________________
ww wwww
ww wwwwwwwwwwwww wwwwww ૧. v
ખાદીને પ્રચાર તેની જગા આધુનિક યુગમાં પ્રવૃત્તિએ લીધી છે. પ્રવૃત્તિની ધમાલમાંથી પ્રગતિને બદલે વ્યાધિ પ્રાપ્ત થાય છે. અત્યારે મનુષ્ય એક વાત કે કામ પૂરું ન કરે ત્યાં હજાર રીતે એના જીવનમાં ફિરફાર થઈ જાય છે. આપણા દેશના યુવકે અને વૃદ્ધોમાં મનને વેગ અતિશય વધે છે. આનાં પરિણામ શુભ કે અશુભ, એ વાતને નિર્ણય તો પરિણામ ઉપર આધાર રાખે. યૂરોપના એક વખત સત્તા અને સમૃદ્ધિના શિરોબિંદુએ પહોંચેલા સઘળા દેશોની સ્થિતિ તે અત્યારે શાકજનેક અને ભયંકર બની છે. પણ જ્યારે અમુક દેશ કે તેની પ્રજા અમુક શુભ દેખાતા માગ ઉપર જેસભેર ધસતી હોય ત્યારે જે તેના આ વેગને રોકવાનો પ્રયાસ કરવામાં આવે, તે પૂરજોશમાં દેડતી મોટરના જે હાલ થાય તેવા તે પ્રજાના પણ હાલ થાય.
આજે સંસ્કૃતિના ચિહતરીકે યંત્રની ધમાલ આગળ ધરવામાં આવે છે. આજથી સો વરસ પહેલાં યૂરોપમાં પણ એમજ હતુંપણ તે ખંડમાં તે એવો કડવો અનુભવ થવા લાગ્યો છે કે, આ દુનિયાને જેટલા કાચા-પાકા માલની જરૂર છે, તેના કરતાં પ્રમાણમાં ઘણું વધારે માલ તૈયાર કરવામાં આવ્યું છેઅને પ્રતિદિન તે માલમાં વધારો થતો જાય છે. મુંબઇ શહેરનું તાજું દષ્ટાંત લઈએ. આ શહેરની મીલોએ પેદા કરેલો કરોડો રૂપિયાનો માલ શીલીકમાં પડે છે અને માલોની સ્થિતિ એવી ગંભીર બની છે કે એકસાઈઝ જકાત કાઢી નાખવામાં આવી છે; છતાં મીલની સ્થિતિમાં લેશમાત્ર પણ લાભપ્રદ ફેરફાર જોવામાં આવતો નથી. આવી સ્થિતિ દશ વર્ષ ચાલે તે મુંબઈ શહેર તારાજ થઈ જાય. આખા દેશની વ્યાપાર-સમૃદ્ધિનો મુખ્ય આધાર માત્ર એકલા મુંબઈ શહેર ઉપર રહ્યો. એટલે થોડા સમયમાં આખા દેશની પણ દયાજનક હાલત થાય. ત્યારે કરવું શું ? આ પ્રશ્નનો ઉત્તર વિકટ છે પણ અમે તે ઉત્તર આપવાની હિંમત
કરીએ છીએ.
જેને જોડે ખૂચે તેને તેની વેદનાની ખરી ખબર પડે. જેમને મીલના હથેડાના માર વાગ્યા છે તે તો હવે કબૂલ કરે છે કે, સાયંકાળથી બહુ ઝાઝો લાભ નથી. આ મીલો કરતાં તો સો વરસ ઉપરના આપણા રેટીઆ હજાર દરજજે સારા હતા. આ ધમધમ કરતી માના કરતાં સુરત શહેરના હાથવણાટનાં કારખાનાં સે ઘણું સારાં હતાં, તે શહેરનો કીનખાબ અને ઉમદા ઝરીવાળું રેશમી કાપડ આખા યુરોપમાં જતું હતું અને તે વખતની આખી દુનિયામાં વખણાતું પણ હતું, આ બધાને નાશ થયો. દુર્દેવે તેને સદંતર નાશ કર્યો અને તેનું સ્થાન મીલસંચાએ લીધું. આપણા દેશના પુનરોદ્ધારના બે રસ્તા છે અને તે બને રસ્તા ઉત્તમ છે. તે રસ્તા નીચે પ્રમાણે છે.
(૧) આપણે પશ્ચિમના સુધરેલા દેશની અહિતકર સંસ્કૃતિને દેશવટો આપવો જોઈએ અને આપણા ઋષિ-મુનિ પ્રણીત સાદા જીવનને પ્રારંભ કરવો. શ્રીયુત વિઠ્ઠલભાઈ પટેલની માફક પોતે હિંદી રાજકીય કાઉન્સીલના અધ્યક્ષ થાય તોપણ ખાદીનું ધોતીયું, ખાદીનો ઝભ્ય અને ખાદીની પીછડી પહેરી ખુદ નામદાર વૈઈસરોય પાસે જવું. શ્રીયુત વિઠ્ઠલભાઈને દાદા હતા. તે ઢેડની વણેલી ખાદી પહેરતા હતા. ખાદીનું એક અંગરખુ દેશી ગામડીઆ દરજી પાસે શીવડાવે અને તે સાચવીને રાખી મૂકે. જ્યારે રાજદરબારમાં જવું હોય અથવા વિવાહ વજનમાં ઘૂમવું હોય, ત્યારે બાપા થોડો સમય તે કેડીઉં પહેરે અને આ કામ પૂરું થયું કે તુરત તે સાચવીને પેટીમાં મૂકી દે. આ રીતે માત્ર બે જાડાં ખાદીનાં ધોતી અને એક જુની પાઘડીવડે આપણે વૃદ્ધો આખી જીંદગી કાઢતા. આપણા દેશના ૯૦ ટકા લોકો એમ કહે છે કે વીસ વરસ પહેલાં અમારી જે સ્થિતિ હતી તે અમને હાલની ભપકાદાર દેખાતી સ્થિતિના પ્રમાણમાં સેગણી સારી હતી એમ અમને અત્યારે લાગે છે.
(૨) બીજો રસ્તો એ કે આપણે ખાદીનો બહોળો ઉપયોગ કરતાં અને કરાવતાં શીખવું જેઈએ. ખાદીના સંબંધમાં આ હતભાગી દેશના દરેક માણસની બે પ્રકારની ફરજ છે. પહેલી તે એ કે પોતે ખાદીના પષાકનો જ ઉપયોગ કરો. બીજી ફરજ એ કે ખાદીપ્રચાર કાર્ય યથાશક્તિ યથામતિ કરવું. જે આ દેશનો મોટો ભાગ આ બે કામ માથે લે તે આખા દેશને લાભ થાય. મુદ્દલ ગેરલાભ તે નજ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com