________________
૨૮૮
આનું નામ તે રામરાજ્ય! ચૂંટણીનો કાર્સ થયો અને ડી આઝ પ્રેસીડન્ટ તરીકે પાછી જગ્યા લીધી; પણ જ્યારે મુંડેરાએ જાહેરનામું બહાર પાડી જણાવ્યું કે, કોઈ પણ જગ્યા માટે ફરી ચુંટાઈ શકાય નહિ. ત્યારે લોકેા. નિશાન નીચે ભેગા થયા. મુડીવાદ સામે થવા મજુર હમેશ તૈયાર હોય છે,કારણ કે તેને ખબર હોય છે કે, મને લૂંટવામાં આવે છે. તેને આ વખતે એમ માલમ પડ્યું કે, જમીન પાછી આપે એનો આગેવાન મળે છે. અમે તેને ફરીથી ચુંટણી નહિ કરનાર લશ્કર કહેતા. ૧૯૧૧ ના મેમાં ડી આઝ નાસી ગયો. ડીલા બરાને તેની જગ્યાએ કામચલાઉ પ્રમુખ નીમવામાં આવ્યો અને બધે શાંતિ પ્રસરી. મેડેરા અને બીજા બુદ્ધિશાળી વર્ગને લાગ્યું કે રાજ્યક્રાંતિ પૂરી થઈ ગઈ છે.
પણ જ્યારે મજુરને માલમ પડયું કે, જે જમીન માટે તેઓ લડત લડતા હતા તે મેડેરા આપવાના નથી, ત્યારે તેઓને માલમ પડયું, કે રાજ્યક્રાંતિની શરૂઆત હમણાંજ થઈ છે. ત્યાર પછી ખરી રાયક્રાંતિની શરૂઆત થઈ. ડી આઝ, મેડેરા, હુઅર્ટી, કરંઝા અને જેઓ મજુરોની સામે થયા તેમની સામે ત્યાર પછી અમે લડવા માંડયું. પહેલાં અમે આપખુદ ડી આઝ સામે લઢયા, ત્યાર પછી મેડેરા જેવા મારા મિત્ર હતા અને ફક્કડ માણસ હતા છતાં મજુરોના શત્ર હતા તેમની સામે અમે લઢયા: ત્યાર પછી અમારા લકરના ઈજનેર હુઅટ સામે લઢયા અને હવે ધોળી દાઢીવાળા,સુંદર ચહેરાવાળા વકીલ અને પહેલાં ચૌઆલા રાજ્યના પ્રમુખ કરંઝા સામે અમે લઢીએ છીએ.
પ્રમુખ કરંઝા સ્ત્રીના સમાજવાદ પક્ષના કરઝા એક સભ્ય છે. છતાં તેઓએ લોકોની જમીન લૂંટ ચલાવનારાઓને વેચી દીધી છે. યુનાઈટેડ સ્ટેટ્સના કોઇપણ પ્રમુખ કરતાં તે વધુ મુડીવાદી છે. તેમને ની વય ૮૦ વર્ષની છે. દેખાવમાં તે નીચા જાડા છે, ચશ્મા પહેરે છે અને સારી રીતભાતવાળા છે. પૈસાથી તેમને લલચાવી શકાય તેમ નથી; પણ લોકેષણ તેમને ચલિત કરી શકે એમ છે.
વિલા
વીઘા એ કુમળા હૈયાને સમાજવાદને આદર્શવાદી છે; પણ રેડીકલ નથી. પ્રજાઉપયોગી સાધને સરકારની માલિકીનાં હોવાં જોઈએ એમ તેઓ માને છે; પણ નાણું કે ખાનગી મિલ્કત રદ કરવાની તરફેણમાં નથી. જે હુમલાથી યુનાઈટેડ સ્ટેટ એની પાછળ લાગી હતી તેમાં એ નિદેવ હતા અને તેથીજ અમેરિકનોએ એમને પકડ્યા નહિ. તેમને માલમ પડયું કે, જે માણસને તેઓ બળે છે તે આ નથી. તેમ મેકસીકામાં હવે જે રાજ્યક્રાંતિ થશે તેમાં વિદ્યા કરુંઝાની સામે પડશે પણ પાછળથી જીતનાર એને ભૂલી શકશે નહિ.
ઝાપાટા પિતે ઝપાટા જાતે ઉં, મજબૂત, ૪૦ વર્ષને મેકસીકન ઈડીયન છે. જ્યારે રાજ્યક્રાંતિ થઈ ત્યારે તેઓ દરરોજ ૧૦ પેન્સના પગારે તબેલામાં કામ કરતા હતા અને તે વખતે લખી વાંચી શકતા પણ નહિ; પણ એ કદાવર માણસ છે એ ઢાંકયું રહે એમ નથી. તેમનામાં તીવ્ર બુદ્ધિ છે, તેઓ જન્મવક્તા અને કુદરતી રીતે માણસના નેતા છે. તેઓ દેશભક્ત, નમ્ર હૃદયના અને નિરભિમાન છે. વળી તેઓ સારી રીતભાતવાળા છે. જો તમે એને દિવાનખાનામાં હમેશના પિશાકમાં જુઓ તે તમને માલમ પડે કે, તેઓ કેમ્પમાં હોય છે તેવાજ વિનાદી છે. અમારા પ્રિય સરદાર છેલી રાજ્યક્રાંતિના નેતા ઝાપાટા છે પણ તેઓ યુનિયનના રાજકર્તા નથી.
પરદેશી દખલ અમારા પ્રજાસત્તાકને બહારનાં રાજ કચડી શકે, પણ તેમણે યુનિયનના એકેએક સ્ત્રીપુષની સામે ઝઝવું પડે; પણ આખરે અમે છેલી રાજકાંતિ પૂરી કરી છે. અંદર અમારો કોઈ દુશ્મન નથી.
=soo
s e-
--
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com