________________
આનું નામ તે રામરાજ્ય! પાસેના લત્તામાં અમુક સંખ્યાની માગણી કરવામાં આવે છે. માગ્યા કરતાં હમેશાં વધુ આવે છે તેથી કેટલાકને પાછી મોકલી દેવા પડે છે. તેઓ એક દિવસ, કદાચ એક અઠવાડિયું બે અઠવાડિયાં જરૂર પ્રમાણે કામ કરે છે. કેટલી ઝડપથી બંદુક વગેરે સાથે તેઓ તૈયાર થઈ શકે છે તે જેવા તેમને કેટલીકવાર એકદમ બોલાવવામાં આવે છે. - જ્યારે અમે કર ઝાના દેશમાં અમારી સરહદ વધારીએ છીએ અને કદાચ ફળદ્ર૫ ખીણ સરજ કરીએ છીએ ત્યારે અમને લાગે છે કે, અમે સ્વતંત્રતાની હદ વધારીએ છીએ; પણ અમે જાણીએ છીએ કે, જ્યાં સુધી આખી દુનિયા સ્વતંત્ર થાય નહિ ત્યાંસુધી અમે તદ્દન સ્વતંત્ર થઈ શકીએ નહિ.
૯૫૦૦૦ ચોરસમાઈલ અમારો મુલક હવે ૯૫૦૦૦ ચોરસમાઈલ છે. ૫૫૦ માઈલ લાંબી અને આશરે ૧૭૦ માઈલ પહોળી એ એક પટી મેકસીકાની વચમાં થઈ પૂર્વ અને પશ્ચિમ તરફ વળે છે અને પૂર્વના ભાગમાં પહેલાંના મીકોકન, ગરેરો અને ક્ષાકા રાજ્યોનો સમાવેશ કરે છે. અમારી આજુબાજુ કરંઝાનું મેકસીકે આવી રહેલું છે. અમારા મુલકમાં બંદર નથી અને અમારે જોઈતું પણ નથી:
ય છે કે મોટી લશ્કરી સત્તા અમારો વિનાશ કરી શકે. અમારા દેશમાં પર્વતો અને જમીનને નીચે ભાગ પણ છે અને આના મોટા ભાગમાં ખેતી થાય છે. આબોહવા ઉષ્ણથી માંડીને સમશીતોષ્ણ છે અને વસંતઋતુમાં દક્ષિણ કેલિફોર્નિઆ જેવી છે.
૪૦૦૦૦૦૦ ની વસ્તી અમારે ત્યાં વસ્તીપત્રક નથી; પણ અમે જાણીએ છીએ કે, અમારી વસ્તી ૩૦ લાખથી વધુ છે. આમાં ફક્ત ૨૦૦૦ યૂરોપીયન છે અને આમાંના ઘણા મેકસીકન અને યુરોપીયન મિશ્ર પ્રજા છે.
પરદેશીએ-શંકાની દષ્ટિએ અમારા દેશમાં પરદેશીઓને હમેશાં લૂંટ ચલાવનારતરીકે ગણવામાં આવે છે. વળી કેટલાક પરદેશીઓને સોનું આપી અમેરિકામાં ખરીદ કરવા અમે મોકલ્યા હતા, પણ તેઓ પાછા ફર્યા નથી. આ કારણથી પરદેશીઓ તરફ હજી શંકાની નજરથી જોવામાં આવે છે. જે કરંઝા તેમને આવવા દે તો પરદેશીઓના વસવાટમાં વાંધે નથી. અમારા દેશમાં ફરવા આવનાર ઘણાને તેણે પાછા કાઢયા છે. અમારા ધારવા પ્રમાણે એને બીક એ છે કે, એના દેશ કરતાં અમારા યુનિયનના સારા રિપોર્ટ બહાર જાય.
શાળાશિક્ષણ-એક રેગ અજ્ઞાન અને રોગ સમાજવાદી રાજ્યમાંથી જતાં રહે છે. અમારી રાજ્યક્રાંતિ પહેલાં ૯૪ ટકાથી વધુ અભણ હતા. હવે ૪૦ ટકા સિવાય બીજા પિતાનું નામ તો લખી શકે જ છે. શિક્ષકોએ પોતે રચેલી ટાઈપથી લખેલી ચોપડીઓથી તેમને શિક્ષણ આપવામાં આવે છે. બાળક દિવસે શાળામાં જાય છે અને સ્ત્રીપુરુષો સાંજે જાય છે. જે માણસો ટપાલ લઈ જાય છે, તેઓ દરેક કાગળની પાછળ પિતાનું નામ લખે છે. તેમ કરવામાં તેઓ અભિમાન ધરાવે છે. કદાચ લખવાની ટેવ પડે માટે પણ તેમ હોય; પણ ટપાલ ઘણી હોતી નથી. મફત મુસાફરી અને પુષ્કળ વખત હોવાથી ઘણા લોકો પોતાના મિત્રોને મળવા જાય છે અને જે કહેવું હોય તે મોઢે કહે છે.
પાછા જમીન તરફ આનું એક વિચિત્ર પરિણામ એ આવ્યું છે કે, જમીન તરફ પાછા ફરવાની ચળવળ શરૂ થઈ ગઈ છે. રાયક્રાંતિની શરૂઆતમાં અમારા મોટામાં મોટા શહેરની વસ્તી આશરે ૧૦૦૦૦ હતી. હવે એથી ત્રીજા ભાગથી પણ ઓછી છે.
૧૯૧૧ ની શરૂઆતમાં જ્યારે અમારી રાજ્યક્રાંતિની શરૂઆત થઈ ત્યારે અમારા પ્રજાસત્તાકની સ્થાપના થઈ એમ કહેવાય.
પિરફીરીઓ ડી આઝ બીજી વાર પ્રમુખ થયા. એ બંધારણવિરુદ્ધ હતું. ત્યાર પછી દરેક વર્ષે છે કે તેથી વધુ રાજ્યક્રાંતિકારે ઉભા થયા અને તેમને મારી નાખવામાં આવ્યા; પણ ૧૯૧૦ની અંતમાં જ્યારે ડી આઝ અને મેડેરા બંને પ્રેસીડન્ટ માટે ઉમેદવાર હતા ત્યારે લેકે ઉશ્કેરાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com