકર્તા છે.
૪–લીમડો, વડ, બાવળ વગેરે ઝાડની કોમળ ડાળખીઓના ટુકડાથી દાંત સાફ કરવા જોઈએ. બ્રશ વગેરેથી પણ દાંત સાફ કરી શકાય છે.
૫-દાતણ તથા બ્રશથી દાંતને અંદર તેમજ બહાર તથા વચ્ચેથી એમ દરેક જગાએથી સાફ કરવા જોઈએ. જે અવાળાંમાંથી લોહી નીકળે તો તે જોઈને ડરવું નહિ; પરંતુ વધારે જેસથી સાફ કરવા જોઈએ.
૬-દાંત ઘસવાના પણ નિયમ છે. ઉપલા દાંત સાફ કરતી વખતે અવાળાં તરફથી શરૂ કરીને નીચેની બાજુ સુધી ધસવા જોઈએ અને નીચેના દાંત ઘસતાં અવાળા તરફથી ઘસતાં ઘસતાં ઉપરની બાજુસુધી ઘસવા જોઈએ. આ પ્રમાણે ઘસવાથી દાંત સહેજે સાફ થઈ જાય છે. બીજી રીતે ઘસવાથી દાંત જલદી સાફ નથી થતા. આ પ્રમાણે દાંત સાફ કરવાનો અભ્યાસ કેટલાક દિવસ સુધી હમેશાં પાડવાથી દાંત સાફ કરવામાં જરા પણ દુ:ખ નથી થતું.
' –રોજ દાંતને બે વાર સાફ કરવા જોઈએ. સવારે ઉઘી ઉઠયા પછી તથા રાત્રે વાળુ કર્યા પછી અને સુઈ જતા પહેલાં. બે દાંતની વચ્ચે ઘણેભાગે ખાદ્ય પદાર્થની કઈ કઈ કણો જાય છે. તેને સાફ નહિ કરવાથી રાત્રે દાંતની અંદર જ તે સડી જાય છે અને દાંતને નુકસાન ૫હોંચાડે છે. ઘણાખરા માણસે રાત્રે દાંત કચડતા દેખાય છે અથવા તેમના મોંમાંથી લાળ નીકળવા લાગે છે. તેનું કારણ પણ દાંતમાં રહેલો મેલ જ છે. રાત્રે ખાધા પછી દાંત સાફ કરવાથી દાંતમાં કોઈ જાતનો મેલ નથી રહે અને આનંદપૂર્વક નિદ્રા પણ આવે છે.
–દાંત સાફ કરવાને માટે કોઈ મૂલ્યવાન દંતમંજનની ખાસ આવશ્યકતા નથી. થોડું મીઠ, ફટકડી અને ચાકની ભૂકી એકસાથે મેળવીને ઘસવાથી દાંત સારી રીતે સાફ થાય છે.
ટ–કાઈ દાંત ખરાબ થઈ જાય છે તેને પડાવી નાખવું જોઈએ અથવા કોઈ યોગ્ય વૈદ્ય પાસે તેની દવા કરાવવી જોઈએ.
૧૦-સંયોગવશાત દાંત ભાગી જાય તો કૃત્રિમ દાંત બેસાડી લેવું જોઈએ, તેમાં વિલંબ કર ઉચિત નથી.
૧૧–કેટલાય પદાર્થો દાંતને સહેજે સાફ કરે તેવા હોય છે. જેમકે અનેક પ્રકારનાં શાક, ફળ વગેરે. જમ્યા પછી દાંતને પુષ્ટિ આપે એવાં ફળનું સેવન કરવું જોઈએ.
૧૨--મળમૂત્ર ત્યાગ કરતાં દાંત ભીડેલા રાખવા જોઈએ અને શૌચાદિમાટે બેસવું પડે ત્યાં સુધી તેજ પ્રકારે ભીડેલા રાખવા જોઈએ. આમ કરવાથી દાંત મજબૂત થાય છે. તરતજ પડી જતા નથી અને લાંબા કાળ સુધી કામ આપે છે.
શક્તિવર્ધક પાક બનાવવાની રીત (લેખક-સદ્દગત વૈદ અમૃતલાલ સુંદરજી પઢિયાર-“સુંદરી સુબોધ માસિકના અગાઉના અંકમાંથી)
હવે ધીમી ધીમી ગુલાબી ઠંડી પડવા લાગી છે, એવા વખતમાં શક્તિ વધારનારા કેઈ સારા પાક અથવા એવીજ બીજી કંઇ ઉત્તમ પ્રકારની દવા ખાવામાં આવે તો તે બહુ જલદીથી પચી જાય છે અને તેથી બહુ સારો ફાયદો થાય છે. ઉનાળામાં ગરમીને લીધે પાક બગડી જાય છે; તેમજ ચીકણ ગરમ વસ્તુઓ ખાવી ફાવતી નથી. એ જ પ્રમાણે ચોમાસામાં પણ દરદીનું જોર વિશેષ હોય છે અને જઠરાગ્નિ મંદ હોય છે, એટલે ચોમાસામાં પણ બધા માણસોને પાક ખાવાનું અનુકૂળ આવતું નથી; પણું શરીરમાં ઝમઝમાટી આપવાવાળી ગરમ, ચીકણી, ધાતુ વધારનારી તથા મગજને તાજગી આપનારી પૌષ્ટિક દવાઓ ખાવાને માટે શિયાળાને વખત બહુ અનુકૂળ છે, માટે ઘણું લોકેથી પોતાને ઘેર બહુ સહેલાઈથી અને ઓછી ખર્ચમાં બની શકે તેવા કેટલીક જાતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com