________________
રાષ્ટ્રધર્મને સાચે પેગમ્બર કે હોય?
રાષ્ટ્રધર્મને સાચો પેગમ્બર કેવો હોય ?
(મુંબઈ સમાચાર તા. ૯-૫-૧૯૨૬ના અંકમાંથી ) જાણીતા વિચારક સાધુ વસવાણીએ છત્રપતિ શિવાજી મહારાજવિષે નીચે લેખ લખ્યો છે. શવાજી મહારાજની જયંતિ તાજેતરમાં રાયગઢના કિલ્લામાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ હતી, તે મહત પ્રસંગે આ લેખ લખાયો હતે.
છત્રપતિ શિવાજી એ કંઇ મહારાષ્ટ્રની મીલ્કત નથી. શિવાજી એ હિંદનું અમૂલું રત્ન છે અને એક દિવસ એવો પણ આવશે કે શિવાજી જગતજોધતરીકે લેખાશે.
બેટા ઈતિહાસ-શિવાજીને વિચાર કરતાં જ મને કોન્વેલ, ગેરીબાલડી કે અબ્રાહમ લીંકન જેવી સમર્થ વ્યક્તિઓનો વિચાર આવે છે. આપણે ઇતિહાસે આપણું મહાપુરુષોનાં જીવનચરિત્રામાં છબરડો વાળી મૂક્યા છે. મહાન દેશભક્ત અને શુરવીર શિવાજીને “ડુંગરના ઉંદર” અથવા “લૂંટારા” કહે છે. વીન્સન્ટ સ્મીથે પણ એ મહાન વ્યક્તિને એક લૂંટારાની ટોળીને સરદાર કહ્યો છે, પણ મરાઠાઓ લૂંટારા ન હતા પણ દેશભકત હતા. અને શિવાજી એવા 'ખર દેશભકતે અને દેશને માટે મરી ફીટનારા લોકોનાં સમર્થ નાયક હતો.
હિંદનું દરદ-જ્યારે શિવાજી મહારાજ હિંદમાં પ્રકટા, ત્યારે હિંદની સ્થિતિ દયાજનક હતી. ઇસ્લામના મહાન આદશે ભૂલાયા હતા. પહેલાંના ખલીફાએ પવિત્ર સત્યવક્તા અને પેગંબર સાહેબનાં ફરમાનેને અનુસરનારા હતા. એટલે કે તેમનામાં સહિષ્ણુતા હતી, પરંતુ હિંદમાં મોગલોની પડતીના જમાનામાં એ ઈસ્લામના ઉચ્ચ આદર્શો ભૂલાયા. લોકો કરના બોજાથી અને રાજકર્તા એના જુલ્મોથી ત્રાસી રહ્યા હતા. પિગંબર સાહેબના નામે હિંદનાં કેટલાંક સુંદર શિલ્પ અને સ્થાપત્યના નમુના જેવાં સ્થાને એ અરસામાં નષ્ટ કરવામાં આવ્યાં. આ પ્રસંગે શિવાજી અને તેને બહાદુર મરાઠા સાગ્રીતોએ ગુંડો ઉઠાવ્યો અને તેમણે દક્ષિણમાં સ્વરાજની સ્થાપના કરી.
હિંદુ સંસ્કૃતિને પૂજારી-શિવાજીને હિંદુ ધર્મરક્ષક કહેવામાં આવે છે અને તે તદ્દન સાચું છે. એ કાળમાં શિવાજી મહારાજ ગૌ બ્રાહ્મણપ્રતિપાળ કહેવાતા, પણ સાથે એ વાત યાદ રાખવાની છે કે, શિવાજીએ એક પણ મજીદનો નાશ કર્યો ન હતો અને એ માટે તેણે કડક ફરમાને કાઢેલાં હતાં. હિંદુ ધર્મનું સાચું રહસ્ય એના દિલમાં ઉતરેલું હતું. હિંદુ સંસ્કૃતિને એ અનન્ય પૂજારી હતો અને બધાં એકજ પ્રભુ પિતાનાં સંતાનો છે, એમ એ માનતો.
એની બહાદુરીનાં કારણે-બે ખાસ કારણોથી શિવાજી અદ્વિતીય છે.એ બે કારણે માતૃભક્તિ અને ગુરુભક્તિ. એમના ગુરુ અને માતાએજ એમના જીવનને આવું ઉતમ બનાવ્યું.એમણે શાળામાં કેળવણી નહોતી લીધી; પરંતુ એમની માતા રામાયણ અને મહાભારતમાંથી વાત કહેતાં અને હિંદના મહાન પુરુષોનાં જીવનચરિત્રે સંભળાવતાં.આ શિક્ષણ માંથી શિવાજીએ આત્મસન્માન, સાદાઈ, હિંમત અને સ્ત્રી સન્માનના પાઠ શીખ્યા હતા.
જ્યારે કલ્યાણનો કિલ્લો શિવાજીએ છો, ત્યારે તેના એક સેનાપતિએ શિવાજીને ખુશ કરવા ખાતર એ ગઢના કેદ થયેલા મુસ્લીમ સુબાની સુંદર પુત્રીની શિવાજીને ભેટ ધરી; એટલે શિવાજીએ દરબાર ભર્યો. એ સુંદર યુવતીને ત્યાં લાવવામાં આવી. દરબારીઓ એ સૌદર્ય જોઈ આભા થઈ ગયા. તે પછી શિવાજીએ એ યુવતીને ઉદેશીને કહ્યું -“એ મારી બહેન છે. રાવણ બળવાન હતો, પણ રમીતાની લાલસામાં તેને નાશ થયો. શાસ્ત્રો પુકારે છે કે, સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ.” આમ કહીને શિવાજીએ એ મુસ્લીમ યુવતીને મુક્ત કરી તેને ભેટ સેગાદ આપી તેના માબાપ પાસે સહિસલામત રીતે મોકલી હતી.
શક્તિધર્મને પેગંબર-એના જીવનમાં બીજું પ્રેરક બળ તે ગુરુભક્તિ.ગુરુ રામદાસ જેવા સમર્થ થી એના ગુરુ હતા. એમના પ્રત્યે એની અવિચળ ભક્તિ હતી. આ ગુરુ રામદાસનું અસલ નામ નારાયણ હતું. નાનપણમાં એ હિંદની મુસાફરીએ નીકળી પડયા અને હિંદની પ્રજાની દુઃખી અને દિન સ્થિતિ જોઈ એમનું હદય વવાયું એટલે એમણે સાધુ જીવન ગાળ આખા દેશમાં વિચારવાનો નિશ્ચય કર્યો. લગ્નની ચોરીમાંથી એ માબાપના પંજામાંથી ભાગ્યા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com