________________
ખાદીને પ્રચાર
૨૬૭ ઉપર કહેવામાં આવ્યું તેમ આજે જીવનને હેતુ ફર્યો છે. જીવનની હાલની વ્યાખ્યા એ કે જીવન એટલે પ્રવૃત્તિ-પ્રગતિ; પરંતુ એ પ્રગતિ આધ્યાત્મિક નહિ. મનુષ્યના સદાકાળ અભિવૃદ્ધ થતા વિલાસી સ્વભાવને જે સૌથી સારી રીતે પી શકે તેનું નામ આધુનિક પ્રગતિ. મુંબઈની ઘણી મીલોના એજન્ટ દિવસના ૨૪ કલાક આત્મ-સ્વાર્થપરાયણતા અને આત્મ-હિત તરફ જ પિતાની દષ્ટિ રાખે છે. તેઓ મીલમજુરોના કલ્યાણતરફ એક ક્ષણભર પણ જોતા નથી. ખૂદ ગ્રેટ બ્રિટનમાં પણ આના જેવી જ સ્થિતિ ઉપસ્થિત થઈ છે. પ્રગતિની ભાવના સંકુચિત બની છે; અને તેથી મનુષ્યના જીવનમાં વ્યવહારિક અને આધ્યાત્મિક દોષ પેઠા છે.
વરસો પહેલાં તો મનુષ્યો પિતાની જરૂરીઆત સમજીને સાદા ખેતરમાંથી હમેશાં સંતોષ ભર્યું જીવન ચલાવતા. એ મનોદશા અત્યારે આ દેશના કેાઈ સ્થળમાં પ્રદર્શિત થતી નથી. જે મહાન ધમાલ મુંબઈ શહેરમાં ચાવીસ કલાક ચાલતી દેખાય છે, તેવી જ ધમાલ-શારીરિક અને માનસિક અને ગામડાઓમાં પણ જાયે અજાણે ઘુસી ગઈ છે. આ બધે સમયનો પ્રભાવ છે એમ કહીએ તો ચાલે, સારાંશ એકે મનુષ્યને વિકાસ જેમ આગળ આગળ વધે છે તેમ એ વિકાસથી મનુષ્યવ્યકિત દૂર ને દૂર થતી જાય છે.
એક મનુષ્ય જ થાબંધ જમીનને કે મીલના માલીક બને અને બીજો પ્રતાપની માફક સ્વબાળ-વંદના રોટલાના ટુકડાવિના પિતાનાં આંસુડાં પાડે એવી દયાજનક સામાજીક સ્થિતિ કયાં સુધી ટકવાની ! આનું પરિણામ તે નજીકના ભવિષ્યમાં એ આવવાનું કે આધુનિક સમાજના ભિન્ન ભિન્ન સ્થિતિનાં વ્યક્તિસમૂહોવચ્ચે અત્યારે સોનાની સાંકળની જે ગ્રંથીઓ જોડાયેલી છે, તે વહેલી કે માંડી તડ દઈને તૂટવાની-જરૂર તૂટવાની અને સમાજના હાલના સ્વરૂપમાં મહાન પરિવર્તન થવાનું. સામાન્ય જનસમાજ અને મજુર વર્ગનું એક્ય એ શ્રીમંત વર્ગના નાશનું મુખ્ય કારણ બનવાનું જે શ્રીમંતવર્ગ વખતસર ન ચેતે તો હાલના સમાજની “શેઠીઆ ચાકર અને ચાકર શેઠ” એવી વિપરીત દશાના ગણેશ અવશ્ય બેસવાના. રૂશી આએ આ વાત સિદ્ધ કરી. ગ્રેટબ્રીટનની રંગભૂમિ ઉપર આવા પ્રકારનો વેશ ભજવવાનો પ્રારંભ થઈ ચૂકયો છે. હાલના બ્રિટીશ પ્રધાન મંડળ મજુરો માથું ન ઉચકે તે માટે નાણાંની મોટી લાલચ મજૂરવર્ગ આગળ ધરી: ૫ણ શાશ્વત ગાઠવણીવના. ભૂખે મરતા મારો કદીપણ સંતુષ્ટ થાય તેમ નથી. કાન્સના રાજકીય પરિવર્તને આખા યુરોપની સમાજે ઉપર પોતાની છાયા પાથરી હતી. તે પ્રમાણે ગ્રેટબ્રીટનના મજૂરવર્ગો દંભવિત દાવાનળના છાંટા આ દેશની સમાજ ઉપર કાં ન પડે ? આ ભાવી આફતમાંથી બચવાના ઉપાય માત્ર એકજ અને તે ઉપાય એ કે આખા દેશના ઘરે ઘરમાં ખાદી પ્રચાર ખાદીઉપયોગ થાય અને લોકો સાદુ જીવન ગાળતાં શીખે એવો પ્રબંધ સત્વર છે જોઈએ. નર્મદા કે જમનાના ચોમાસાના અપ્રતિબંધ પ્રવાહને રોકવાની મનુષ્યમાં શક્તિ છે, તો પછી મનુષ્ય મન-વિચાર–એને મનુષ્ય પિતાની અગાધ અને તીવ્ર બુદ્ધિવડે અવશ્ય રોકી શકે. આ કાર્યમાં માત્ર ભગીરથ પ્રયાસ અને
અયુગ્ર ઉત્સુકતાની જ ખાસ જરૂર છે. સમાજ જે કાંઇ સાંખી શકે તે એટલું જ કે દરેક મનુષ્ય, પિતાની જરૂરીઆતના પ્રમાણમાં, જમીનના કકડા કે મીલ-ઉદ્યાગ નીતિ લાભનો ભાગી થઈ શકે, કારણકે સ્વરક્ષણ (આમાં સ્વકુટુંબરક્ષણને સમાવેશ થાય છે) કરવું તે પ્રત્યેક મનુષ્યનો સ્વાભાવિક હક છે. તે હકના ઉપર ઈતર મનુષ્ય-સમૂહ કે રાજકીય સંસ્થા વ્યાજબી રીતે ત્રાપ મારી શકે નહિ. “તમાક્ષ હૈ ચ ન જેન પ્રકારે”એ આર્યધર્મ-સૂત્ર સર્વાશે સત્ય છે. આ મર્યાદા ઓળંગાઈ કે ભોગ મળ્યા સમજવા. એ જમીનના નાનકડા કકડા ઉપર ભલે તે મનુષ્યવ્યકિત યથોચિત પ્રગતિ કરે. તેમાં ઈતરજન આડે આવે નહિ. ભલે તે મનુષ્ય સ્વક્ષેત્રમાં, પિતાના બચા સાથે વરસતા વરસાદમાં પ્રમાણિક મજુરી કરી, અથવા મજુરી કરાવી, ઇશ્વરદત. શુદ્ધ અને સાદે ખોરાક સહકુટુંબ આરોગે. આવાં અનેક આર્યગૃહ બંધાય ત્યારે દેશમાં સતયુગનું પુનરાવર્તન થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com